Entertainment

દીપિકા વિરામ લેશે

પિકા પાદુકોણ હમણાં ‘સિંઘમ અગેઇન’ના સેટ પર શૂટિંગ માટે આવી તો સમાચાર બની ગયા કારણ કે તે અત્યારે ગર્ભવતી છે. અજય દેવગણ, અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ, અર્જૂન કપૂર અને પતિ રણવીર સીંઘ સાથેની ફિલ્મ છે એટલે શૂટિંગ તો પૂરું કરવાનું હતું એટલે કર્યું પણ તે હવે વિરામ તો લેશે. ‘સિંઘમ અગેઇન’માં તે શક્તિ શેટ્ટી નામનું પોલીસ અધિકારીનું પાત્ર ભજવે છે. રોહિત શેટ્ટીએ પુરુષ પોલીસ અધિકારીઓની તો ફોજ ઊભી કરી છે અને દીપિકા વડે તેણે મહિલા પોલીસ અધિકારીની પણ ભરતી કરી છે. પણ દીપિકાને લઇ ‘સિંઘમ અગેઇન એન્ડ અગેઇન’ બનાવવી હશે તો દીપિકા મા બની જાય અને તેનું બાળક થોડા મહિનાનું થાય ત્યાં સુધી રાહ જોવી પડે. વ્યસ્ત અને ટોપની અભિનેત્રી પરણે ત્યાં સુધી બરાબર પણ મા બને એટલો મોટો વિરામ આવી જાય છે. આલિયા ભટ્ટ પણ મા બની એટલે તેની ફિલ્મો ધીમી પડી ગઈ. હવે દીપિકા પણ એ જ રસ્તે છે. દીપિકા પાસે અત્યારે ‘સિંઘમ અગેઇન ઉપરાંત ‘કલ્કી 2898-એડી’ ફિલ્મ છે. નાગ અશ્વિન દિગ્દર્શિત આ ફિલ્મમાં અમિતાભ, પ્રભાસ, કમલ હાસન ઉપરાંત દિશા પટની, ઉપરાંત એસ.એસ. રાજામૌલી, રામ ગોપાલ વર્મા, રાણા દગ્ગુબાતી વગેરે પણ દેખાશે. બહુ મોટા બજેટ સાથે આ ફિલ્મ બની રહી છે. એ ફિલ્મ ભગવાન વિષ્ણુને આધુનિક રૂપે રજૂ કરે છે અને આવતા મહિને જ રજૂ થવાની છે. મતલબ કે દીપિકાએ એ ફિલ્મના નિર્માતાને પણ ટેન્શન નથી આપ્યું પણ હા, ફિલ્મ કદાચ થોડી લંબાઈ શકે તેમાં અમિતાભ બચ્ચન છે. દીપિકા મોટા સ્ટાર્સ સાથેની ફિલ્મોમાં હોય એટલે તેણે પ્રોફેશનલી સભાન રહેવું પડે છે. ગયા વર્ષે શાહરૂખ સાથે ‘પઠાણ’ અને ‘જવાન’માં તે આવી હતી અને ઋતિક રોશન, અનિલ કપૂર સાથેની ‘ફાઇટર’ પણ તેના મિજાજને પ્રગટ કરનારી છે. પણ દીપિકા અત્યારે સંજય લીલા ભણશાલી જેવા દિગ્દર્શક માટે જાણે કે તૈયાર નથી. વધારે સ્ટ્રેસ સાથે તે કામ ન કરી શકે. મોટા બજેટની ફિલ્મોમાં લુઝ એટિટયૂડ સાથે કામ ન કરી શકાય. હમણાં તે રોમેન્ટિક ફિલ્મોથી વધુ એકશન ફિલ્મોમાં દેખાય છે. જો કે તે એકશન નથી કરતી, પણ એકશનમાં સતત રહે છે. પ્રેક્ષકોના હૃદયમાં તે અને આલિયા ભટ્ટ અવ્વલ સ્થાને બિરાજે છે. પણ હવે એકાદ વર્ષ દીપિકા નવી ફિલ્મ લેશે નહીં એ દરમ્યાન દિશા પટની, ક્રિતી સેનોન, તૃપ્તિ ડિમરી વગેરે સારી પોઝીશનમાં આવે તે શકય છે. દીપિકા પોતાના કામ બાબતે સમર્પિત છે અને કેટરીના કૈફ, કરીના કપૂર વગેરે બ્યુટીફુલ એકટ્રેસ પછી પોતાની જગ્યા બનાવી છે. પણ અત્યારે તે મમ્મી બનવાની તૈયારીમાં હોવાથી તેની ય જગ્યા પર ઘણાની નજર રહેશે. •

Most Popular

To Top