National

Lok Sabha Election 2024: 13 રાજ્યોમાં 88 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન, ત્રિપુરામાં સૌથી વધુ વોટિંગ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Elections) આજે 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન સવારે 7 વાગ્યે શરુ થયું હતું. આ ચરણમાં કુલ 13 રાજ્યોની 88 બેઠકો ઉપર ચૂંટણી (Elections) શરૂ થઈ હતી. આ તબક્કામાં લોકસભા સ્પીકર, 5 કેન્દ્રીય મંત્રી, 2 ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને 3 અભિનેતાઓ પણ રાજનીતીના (politics) મેદાનમાં ઉતર્યા હતા.

આજે કુલ 88 બેઠકો પર 1 કરોડ 67 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તેમજ પોતાનો જનાદેશ સંભળાવશે. આજ રોજ મતદારો સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે. બીજા તબક્કાની ચૂંટણીમાં 1202 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં 1098 પુરૂષો અને 102 મહિલાઓ છે. તેમજ બુધવારે સાંજે બીજા તબક્કાના પ્રચારનો અંત આવ્યો હતો.

આજે કેરળની તમામ 20 બેઠકો ઉપરાંત કર્ણાટકની 28માંથી 14 બેઠકો, રાજસ્થાનની 13 બેઠકો, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં આઠ-આઠ બેઠકો, મધ્ય પ્રદેશની છ બેઠકો, આસામ અને બિહારમાં પાંચ-પાંચ બેઠકો, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં ત્રણ-ત્રણ સીટો, તેમજ મણિપુર, ત્રિપુરા અને જમ્મુ-કાશ્મીરમાં એક-એક બેઠકો પર મતદાન થશે.

3 વાગ્યા સુધી ક્યાં કેટલું મતદાન થયું?
ચૂંટણી પંચે બપોરે 3 વાગ્યા સુધી મતદાનની ટકાવારી જાહેર કરી હતી. જેમાં સૌથી વધુ મત ત્રિપુરામાં નોંધાયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જેમાં આસામમાં 60.32 ટકા, બિહારમાં 44.24 ટકા, છત્તીસગઢમાં 63.92 ટકા, જમ્મુમાં 57.76 ટકા, કર્ણાટકમાં 50.93 ટકા, કેરળમાં 51.64 ટકા, મધ્ય પ્રદેશમાં 46.50 ટકા, મહારાષ્ટ્રમાં 43.01 ટકા, મણિપુરમાં 68.48 ટકા, રાજસ્થાનમાં 50.27 ટકા, ત્રિપુરામાં 68.92 ટકા, યુપીમાં 44.13 ટકા, પશ્ચિમ બંગાળમાં 60.60 ટકા મતદાન નોંધાયું હતું.

1 વાગ્યા સુધીમાં કયા રાજ્યમાં કેટલું મતદાન થયું?
બીજા તબક્કાની ચૂંટણીમાં બપોરે 1 વાગ્યા સુધીમાં આસામ – 46.31 ટકા, બિહાર – 33.80 ટકા, છત્તીસગઢ – 53.09 ટકા, જમ્મુ – 42.88 ટકા, કર્ણાટક – 38.23 ટકા, કેરળ – 39.26 ટકા, મધ્ય પ્રદેશ – 38.96 ટકા, મહારાષ્ટ્ર – 31.77 ટકા, મણિપુર – 54.26 ટકા, રાજસ્થાન – 40.39 ટકા, ત્રિપુરા – 54.47 ટકા, યુપી – 35.73 ટકા, પશ્ચિમ બંગાળ – 47.29 ટકા મતદાન થયું હતું.

બપોરે 11 વાગ્યા સુધીમાં ત્રિપુરા, છત્તીસગઢ, બંગાળ મતદાનમાં સૌથી આગળ
ત્રિપુરા- 36.42%, છત્તીસગઢ- 35.47%, મણિપુર- 33.22%, પશ્ચિમ બંગાળ- 31.25%, મધ્ય પ્રદેશ- 28.15%, આસામ – 27.43%, રાજસ્થાન- 26.84%,જમ્મુ અને કાશ્મીર- 26.61%, કેરળ- 25.61%, ઉત્તર પ્રદેશ- 24.31%, કર્ણાટક- 22.34%, બિહાર- 21.68%, મહારાષ્ટ્ર- 18.83% મતદાન થયું હતું.

13 રાજ્યોમાં 9 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું?
બીજા ચરણના મતદાનમાં પ્રથમ બેકાકમાં એટલે કે સવારે 9 વાગ્યા સુધીમાં અનુક્રમે ત્રિપુરા- 16.65%, પશ્ચિમ બંગાળ- 15.68%, છત્તીસગઢ- 15.42%, મણિપુર- 14.80%, મધ્ય પ્રદેશ- 13.82%, કેરળ- 11.90%, રાજસ્થાન- 11.77%, ઉત્તર પ્રદેશ- 11.67%, કર્ણાટક- 9.21%, જમ્મુ અને કાશ્મીર- 10.39%, આસામ- 9.15%, બિહાર- 9.65%, મહારાષ્ટ્ર- 7.45% મતદાન થયું હતું.

પીએમ મોદીએ વોટ કરવાની અપીલ કરી

આજનું મતદાન શરૂ થયા બાદ સવારે પીએમ મોદીએ જનતાને વોટ કરવાની અપીલ કરી હતી. PMએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું હતું, ‘આજે મારી લોકસભા ચૂંટણીના બીજા તબક્કાની તમામ બેઠકોના મતદારોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા માટે નમ્ર વિનંતી છે. જેટલું વધુ મતદાન થશે તેટલું જ આપણું લોકતંત્ર મજબૂત થશે. મારી આપણા યુવા મતદારો તેમજ દેશની નારી શક્તિને ખાસ અપીલ છે કે તેઓ ઉત્સાહપૂર્વક મતદાન કરવા આગળ આવે. તમારો મત તમારો અવાજ છે!’

રાહુલ ગાંધીએ વોટ માટે અપીલ કરી હતી

રાહુલ ગાંધીએ પણ દેશની જનતાને મતદાન કરવાની અપીલ કરી હતી. સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં રાહુલ ગાંધીએ લખ્યું કે, ‘આજે આ ઐતિહાસિક ચૂંટણીનો બીજો તબક્કો છે જે દેશના ભાગ્યનો નિર્ણય કરવા જઈ રહી છે. તમારો મત નક્કી કરશે કે આગામી સરકાર થોડા અબજોપતિઓની હશે કે 140 કરોડ ભારતીયોની. દરેક નાગરિકની ફરજ છે કે આજે ઘરની બહાર નીકળીને બંધારણના લડવૈયા બનીને લોકશાહીની રક્ષા માટે મતદાન કરે.

Most Popular

To Top