SURAT

સુરત મેટ્રો માટે હવે આ મશીનની મદદથી ઝડપથી અંડરગ્રાઉન્ડ ટનલ બનાવાશે

સુરત: સુરતમાં મેટ્રો રેલ (Surat Metro Rail) માટે અંડરગ્રાઉન્ડ ટનલ (Under Ground Tunnel) બનાવવા માટેના કોન્ટ્રાક્ટર (Contractor) જે.કુમાર ઈન્ફ્રાપ્રોજેક્ટ્સના બે ટનલ બોરિંગ મશીન (Boring Machine) દ્વારા ગત અઠવાડિયે ફેકટરી એકસેપ્ટન્શ ટેસ્ટ પાસ કરી લેવામાં આવ્યા છે. આ સાથે જ આગામી દિવસોમાં આ ટનલ બોરિંગ મશીન દ્વારા સુરતમાં મેટ્રો રેલ માટેના પ્રથમ ફેઝમાં 3.56 કિમી. માટે સુરત રેલવે સ્ટેશનથી (Surat Railway Station) ચોકબજાર રેમ્પ સુધીમાં અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. અગાઉ આ મશીનનો ઉપયોગ દિલ્હી મેટ્રોમાં (Delhi Metro) કરવામાં આવ્યો હતો.

  • સુરતમાં જે.કુમાર ઈન્ફ્રાપ્રોજેક્ટ્સને સુરત રેલવે સ્ટેશન, મસ્કતિ હોસ્પિ. તેમજ ચોકબજારના 3 ભુગર્ભ સ્ટેશનનો સમાવેશ કરતી મેટ્રો રેલ તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે
  • S25 અને S26 તરીકે ઓળખાતા આ ટનલ બોરિંગ મશીન દ્વારા દિલ્હીમાં પણ મેટ્રો માટે ટનલ બનાવવામાં આવી હતી

S25 તેમજ S26 તરીકે ઓળખાતા આ મશીન દ્વારા દિલ્હીમાં હઝરત નિઝામુદ્દીનથી લાજપત નગર સુધી ટનલ બનાવવામાં આવી હતી. બાદમાં આ મશીન દ્વારા દિલ્હીમાં મુંડખા ખાતે મુકી દેવામાં આવ્યું હતું. હવે આ મશીનને સુરતના પાલનપોર ખાતે મુકીને તેનું રિસ્ટોરેશન તેમજ એસેમ્બલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ડિસે., 2020માં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (Gujarat Metro Rail Corporation) દ્વારા જે.કુમાર ઈન્ફ્રાપ્રોજેક્ટસને સુરતમાં મેટ્રો રેલ માટે પ્રથમ ફેઝનો રૂપિયા 941.80 કરોડના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં ચોકબજાર, મસ્કતિ હોસ્પિટલ તેમજ સુરત રેલવે સ્ટેશન સહિતના 3 સ્ટેશનોનો સમાવેશ કરતા મેટ્રો રેલના 21.61 કિ.મી.ની કામગીરીનો સમાવેશ થાય છે. આ ત્રણ સ્ટેશનને ભુગર્ભમાં બનાવવામાં આવનાર છે.

સુરતના મહત્વના પ્રોજેક્ટ મેટ્રો માટે મોટા પીલર મુકાયા
સુરતમાં મેટ્રો રેલ (Metro Rail) માટે કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. મેટ્રો રેલના પ્રથમ રૂટ માટે હાલમાં જોરશોરથી કામગીરી ચાલી રહી છે. જીએમઆરસી (GMRC) દ્વારા મેટ્રોના પ્રથમ રૂટ (Route) માટે કાપોદ્રાથી શરૂ કરીને છેક ડ્રીમ સિટી (Dream City) સુધી ટ્રેક તૈયાર કરવા માટે કામગીરી ચાલી રહી છે. તેમજ સારોલીથી ભેંસાણ સુધીનો આખો બીજો રૂટ બે સેકશનમાં આવરી લેવામાં આવ્યો છે. બીજા રૂટમાં બે પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. દરમિયાન સુરતના સૌથી મહત્વના ગણાતા મેટ્રો પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અહીં એક રૂટ ઉપર મોટા પીલર મુકવાની કામગીરી કરવામાં આવી હતી.

Most Popular

To Top