Vadodara

તગડા પગાર લેતા અધિકારીઓ અને ઢોરપાર્ટીની મીલીભગત : ઢોર પકડવાના નામે લાખો ખંખેરે છે?

વડોદરા: શહેરમાં રખડતા ઢોર કારણે દિનપ્રતિદિન અકસ્માતના બનાવ વધુને વધુ બનતા જ જાય છે. જેને કારણે મેયરની સીધી સુચનાથી પાલિકા દ્વારા શહેરમાં ઢોરને કારણે થયેલ અકસ્માતના બનાવ બાદ મોડે મોડે જાગે છે. વડોદરા શહેરના રોડ રસ્તા પર હજુ પણ રખડતા ઢોર રખડી રહ્યા છે. આજ રોજ માલધારી સમાજના મુકેશભાઈ રબારી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઢોર પકડવા વાળા જ કર્મચારી પૈસા લઈને ઢોર છોડાવી જાય છે.

શહેરમાં રખડતા ઢોરને ઢોર પાર્ટી દ્વારા પકડીને લઇ ગયા બાદ તેને પશુ પલકો દ્વારા છોડાવવા માટે પૈસાની લેતી દેતી કરીને ઢોર છોડાવવામાં આવે છે વધુમાં જયારે શહેરમાં ઢોર પાર્ટીનો ડબ્બો નીકળે ત્યારે તેઓ રબારી અને ભરવાડ લોકો સાથે સેટિંગ કરે છે અને તેઓ ઢોર પાર્ટીના જ કર્મચારી નરેશભાઈ સબરી ને ઢોર છોડાવવા માટે હવાલો આપેલો છે તેમાં નરેશભાઈ રબારી પોતાની પાસે પાસે પૈસા આવી ગયા છે તેવું કહેતા સંજય રાજપૂત દ્વારા પકડાયેલા ઢોર છોડી દેવામાં આવે છે.

જયારે વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દોર પાર્ટી દ્વારા પકડાયેલા ઢોર પોતાના ઘરે પણ રાખે છે અને તેનું રજીસ્ટ્રેશન નથી અને તે દૂધનું વેચાણ પર કરે છે અને તેઓ ફતેપુરા દૂધ મંડળીમાં દૂધ ભરે છે તેમજ રબારી અને ભરવાડ સમાજ જોડે ગેરકાયદેસરના રૂપિયા પણ પડાવે છે. તેમજ સંજયભાઈ ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને માથાભારે ઇસમ છે. તેમ મુકેશભાઈ રબારી દ્વારા જણાવ્યું હતું. આ અંગે પાલિકા સંજય રાજપૂત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે તેવી તેમને માંગ કરી હતી. આમ જો પાલિકાના જ કર્મચારી પર આવા આક્ષેપ થતા હોય તો રખડતા ઢોરનો ત્રાસ યથાવત જ રહેશે તેવું લાગી રહ્યું છે. જો પાલિકા દ્વારા આ વિષે કડકડાઈ થી અને યોગ્ય તપાસ કરે તો કેટલાક મોટા અધિકારીઓની સંડોવણી બહાર આવે તેવું લોક મુખે ચર્ચાય રહ્યું છે.

તથ્ય નીકળશે પછી કાર્યવાહી કરવામાં આવશે
આજ રોજ કેટલાક પશુપાલકો મારી પાસે આવ્યા હતા અને જણાવ્યું હતું કે ઢોર પાર્ટીના કેટલાક કર્મચારી દ્વારા આર્થિક વ્યવહારની વાત કરી હતી જેથી મેં અધિકારીને તપાસ કરવાના આદેશ આપ્યા હતા અને જો આમાં કોઈ સત્ય બહાર આવશે તો તેનું વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ડો. હિતેન્દ્ર પટેલ, સ્થાયી ચેરમેન

એટલે જ લોકો મારી પર આક્ષેપ કરે છે
મેં કોઈ પૈસાની લીધા નથી એ લોકો મારી કામગીરી વધુ ઢોર પકડવાની હોવાથી મારી પર આવા આક્ષેપ કરવામાં આવ્યા છે. જો મારા ઢોર પકડવા આવે તો મેં મારી ટીમને ના કહું પણ બીજી ટીમને મારાથી કઈ રીતે ના કહેવાય એટલે આ તો મારી વધુ ઢોર પકડવાની કામગીરી છે અટેલે આ લોકો મારી પર ખોટા આક્ષેપ કરી રહ્યા છે. – મુકેશ રબારી, માલધારી

Most Popular

To Top