Gujarat

RTE પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા વધારાઈ

ગાંધીનગર: આર.ટી.ઈ. અધિનિયમ-2009 હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1માં મફત પ્રવેશ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાની મુદ્દત લંબાવામાં આવી છે. હવે આ અરજી 23મી એપિલ સુધી કરી શકાશે. શૈક્ષણિક વર્ષ 2026-27 માટે આર.ટી.ઈ. હેઠળની ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 એપ્રિલ 2026ના રોજ રાત્રે 12-00 વાગ્યા સુધી નક્કી કરવામાં આવી હતી. જોકે, હવે વિદ્યાર્થીઓ અને વાલીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે અરજદારો 23 એપ્રિલ 2026, ગુરુવાર સુધી વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે.

Most Popular

To Top