Charchapatra

૩૦૦ યુનિટ ફ્રી વીજળીનું ગણિત

કેજરીવાલની ગુજરાતમાં સત્તા મળે તો ૩૦૦ યુનિટ ફ્રી વીજળી આપવાની જાહેરાત પછી કોઇક વ્યકિતએ તેનું ગણિત સમજાવ્યું છે, જે આ પ્રમાણે છે. કેજરીવાલ દરેક કનેક્શનને ૩૦૦ યુનિટ વીજળી ફ્રી આપવાની ગેરંટી આપતી જાહેરાત કરે છેઃ ગુજરાતની વસ્તી ૨૦૧૩ ની વસ્તી ગણતરી પ્રમાણે 6 કરોડ. એક કુટુંબમાં 6 માણસોના હિસાબે લગભગ 1 કરોડ કુટુંબો થાય એટલે કે 1 કરોડ કનેકશનો. એક ક્નેકશને 300 યુનિટ ફ્રી .મતલબ 300 કરોડ યુનિટ વીજળી ફ્રી આવવી પડે. ગુજરાતમાં એક મહિનામાં એક યુનિટનો ભાવ 6 રૂપિયા. એટલે 300 કરોડ યુનિટના રૂપિયા થાય 1800 કરોડ. મતલબ એક મહિનાની 1800 કરોડ ની ફ્રી વીજળી થાય.

એક વર્ષની વીજળી ફ્રી થાય.21600 કરોડ રૂપિયા. અને 300 યુનિટ સુધી વીજળી ફ્રી હોવાથી વીજળીનો વપરાશ બેફામ વધશે.એટલે વીજ કાપ પણ થશે એટલે 24 કલાક મળતી વીજળી પણ ડૂલ. શું કેજરીવાલ મહિનાની 300 યુનિટ ફ્રી વીજળીના 1800 કરોડ રૂપિયા અને વર્ષ ના 21600 કરોડ રૂપિયા પોતાની Aap પાર્ટીના ફન્ડમાંથી આપશે. ગુજરાતની જનતાએ સમજવું જોઈએ અને વિચારવું જોઈએ, નહીં તો આ ઠગની ફ્રી ની સ્કીમો આવનારી પેઢીનું નખ્ખોદ કાઢી નાખશે. આ ગણિતમાં તથ્ય છે એવું નથી લાગતું ? સમજવાનું ગુજરાતની જનતાએ છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top