બેંગલુરુ: કર્ણાટકમાં (Karnatak) ચૂંટણી (Election) પ્રચાર દરમ્યાન આ રાજ્ય માટે સાર્વભૌમત્વ શબ્દનો ઉપયોગ કરવા બદલ ભાજપ (BJP) આજે ચૂંટણી પંચ સમક્ષ ગયો...
મુંબઈ: ઓસ્ટ્રેલિયા (Australia) સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની (ડબ્લુટીસી) ફાઈનલમાં મેચ માટે બીસીસીઆઈએ (BCCI) કે એલ રાહુલની જગ્યાએ વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશનને પસંદ કર્યો...
ગાંધીનગર: મહેસાણામાં (Mehsana) મરચાના પાઉડરમાં (Chilli powder) થતી ભેળસેળનું કૌભાંડ (SCAM) ઝડપી લઈને ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઈન્ટેલિજન્સ અધિકારીઓની ટીમે રૂપિયા...
ગાંધીનગર: ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા VVIP બંદોબસ્ત માટે એસેસ કંટ્રોલ, એન્ટી સેબોજેટ ચેકિંગ, બેગેજ સ્ક્રીનિંગ સહિતની વિવિધ ટેકનોલોજી આધારિત સાધન સામગ્રી...
અમદાવાદ: વર્લ્ડ થેલેસેમિયા ડે અને વર્લ્ડ રેડ ક્રોસ (World Red Cross) રેડ ક્રેસેન્ટ ડે (Red Crescent Day) પ્રસંગે અમદાવાદમાં (Ahmedabad) થેલેસેમિયા મેજર...
અમદાવાદ: મહિલાઓ માટે સુરક્ષિત અને અનુકૂળ ધંધા – સ્વરોજગાર વાતાવરણ અને મહિલા કર્મચારીઓને રોજગાર આપવામાં ભાજપ (BJP) સરકાર નિષ્ફળ નિવડી છે. રસોઈથી...
ગાંધીનગર: રાજય સરકારે આજે મહાત્મા મંદિર ખાતે મેન્ગ્રુવના વાવેતર અને સંરક્ષણનાં ક્ષેત્રે દેશનું નંબર-૧ રાજ્ય બનાવવાની નેમ સાથે મેન્ગ્રુવના વાવેતર તેમજ સંરક્ષણ...
ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) આગામી તા.12મી મેના રોજ ગાંધીનગરમા (Gandhinagar) બે મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપવા આવી રહ્યાં છે. જેના...
નવી દિલ્હી: એશિયા કપ 2023 (Asia Cup-2023) કયાં રમાશે તેનાં સ્થળ માટે છેલ્લાં કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ભારતે એશિયા કપ...
સુરત: (Surat) સુરત શહેરમાં કોલ ડ્રોપ (Call Drop) અંગેની વ્યાપક ફરિયાદ ઉઠતાં મોબાઈલ (Mobile) કંપનીઓ પણ મુંઝવણમાં મુકાઈ હતી અને તેનું યોગ્ય...
બીલીમોરા: (Bilimora) ચીમલા ગામના (Village) ઉપસરપંચ ઉપર કરાયેલા જીવલેણ હુમલામાં પકડાયેલા 8 આરોપીઓને સાથે રાખીને પોલીસે (Police) તેઓને શહેરમાં ફેરવી ગુનેગારોને શાનમાં...
નવી દિલ્હી : 23 એપ્રિલથી ધરણા (Strike) પર બેસેલા કુશ્તીબાજો બ્રિજ ભૂષણ સિંહની ધરપકડની માગ કરી રહ્યાં છે. કુશ્તીબાજોનાં સમર્થન માટે ખાપ...
પલસાણા: (Palsana) ગુજરાતમાં દારૂબંધીના (Prohibition of Alcohol) લૂલા અમલ વચ્ચે પલસાણાથી રૂ. 31.44 લાખનો દારૂ (Liquor) ઝડપાયો છે. જેમાં કડોદરા જીઆઈડીસી પોલીસે...
નવી દિલ્હી: તમિલનાડુ (Tamilnadu) પછી પશ્ચિમ બંગાળમાં પણ “ધ કેરળ સ્ટોરી” થિયેટરોમાં ન બતાવવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. મમતા બેનર્જીએ...
