Charotar

આણંદમાં આકરા ઉનાળામાં ઝાપટું, ગરમીમાં રાહત પણ ખેતીમાં  નુકસાનની ચિંતા 

તૈયાર પાક ઉપજ મેળવવા ટાણે નુકસાન થવાની ચિંતા પણ પ્રસરી 

(પ્રતિનિધિ) આણંદ તા 26

આણંદ શહેર સહિત જિલ્લામા કેટલાક વિસ્તારોમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે આણંદ શહેર સહિત આસપાસના વિસ્તારમા વરસાદી ઝાપટું પડ્યું હતું.જેથી આકારા ઉનાળામાં ગરમીથી આંશિક રાહત થઇ હતી. પરંતુ તૈયાર પાક ઉપજ મેળવવા ટાણે નુકસાન થવાની ચિંતા પણ પ્રસરી હતી.

હાલમા ઉનાળાની સિઝન સમગ્ર જીલ્લામાં સૂરજદાદા પોતાના પ્રભાવ હેઠળ ધોમધખતી ગરમીથી લોકોને દઝાડી રહ્યા છે. ગરમીનો પારો 40 ડીગ્રીને પાર થઈ રહ્યો છે. ત્યારે  શુક્રવારે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સમગ્ર આણંદ જિલ્લામા આજે વાદળછાયું વાતાવરણ છવાઇ ગયું હતું. ઘટાઘોર વાદળો અને પવનની ગતિ સાથે વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હાલ ઉનાળાની ઋતુમાં ધોમધખતા તાપમાંથી લોકોને થોડીક રાહત મળી છે. જો કે, વરસાદી વાતાવરણ થઈ જતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.

વરસાદી ઝાપટાના કારણે ખેડુતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, બેવડી ઋતુના કારણે રોગચાળો વકરે તેવી પણ શક્યતા છે. હાલ એપ્રિલ મહિનામાં રાજ્યભરમાં હીટવેવની અસર શરુ થતાં ગરમીનો પારો 40 ડીગ્રીની સપાટીએ પહોંચી ગયો છે. આવા ઉંચા તાપમાન વચ્ચે સવારથી આણંદ શહેર સહિત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતુ. સવારના સમયે 8.30 વાગ્યે આણંદ શહેર સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મા કમોસમી વરસાદી ઝાપટુ પડ્યું હતું, વરસાદ વરસતા લોકોએ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મેળવી હતી.

Most Popular

To Top