Vadodara

પિયરમાંથી રૂપિયા લઇ આવ કહી ત્રાસ આપતા પતિ સહિત સાસરીયા સામે ફરિયાદ

વડોદરા : શહેરમાં પરિણીતાને તેના સાસરિયા પિયરમાંથી પૈસા લઈ આવવા માંગણી કરી અમાનુષી ત્રાસ આપતા હતા. પતિ અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ રાખી પોતાની પત્નીથી છુપાવતો હતો. પરિણીતાએ વડોદરા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. શહેરના કપુરાઈ વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેના પતિ મંદાર પ્રવિણભાઈ પ્રજાપતિ, સાસુ તરૂલતાબેન પ્રજાપતિ(બંને રહે, સરદાર પટેલ હાઈટ્સ, સમતા) તથા હિનાબેન દક્ષેશકુમાર શાહ(રહે, સ્વામિનારાણ મંદિર પાસે, તરસાલી) વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, વર્ષ 2019માં મારા લગ્ન મંદાર સાથે થયા હતા. લગ્ન પહેલા પતિએ જણાવ્યુ હતું કે, મને કોઈ જાતનું વ્યસન નથી કે મારા અગાઉ કોઈ સ્ત્રી સાથે સંબંધ ન હતા. ત્યારે લગ્ન બાદ એક સ્ત્રી સાસરિમાં આવી પહોંચી હતી અને અચાનક ઘરમાં આવી હું સ્યુસાઈડ કરી લઈશ અને સ્યુસાઈડ નોટ ઉપર તારૂ નામ લખી દઈશ.

જેથી આ સમગ્ર મામલે મે પતિ અને સાસુને તે સ્ત્રી અંગે પુછતા તેઓએ ઉડાવ જવાબ આવ્યો હતો. તેમા પતિએ જવાબ આપ્યો હતો કે, મારા જીવનમાં ફક્ત તારૂ જ મહત્વ છે અને તે સ્ત્રી મારા પાછળ પ્રેમમાં પાગલ છે. તેમ જણાવી નાટક ભરી રીતે વાત ટાળી નાખી હતી.સાસરિયા જણાવતે કે, તુ તારા બાપના ઘરેથી કાંઈ લાવી નથી અને અમારા માથે પડી છે. જણાવી મહેણાટોણા મારતા હતા. હું નાદુરસ્ત હોવ અને સાસરિયા દવાનો ખર્ચ તારા પિતાના ઘરેથી મંગાવી લે તેમ જણાવતા હતા. ત્યારબાદ એક અન્ય સ્ત્રીનો ફોન આવ્યો હતો જેમાં તે અગાઉની પણ સ્ત્રી કોન્ફરન્સમાં હતી. જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, મંદારનું મારી સાથે 10 વર્ષથી સંબંધ ચાલે છે અને એકબીજાને પ્રેમ કરીએ છીએ, ઘણી વાર અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ બનેલા છે. તેમજ સાસરિયા મારી માતાને ફોન કરી પૈસાની માંગણી કરતા હતા. ઉપરોક્ત ફરિયાદને લઈ પોલીસે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top