રાજપીપળા: (Rajpipla) રાજપીપળા શહેરના સિંધીવાડ વિસ્તારમાં રહેતા એક ઈસમ પર તેના જ સાળાએ નજીવી બાબતે ચપ્પુના (Knife) ઘા મારી જીવલેણ હુમલો કરતાં...
ગુજરાત: ગુજરાતનાં (Gujarat) સરકારી કર્મચારીઓ (Government employees) ખાનગી કંપની વીઆઈ (VI) એટલે કે વોડાફોન અને આઈડિયાનાં પોસ્ટપેડ નંબરનો ઉપયોગ કરતાં હતા ત્યારે...
પલસાણા: (Palsana) કનકપુર કનસાડ સુરત ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહેતો અને પલસાણાની મિલમાં નોકરી કરતો ૨૬ વર્ષીય યુવક, ગત રોજ તેની બાઇક...
કામરેજ: (Kamrej) સુરતના એક રત્નકલાકારનું (Diamond Worker) અબ્રામાંની નહેરમાં (Canal) ડૂબી જવાથી મોત થયું હતું. રવિવારે હિરાના (Diamond) કારખાનામાં રજા હોવાથી ત્રણ...
નવી દિલ્હી: ચક્રવાતી તોફાન મોચા ઝડપથી આગળ વધી રહ્યું છે. તોફાનને લઈને ભારત હવામાન વિભાગે (IMD) એ કહ્યું કે, મોચા તોફાન કંઈ...
નવી દિલ્હી: આજે જાહેર થયેલા સંયુક્ત રાષ્ટ્ર (UN) ના એક રિપોર્ટમાં અફઘાનિસ્તાન(Afghanistan)માં તાલિબાનની ટીકા કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રએ અફઘાનિસ્તાનમાં આપવામાં આવતી...
નવી દિલ્હી: કેનેડાના (Canada) આલ્બર્ટાના (Alberta) વિશાળ જંગલોમાં (WildFire) આગ ફાટી નીકળી છે. આગ એટલી વિકરાળ છે કે જંગલની આસપાસના વિસ્તારોમાં રહેતા...
અમદાવાદ: (Ahmedabad) બિહારના (Bihar) ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ (Tejasvi Yadav) ‘દો ગુજરાતી ઠગ હૈ’ ટિપ્પણી મામલે ભેરવાયા છે. ગુજરાતીઓના અપમાન સામે એક સામાજિક...
નવી દિલ્હી: બેંકિંગ અને કન્ઝ્યુમર શેરોમાં થયેલા વધારાને કારણે સોમવારે ભારતીય શેરબજારો 1 ટકાથી વધુ ઉછળ્યા હતા. અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેતો વચ્ચે એપ્રિલની...
નવી દિલ્હી: અમેરિકાના (America) સાઉથ ટેક્સાસમાં (South Texas) એક ગોઝારો અકસ્માત (Accident) થયો છે. અહીં બસ સ્ટોપ પર ઉભેલા શરણાર્થીઓના જૂથને એક...
ગૃહ પ્રધાન અમિત શાહે નવી દિલ્હીમાં ગયા નવેમ્બરમાં આપેલા એક પ્રવચનમાં વિદ્વાનોને કહ્યું હતું કે ઇતિહાસને યોગ્ય રીતે અને ભવ્ય રીતે રજૂ...
પુતિનને મારી નાખવા માટે યુક્રેને ડ્રોન મોકલી જાન લેવા હુમલો કર્યો હતો તેવા રશિયાના આક્ષેપ અને યુક્રેનના પ્રતિઆક્ષેપો ચાલ્યા કરે છે. મૉસ્કોનો...
અંગ્રેજ સરકારે ભારતમાં શરૂ કરેલી ટપાલ સેવા એ એક આદર્શ અને ઉત્તમ સંદેશા વ્યવહારની વ્યવસ્થા હતી. સંદેશા વ્યવહારનું તમામ કામકાજ ટપાલ સેવાના...
રામદેવ પીરના મંદિરમાં એકત્રીત થયેલ મેઘવાળ જનતાએ ઠરાવ્યું કે બારમું કરવું તદ્દન બિનજરૂરી છે. જેમના ઘરમાં મરણ થાય છે તેમાં ઘણાંની આર્થિક...
