National

રાંચી: બર્ડ ફ્લૂમાં 1745 મરઘી સહિત 2196 પક્ષીઓના મોત, એલર્ટ જાહેર

નવી દિલ્હી: ઝારખંડની (Jharkhand) રાજધાની રાંચીમાં બર્ડ ફ્લૂના ફેલાવાની પુષ્ટિ થઈ છે. શહેરના હોટવાર વિસ્તારમાં આવેલ પ્રાદેશિક પોલ્ટ્રી ફાર્મમાં 1745 મરઘીઓ (Chicken) સાથે 2196 પક્ષીઓના (Bird) મોત થયા છે. આ સિવાય 1697 ઈંડાનો (Egg) નાશ કરવામાં આવ્યો છે.

  • રાંચીમાં બર્ડ ફ્લૂ ફાટી નિકળ્યો
  • નોનવેજ ખાનાર સાવધાન
  • ભોપાલની લેબોરેટરીમાં ચિકન સેમ્પલનું પરીશ્રણ કરાયું
  • 1745 મરધી સહિત 2196 પક્ષીઓના મોત, 1697 ઇંડાનો નાશ કરયો

ભોપાલ સ્થિત સરકારી લેબોરેટરીમાં ચિકનનાં સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યા બાદ આ મામલો સામે આવ્યો હતો. નમૂનામાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા H5N1ની પુષ્ટિ થઈ છે. આ વાયરસ પક્ષીઓમાં રોગ પેદા કરે છે. જેના કારણે જિલ્લા પ્રશાસને એલર્ટ જાહેર કર્યું છે.

ઈંડાની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ
જ્યાં ચેપની પુષ્ટિ થઈ છે તે વિસ્તારથી એક કિલોમીટરની ત્રિજ્યામાં ચિકન, તેના સંબંધિત ઉત્પાદનો અને ઇંડાની ખરીદી, વેચાણ અને પરિવહન પર તાત્કાલિક અસરના કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ રાંચીના ડેપ્યુટી કમિશનર રાહુલ કુમાર સિન્હાએ રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરી છે.

તેમજ દરેક ટીમમાં વેટરનરી અધિકારીઓ અને કર્મચારીઓને પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. નિયુક્ત અધિકારીઓ અને કર્મચારીઓને જિલ્લા પશુપાલન અધિકારી અને મદદનીશ નિયામક, પોલ્ટ્રી ફાર્મ, પ્રાદેશિક પોલ્ટ્રી ફાર્મ, હોટવાર રાંચી સાથે સંકલનમાં કામ કરવાની સૂચના આપવામાં આવી છે.

સફાઈ અને જીવાણુ નાશકક્રિયા
જણાવવામાં આવ્યું છે કે એક્શન પ્લાન હેઠળ, આરઆરટી તરફથી હોટવાર પોલ્ટ્રી ફાર્મના બાકીના ચિકનને મારી નાંખવાની પ્રક્રિયા કરવામાં આવશે. તેમજ આ મૃતદેહોનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવશે. ત્યાર બાદ ચેપગ્રસ્ત વિસ્તારની વૈજ્ઞાનિક રીતે સફાઈ અને જીવાણુ નાશકક્રિયા કરવામાં આવશે. આ સંપૂર્ણ કાર્ય યોજના હેઠળ, મરઘાં ઉછેર સંબંધિત સર્વેક્ષણ કાર્ય કેન્દ્રથી એક કિલોમીટરની ત્રિજ્યામાં હાથ ધરવામાં આવશે.

જેથી વહીવટી સ્તરે તેના સંબંધી નિર્ણયો લઈ શકાય. ટીમને અધિકેન્દ્રથી 10 કિલોમીટરની ત્રિજ્યામાં વિસ્તારનો નકશો બનાવવા અને તેને સર્વેલન્સ ઝોન તરીકે ચિહ્નિત કરવા અને આ વિસ્તારમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝાની સઘન દેખરેખ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.

રેપિડ રિસ્પોન્સ ટીમ સર્વેની કામગીરી કરશે
1-હોટવાર, ગાડી ગામ, ગાડી હોટવાર અને બેકન ટોલી.
2-ખટંગા, નવા ખટંગા, મહુઆ ટોલી અને આર્મી કેમ્પ પાસેનો વિસ્તાર.
3-ડેમ ગાડી, ડુમરદગા, જેપી નગર અને બુટી મોડ પાસેનો વિસ્તાર.

Most Popular

To Top