National

રાજસ્થાનના જૈસલમેરમાં ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ

જૈસલમેર: જૈસલમેર (Jaisalmer) પાસે 25 એપ્રિલા રોજ ભારતીય એરફોર્સનું (Indian Air Force) એક વિમાન (Airplane) ક્રેશ થવાની ઘટના બની હતી. આ અકસ્માત જેસલમેરથી લગભગ 25 કિલોમીટર દૂર પિથલા ગામ પાસે થયો હતો. વિમાન ક્રેશ થતા જ અહીં દૂર-દૂર સુધી વિમાનનો કાટમાળ પથરાયેલો જોવા મળ્યો હતો. તેમજ હાલ સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.

  • જૈસલમેરમાં ભારતીય વાયુ સેનાનું વિમાન ક્રેશ
  • ભારતીય વાયુસેનાએ આપી જાણકારી
  • આ અકસ્માતમાં કોઇ પણ જાનમાલને નુકસાન થયું નથી
  • વિમાન જૈસલમેરથી 25 કિમી દુર ક્રેશ થયું હતું.

મળતી માહિતી અનુસાર, જેસલમેરના સિપલા ગ્રામ પંચાયતના બાલ કી ધાની પાસે આજે સવારે ભારતીય વાયુસેના (IAF)નું UAV વિમાન ક્રેશ થયું હતું. ઘટના એ સમયે બની જ્યારે વિમાન તેની નિયમિત ઉડાન પર હતું. જોકે પ્લેન નિર્જન વિસ્તારમાં ક્રેશ થયું હતું. તેમજ આ અકસ્માતમાં કોઇ જાન હાનિના અહેવાલ સામે આવ્યા નથી. પરંતુ આ દુર્ઘટના ટેકનિકલ ખામીના કારણે થઈ હોવાની માહિતી સાંપડી છે.

વધુમાં જાણકારી મળી હતી કે અચાનક અકસ્માત સમયે ઘટના સ્થળે આસપાસના લોકોને જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો. તેમજ અચાનક રિકોનિસન્સ પ્લેન જમીન સાથે અથડાયું અને આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું.

એરફોર્સનું જાસૂસી વિમાનમાં ક્રેશ થયા બાદ વીમાનમાં આગ લાગી હતી. તેમજ થોડી જ વારમાં આ પ્લેન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું હતું. ત્યાર બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.

આ ઘટનાની માહિતી મળતાં જ ખુખરી પોલીસ સ્ટેશનના અધિકારી પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વાયુસેનાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમજ બનાવનો સર્વે કર્યા બાદ આગળની તપાસ ચાલુ કરી હતી.

ભારતીય એરફોર્સે આપી જાણકારી

ભારતીય વાયુસેનાએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અકસ્માતની માહિતી આપી હતી. એરફોર્સના જણાવ્યા અનુસાર ક્રેશ થયેલું વિમાન રિમોટ કંટ્રોલ એરક્રાફ્ટ હતું. તે આજે જેસલમેર નજીક નિયમિત ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું હતું. અકસ્માતમાં કોઈપણ જાનમાલને નુકશાન થયું ન હતું. તેમજ આ અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીની રચના કરવામાં આવી છે.

Most Popular

To Top