સુરત : તાજેતરમાં ‘બાગેશ્વર સરકાર’ (Bageshwar Sarkar) વિવિધ રીતે ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. ત્યારે દેશના જુદા જુદા શહેરોમાં બાગેશ્વર સરકારના કાર્યક્રમો...
વલસાડ : જીવનની આ ઘટના ક્યારેય ભુલાઇ એવી નથી. ચારો તરફ આક્રંદ સાથે રૂદન સાથે સાથે ફાયરિંગનો (Firing) ધમધમાટ જાણે કોઇ મોલમાં...
CBSEની તમામ સ્કૂલોમાં કોમ્પોઝિટ સ્કિલ લેબ ફરજિયાત
કાનપુરમાં દિલ દહોળી દેતી ઘટના
વડોદરા બનશે ‘ક્રિએટિવ સિટી ઓફ ડિઝાઈન’, વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે ‘DACH વડોદરા’ પ્લેટફોર્મનો ભવ્ય પ્રારંભ
સુરત LCBનું ગુપ્ત ઓપરેશન સફળ
સોનુ ₹48,000 સસ્તુ, ચાંદી હાઇ લેવલથી ₹1.81 લાખ નીચે: જાણો 24 કેરેટ સોનાનો તાજો ભાવ
ઉધના રેલવે સ્ટેશન પર ભીડ બેકાબૂ
ગોવાની સાધ્વી સતીષ સૈલ બની Miss India 2026
અજિત અગરકર 2027 સુધી રહેશે ચીફ સિલેક્ટર?
“મોદીજી એ ભાષણમાં કોંગ્રેસનું નામ 59 વખત લીધું,
આજે અક્ષય તૃતીયા
‘ધુરંધર-2’માં સુસાઇડ બોમ્બરનું પાત્ર ભજવનાર કલાકાર ગુજરાતી?
કોલકાતા ડેપ્યુટી કમિશ્નર શાંતનુ સિંહા બિસ્વાસના ઘરે EDની રેડ
ડાન્સ પ્લસમાં રાઘવ જુયાલને કિસ કરતી વખતે અસહજ લાગી હતી: શક્તિ મોહનનો ખુલાસો,“આ બધું સ્ક્રિપ્ટેડ હતું”
‘હોર્મુઝ બંધ છે, પાછા વળી જાઓ’
આજ થી શરૂ થશે ચારધામ યાત્રા
‘ધુરંધર’ પછી બદલાઈ ગઈ ગૌરવ ગેરાની ઓળખ!
Sunrisers Hyderabad ની રોમાંચક જીત
ફતેપુરા સાંઈદીપ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝલ નામની દુકાનમાં ભીષણ આગ,બે વ્યક્તિઓનું રેસ્ક્યુ
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો – ઓપરેટિવ બેંકની સિસ્ટમ હેક કરીને 7.34 કરોડ ઉપાડી લેવાના કૌભાંડનો પર્દાફાશ, 4 આરોપીઓ ઝડપાયા
ગુજરાત ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ ને મળી મોટી સફળતા : આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગના ૬ સાગરીતો ઝડપાયા, ₹૨૧૦ કરોડના કૌભાંડનો પર્દાફાશ
સૌરાષ્ટ્રમાં હર્ષ સંઘવીનો હુંકાર – ‘ગુજરાતની પ્રજા અને ભાજપ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર, અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા સબક શીખવશે’
ગુજરાત પોલીસનું ઓપરેશન : ડ્રગ્સ માફિયાઓ પર ‘PIT NDPS’નો કોરડો વિંઝાયો , વધુ 5 રીઢા આરોપીઓ જેલના સળિયા પાછળ
રાજકીય પક્ષો પોતાના પદને શોભાવે તેવી મહિલાઓને ટિકીટ આપશે તો જ મહિલા અનામત બિલ સાર્થક બનશે
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મતદાન પહેલા જ ભાજપનો દબદબો , 730 બેઠકો બિનહરીફ જાહેર
હિંમતનગરમાં મુખ્યમંત્રી – ‘હવે ચૂંટણીઓ જ્ઞાતિ-જાતિ કે પરિવારવાદ પર નહીં, માત્ર વિકાસની રાજનીતિ પર લડાય છે’
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ પર એનસીબીનો પ્રહાર: હેરોઈન સાથે પકડાયેલી ફિલિપાઈન્સની મહિલાને ૨૦ વર્ષની સખત કેદ
