Vadodara

શહેરમાંથી પસાર થતાં તમામ ઓવર બ્રિજ પર ખાડા જ ખાડા

વડોદરા : વડોદરા શહેરમાં હવે ને માત્ર મુખ્ય રસ્તા પરંતુ શહેરમાંથી પસાર થતાં ફ્લાઇ ઓવર બ્રિજ પર પણ ખાડા પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સાથે આ બ્રિજ પરથી વાહન ચલાવવું જોખમી સાબિત થઈ રહ્યું છે. ચોમાસાની સિઝન આવતા જ વડોદરા શહેરના ઘણા મુખ્ય માર્ગો પર ખાડા પડવાનો સિલસિલો વર્ષોથી ચાલતો રહ્યો છે વારંવાર સમાચારમાં અહેવાલો પ્રસારિત થયા બાદ પણ વહીવટી તંત્રના પેટનું પાણી હાલતું ન હોય તે પ્રકારના દ્રશ્યો દર વર્ષે સર્જાય છે શહેરનો ગોત્રી રોડ હોય કે પછી શહેરનો વરણી રોડ દર વર્ષે ખાડાના કારણે વાહન ચાલકો હેરાન થાય છે.

તેમ છતાં પણ કોઈ નક્કર પરિણામ આવે અને રસ્તા નું ઝીણવટ ભર્યું અને ચોકસાઈ ભર્યું કામકાજ થાય તેવી કોઈ બાહેધરી આપનાર વહીવટી તંત્રમાં રહ્યું નથી ત્યારે હવે ન માત્ર વડોદરા શહેરના મુખ્ય રસ્તા પરંતુ શહેરમાં બનાવેલા ફ્લાય ઓવર બ્રિજ પર પણ ખાડા પડવાની બાબત સામે આવી છે હાલ તમે જે દ્રશ્યો જુઓ છો તે વડોદરા શહેરના વડસર બ્રિજના છે આ બ્રિજ શહેરના જીઆઇડીસી વિસ્તારથી નજીક આવેલો છે ત્યારે બ્રિજ પર પડેલા ખાડા જોઈને સમજી શકાય છે કે રસ્તાની હાલત અને કયા પ્રકારનું કામકાજથી આ રોડ બનાવવામાં આવ્યા હશે કારણ કે રોડ ઉપર પડેલા ખાડા સાથે સળિયા પણ દેખાવા લાગ્યા છે ત્યારે જો આ ખાડા મોટા ગામડામાં પ્રવર્તે અથવા તો બ્રિજ પર તૂટવાથી કોઈ જાનહાની સર્જાશે તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે ત્યારે આ બ્રિજ પરથી પસાર થતાં વાહન ચાલકોનું પણ માનવું છે કે આ બ્રિજ સાચા અર્થમાં જોખમી બન્યો છે.

એવું નથી કે વડોદરા શહેરના એક જ ફ્લાય ઓવરબ્રિજ ઉપર આ પ્રકારની પરિસ્થિતિ છે હાલ વડોદરા શહેરમાં ત્રણ નવા બ્રિજ બનવાની વાત પણ મહાનગર સેવા સદન દ્વારા કરવામાં આવી છે, ત્યારે વડોદરા શહેરનો સૌથી જૂનો અને મુખ્ય કહી શકાય તેવો શાસ્ત્રી બ્રિજ જેને પંડ્યા બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે તે બ્રિજ પર પણ પડેલા ખાડા ટ્રાફિકના દ્રશ્યો ઉભા કરે છે સાથે સાથે આ બ્રિજ પરથી પસાર થતી એમ્બ્યુલન્સ હોય કે સ્કૂલ વાન હોય તેને પણ આવકગઢ ઉભી થાય એ પ્રકારના દ્રશ્યો સર્જાય છે અહીંયા પણ પડેલા ખાડા મહાનગર સેવા સદન દ્વારા કરાયેલા વિકાસના દાવાની પુલ ખુલે છે.વિકાસ એટલે માત્ર એ નથી કે જે શબ્દોમાં વર્ણન થાય વિકાસ એટલે સાચા અર્થમાં મળતી જનતાની સુવિધાઓ મહાનગરના માથે મુખ્ય કહી શકાય તેવી કેટલી જવાબદારીઓ છે તો રોડ રસ્તા ગટર પાણી અને વીજળી આવી જો સામાન્ય બાબતો પણ રાજ્યના મહાનગરો માના એક એવા વડોદરા શહેરમાં આપવામાં જો સેવાસદન નિષ્ફળ જશે તો ચોક્કસથી નાગરિકોની નારાજગી પણ સામે આવશે.

Most Popular

To Top