Entertainment

તમિલનાડુ પછી આ રાજ્યમાં પણ  ‘ધ કેરળ સ્ટોરી’ બતાવવા પર પ્રતિબંધ મૂકાયો

નવી દિલ્હી: તમિલનાડુ (Tamilnadu) પછી પશ્ચિમ બંગાળમાં પણ “ધ કેરળ સ્ટોરી” થિયેટરોમાં ન બતાવવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. મમતા બેનર્જીએ રાજ્યના ચીફ સેક્રેટરીને આદેશ આપ્યો છે કે આ ફિલ્મને (Film) બંગાળના થિયેટરોમાંથી ખેંચી લેવામાં આવે. આ નિર્ણય બંગાળમાં હિંસા અને ક્રાઈમની ઘટનાઓ ન ઘટે અને શાંતિ બની રહે તે માટે લેવામાં આવ્યો છે. મમતાનાં આ નિર્ણય પછી ફિલ્મનાં પ્રોડ્યુસર વિપુલ શાહે કહ્યું હતું કે જો રાજ્ય સરકાર અમારી વાત નથી સાંભળી રહી તો અમે કાનૂની પગલા લઈશું.

BJP મનગણત અને ખોટી વાર્તાઓ વાળી બંગાળ ફાઈલ્સ બનાવવા ફિલ્મ મેકર્સને પૈસા આપી રહી છે: મમતા બેનર્જી
મમતાએ આ અંગે બીજેપી પર પ્રહાર કર્યા હતા. તેણે કહ્યું બીજેપી સરકાર પોતાની મનગણત અને ખોટી વાર્તાઓ વાળી બંગાળ ફાઈલ્સ બનાવવા માટે ફિલ્મ મેકર્સને પૈસા આપી રહી છે. ધ કેરળ સ્ટોરી નામની ફિલ્મ બતાવી રહી છે તેની કહાની મનગણંત છે. થોડાં દિવસ પહેલા કેટલાય એકટર્સ બંગાળ આવ્યાં હતા અને તેઓ બંગાળ ફાઈલ્સની તૈયારી કરી રહ્યાં હોય તેવું જણાવ્યું હતું. મમતાએ કહ્યું કે આ લોકો કેરલ અને ત્યાના લોકોના માનને હાનિ પહોંચાડી રહ્યાં છે. હવે આ લોકો બંગાળના માનને હાનિ પહોંચાડવા માગે છે. તેણે કહ્યું શા માટે બીજેપી સામાજ માટે સંકટ ઉભું કરી રહ્યાં છે? આવું કામ કરવું શું કોઈ રાજકીય પાર્ટીનું કામ છે? આવું કામ કરવાનો હક તેઓને કોણે આપ્યો છે.

તામિલનાડુમાં પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકાયો
તમિલનાડુ મલ્ટીપ્લેક્ષ એસોસિયેશન દ્વારા ધ કેરળ સ્ટોરીને ત્યાંના થિયેટરોમાં ન બતાવવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાછળનું કારણ આપતા તેઓએ કહ્યું કે ફિલ્મ લો એન્ડ ઓર્ડર સામે ખતરો સમાન છે. ઉપરાંત જનરલ પબ્લિક તરફથી આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો નથી.

શા માટે ફિલ્મ પર બેન મૂકવાની માગ હતી?
આ ફિલ્મમાં કેરળમાં છોકરીઓને ધર્મ પરિવર્તન કરવા અને તેમને ISISમાં જોડાવા માટે મજબૂર કરવામાં આવતી વાર્તા બતાવવાનો દાવો કરવામાં આવ્યો છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થયું ત્યારથી જ ‘ધ કેરળ સ્ટોરી’ પર ઘણો વિવાદ થયો હતો અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.

Most Popular

To Top