ગાંધીનગરના કલોલ તાલુકા પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારો પર દબાણના આક્ષેપ- ચૂંટણી પંચને ફરિયાદ
RTE પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા વધારાઈ
બિહારના સીએમને મારી નાખવાની ધમકી આપનારસાણંદથી ઝડપાયો
અમદાવાદમાં આવેલા આસારામનો આશ્રમ તોડી પડાશે, હાઈકોર્ટે અપીલ ફગાવી
બેંગલુરુ: કર્ણાટકમાં (Karnatak) ચૂંટણી (Election) પ્રચાર દરમ્યાન આ રાજ્ય માટે સાર્વભૌમત્વ શબ્દનો ઉપયોગ કરવા બદલ ભાજપ (BJP) આજે ચૂંટણી પંચ સમક્ષ ગયો હતો અને કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી સમક્ષ પગલા ભરવા માગ કરી હતી તથા તેમના પક્ષની માન્યતા રદ કરવાની પણ માગણી કરી હતી. કોંગ્રેસના મલ્લિકાઅર્જુન ખડગેને નોટિસ મોકલવામાં આવી છે જેમાં ભાજપની ફરિયાદ પછી ચૂંટણી પંચે કોંગ્રેસને ખુલાસો કરવા અને સોશ્યિલ મીડિયા પોસ્ટ સુધારવા જણાવ્યું છે. ચૂંટણી પંચે ખડગે પાસેથી ખુલાસો માંગ્યો છે. ચૂંટણી પંચનું કહેવું છે કે આ રાજકીય પક્ષો દ્વારા લેવામાં આવેલા શપથનું ઉલ્લંઘન છે.
કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવના વડપણ હેઠળના ભાજપના એક પ્રતિનિધિમંડળે દિલ્હીમાં ચૂંટણી પંચને એક આવેદનપત્ર આપ્યું હતું. કર્ણાટક એ યુનિયન ઓફ ઇન્ડિયાનું ઘણુ અગત્યનું રાજ્ય છે અને ભારતીય સંઘના કોઇ પણ સભ્યના સાર્વભૌમત્વની હાકલ કરવી તે તેને અલગ કરવા માટેની હાકલ સમાન ગણી શકાય અને તે જોખમી અને હાનિકારક સંજોગોથી ભરપૂર છે એમ પક્ષે જણાવ્યું હતું. આ પ્રતિનિધિમંડળના સભ્યો તરૂણ ચુઘ, અનિલ બલુની અને ઓમ પાઠકે પત્રકારો સાથે વાત કરતા લોક પ્રતિનિધત્વ ધારાને ટાંકીને કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષની માન્યતા રદ કરવી જોઇએ.
ભાજપે કોંગ્રેસના તે ટ્વીટને ટાંક્યું હતું જેમાં એક કહેવાયું હતું કે સોનિયાજીએ ૬.પ કન્નડીગાઓને એક મજબૂત સંદેશો પાઠવ્યો છે કે કર્ણાટકની પ્રતિષ્ઠા, સાર્વભૌમત્વ કે અખંડિતા પર કોઇને ભય સર્જવા દેવામાં આવશે નહીં. ભાજપે બેંગલુરુમાં પણ ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને તેને વિનંતી કરી છે કે સાર્વભૌમત્વ શબ્દ વાપરવા બદલ સોનિયા સામે એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપવામાં આવે. સાર્વભૌમત્વ શબ્દની વ્યાખ્યા એક અલગ દેશ એવી થાય છે અને આનો અર્થ એ થાય કે કોંગ્રેસ માને છે કે કર્ણાટક ભારતથી જુદું છે. આ વિભાજક પ્રકારનું નિવેદન છે અને તે વિભાજક લાગણીઓ જન્માવનારું છે અને લોકોમાં વિસંવાદિતા પેદા કરનારું છે એમ ફરિયાદમાં કહેવાયું છે. ભાજપની ફરિયાદ પછી ચૂંટણી પંચે કોંગ્રેસ વડાને પત્ર લખીને આ બાબતમાં ખુલાસો કરવા જણાવ્યું છે અને તે સાથે જ આઇએનસીના ટ્વીટર હેન્ડલ પર મૂકાયેલા સોનિયાની ટિપ્પણી અંગેની પોસ્ટ સુધારી લેવા પણ જણાવ્યું છે.