Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આયોજીત મહિલા અંડર-19 વન ડે ક્રિકેટ ટૂર્નામેન્ટ (under 19 one day cricker tournament) માટે સુરત (Surat)ની રાજવી પટેલ (batting all rounder) , ઝીલ મીઠાઇવાલા (spinner all rounder), જયા રામુ (pace bowler all rounder) અને કિષ્ના પટેલ (pace bowler all rounder) ગુજરાતની મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થઇ છે.

આ ટૂર્નામેન્ટ રાજકોટ (Rajkot) મુકામે 28 સપ્ટેમ્બરથી રમાશે. આ તમામ ખેલાડીઓ ચીફ સિલેકટર ભુમિ માખનિયા, પુર્વી પટેલ તથા હેડ કોચ પ્રતિક પટેલ અને કોચ પ્રજ્ઞા ચૌઘરીનાં દેખરેખ હેઠળ તાલીમ લે છે . પસંદગી પામેલી સુરતની ચાર ખેલાડીઓમાંથી રાજવી પટેલ નાની હતી ત્યારથી ક્રિકેટ રમે છે અને તેણે ક્રિકેટ રમવાની શરૂઆત ઘર પાસે છોકરાઓ સાથે કરી હતી અને નવમા ધોરણથી તે લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરે છે, હાલ બારમા ધોરણમાં ભણતી રાજવી ઓપનીંગ બેટ્સવુમન છે અને તે વોલીબોલમાં પણ ડિસ્ટ્રીક્ટ લેવલે રમી ચુકી છે. જ્યારે ઝીલ મિઠાઇવાલા પોતાના મામાની સાથે ક્રિકેટ રમતા શીખી હતી. સ્પીન બોલિંગ ઓલરાઉન્ડર ઝીલે પ્રેક્ટિસ મેચોમાં કરેલા સારા દેખાવને કારણે તેની પસંદગી થઇ છે.

જયા રામુને ક્રિકેટનો એવો શોખ છે કે તેણે સિલેકશન હોવાના કારણે ધોરણ-12ની પરીક્ષા છોડી હતી. મુળ દીવની જયા સ્કુલ લેવલે દીવથી દમણ સુધી ક્રિકેટ ટૂર્નામેન્ટ રમવા આવતી હતી. ક્રિષ્ણા પટેલનો તો પરિવાર આખો ક્રિકેટ રમતો હોવાથી તેને પણ એ શોખ જાગ્યો હતો. પિતા, કાકા અને ભાઇ ત્રણેને ક્રિકેટ રમતા જોઇને ક્રિકેટ રમતી થયેલી ક્રિષ્ણાનું પણ પ્રેક્ટિસ મેચોમાં સારું પ્રદર્શન રહ્યું છે. આ ચાર ખેલાડીઓને એસડીસીએના પ્રમુખ હેમંતભાઇ કોન્ટ્રાકટર, મેન્ટર કનૈયાભાઇ કોન્ટ્રાકટર, સિનીયર ઉપપ્રમુખ નરેન્દ્ર પટેલ, જુનીયર ઉપપ્રમુખ એસ. એ. રાવલ, મંત્રી હિતેશ પટેલ ( ભરથાણા ), ખજાનચી સીએ મયંક દેસાઈ, ક્રિકેટ સેક્રેટરી ડો. નૈમેષભાઈ દેસાઈ તેમજ મેનેજીંગ કમિટી સભ્યો અને ક્રિકેટ કમિટી સભ્યો મુકેશ દલાલ, રમેશ શાહ, મિતુલ શાહ, દીપ શાહ, સંજય પટેલે અભિનંદન પાઠવ્યા હતા.

મહત્વની વાત છે કે હવે સુરતીઓ પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કસબ અજમાવી રહ્યા છે, ત્યારે સુરતની આ ચાર ઉત્સાહી દિકરીઓ રાષ્ટ્રીય સ્તરે કેવું પ્રદર્શન કરે છે, તેના ઉપર સૌકોઇની નજર રહેશે.

To Top