Gujarat

ગાંધીનગરના કલોલ તાલુકા પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારો પર દબાણના આક્ષેપ- ચૂંટણી પંચને ફરિયાદ

ગાંધીનગર,

ગાંધીનગરના કલોલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો પર ભારે દબાણ, ધાક-ધમકી અને ગેરબંધારણીય રીતે દખલ કરવામાં આવી રહી છે. તેમના કહેવા મુજબ ઉમેદવારી પત્રકો પાછા ખેંચાવવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે, તેવો આક્ષેપ કરી આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીને કડક પગલા ભરવા માગણી કરી છે.

પ્રદેશ કોગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હત કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો પર ભારે દબાણ, ધાક-ધમકી અને ગેરબંધારણીય રીતે દખલ કરવામાં આવી રહી છે. તેમના કહેવા મુજબ ઉમેદવારી પત્રકો પાછા ખેંચાવવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે.

ખાસ કરીને સાંતેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કોંગ્રેસ ઉમેદવારો પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ મૂકાયો છે. આ સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી થઈ ચૂકી હોવા છતાં તેઓ હજુ પણ ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી ભાજપને લાભ થાય તે રીતે કામ કરી રહ્યા છે.

આ સમગ્ર મામલે કોંગ્રેસ પક્ષે ચૂંટણી પંચ સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી છે. સાથે જ સાંતેજ પોલીસ ઇન્સ્પેક્ટર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની અને ચૂંટણી પ્રક્રિયામાં પોલીસના ગેરકાયદેસર હસ્તક્ષેપ પર રોક લગાવવાની માંગ કરી છે.

Most Popular

To Top