Madhya Gujarat

દાહોદમાં લૂંટારું ટોળકીનો પ્રયાસ નિષ્ફળ થયો

દાહોદ: દાહોદ શહેરમાં વહેલી સવારના સમયે બનેલ બનાવને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. દાહોદ શહેરમાં આવેલ બુરહાની સોસાયટીમાં ઈન્કમટેક્ષના અધિકારીઓ હોવાનું કહી ચાર લુંટારૂઓ એક વ્હોરા પરિવારના ઘરમાં ઘુસી જઈ પરિવારને બાનમાં લઈ લુંટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યાેં હતો. આ ઘટનાથી વાકેફ થઈ વ્હોરા સમાજના પરિવાર દ્વારા નકલી ઈન્કમટેક્ષ ઓફિસ બની આવેલ ચાર લુંટારૂઓનો પ્રતિકાર કરતાં જેમાંથી બે લુંટારૂઓને પરિવારજનો તેમજ બુમાબુમ થતાં આસપાસના લોકોએ ઝડપી પાડી બંન્ને લુંટારૂઓને બાંધી દઈ મેથીપાક ચખાડ્યો હતો. બનાવની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ કાફલો પણ બુરહાની સોસાયટી તરફ દોડી આવ્યો હતો અને બંન્ને લુંટારૂઓને લઈ રવાના થઈ ગઈ હતી.

જાણવા મળ્યાં અનુસાર, બંન્ને ઝડપી પાડવામાં આવેલ લુંટારૂઓને મેથીપાક ચખાડતાં બે પૈકી એક લુંટારૂને દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ લુંટારૂઓ મહારાષ્ટ્રના હોવાનું બહાર આવ્યું છે ત્યારે આ સમગ્ર મામલે પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે સમગ્ર બુરહાની સોસાયટી તેમજ દાહોદ શહેર પોલીસ મથકે વ્હોરા સમાજના તેમજ દાહોદ શહેરવાસીઓના ટોળે ટોળા વળી ગયાં હતાં.

દાહોદ શહેરમાં આવેલ બુરહાની સોસાયટી ખાતે રહેતાં અને શહેરના ચાર થાંભલા સ્થિત ગુજરાત પ્લાયવુડ નામની હાર્ડવેરની દુકાન ધરાવતાં શબ્રીભાઈ ફિરોજભાઈ લેનવાલા પોતાના બુરહાની સોસાયટી સ્થિત સોસાયટી ખાતે આજરોજ તારીખ ૧૪.૦૯.૨૦૨૧ના રોજ પોતાના પરિવારજનો સાથે હાજર હતાં. શબ્બીરભાઈના પરિવારમાં તેમની પત્નિ ઝૈનબબેન, વિધવા માતા બાનુબેન અને સંતાનમાં બે પુત્રો હાજર હતાં. વહેલી સવારના ૦૯ વાગ્યાના આસપાસ્ પ્રથમ તો બે લુંટારૂઓ તેમના ઘરમાં પ્રવેશ્યાં હતાં અને જાણળા મળ્યાં અનુસાર, શબ્બીરભાઈ તથા તેમના પરિવારજને આ લુંટારૂઓએ પ્રથમ કહેલ કે, તેમના પિતા મૃત્ય પામ્યાં છે તો પરિવારની મુલાકાતે આવ્યાં છે.

આ સાંભળી શબ્બીરભાઈએ પ્રથમ તો તેઓને ઘરમાં બેસાડ્યાં હતાં અને બાદમાં આ બે લુંટારૂઓ દ્વારા પોતે ઈન્કમટેક્ષના ઓફિસર હોવાનું કહી, ઘરમાં તપાસ કરવાની છે અને કાર્યવાહી કરવાની છે તેમ જણાવતાં શબ્બીરભાઈએ કહેલ કે, સારૂં મારા એક સ્વજનને ફોન કરી લઉં તેમ કહેતાં બંન્ને લુંટારૂઓએ શબ્બીરભાઈના કાન પર નકલી બંદુક ધરી દીધી હતી અને આજ સમયે અન્ય બીજા બે લુંટારઋઓ પણ મોકો જાેઈ ઘરમાં ઘુસી ગયાં હતાં અને  ચારેય લુંટારૂઓએ લુંટ ચલાવવાની કોશિષ કરતાં હતાં. પરિસ્થિતીને ભાળી જઈ શબ્બીરભાઈ તથા તેમના પત્નિએ ચારેય લુંટારૂઓનો પ્રતિકાર કરતાં ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયાં હતાં અને બુમાબુમ પણ થઈ ગઈ હતી. ઝપાઝપી થતાં ચાર પૈકી બે લુંટારૂઓ નાસી જવામાં સફળ રહ્યાં હતાં ત્યારે બે લુંટારૂઓને  શબ્બીરભાઈ તથા તેમની પત્નિએ દબોચી લીધાં હતાં અને બુમાબુમ કરી મુકતાં આસપાસના લોકો પણ દોડી આવ્યાં હતાં.

જાણવા મળ્યાં અનુસાર, ઝડપાયેલ બંન્ને લુંટારૂઓને પરિવાર અને સ્થાનીકો દ્વારા ઝડપી પાડ્યાં બાદ તેઓને બાંધી મેથીપાક પણ ચખાડ્યો હતો. ઘટનાની જાણ દાહોદ શહેર પોલીસને કરાતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યાં હતો અને બંન્ને લુંટારૂઓને લઈ રવાના થઈ ગઈ હતી. બે પૈકી એક લુંટારૂઓને મેથીપાકને પગલે દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.સમગ્ર ઘટનામાં નકલી ઈન્કમટેક્ષ ઓફિસર બની આવેલ આ બંન્ને લુંટારૂ પાસેથી નકલી ઈન્કમટેક્ષ આઈડી કાર્ડ, આધાર કાર્ડ સહિતના દસ્તાવેજાે પોલીસને મળી આવ્યાં હતાં.

આ સમગ્ર ઘટના બુરહાની સોસાયટી સ્થિત સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગયાં હતાં બીજી તરફ આ ઘટનામાં મુખ્યત્વે લુંટારૂઓ મહારાષ્ટ્રના હોવાનું સામે આવ્યું છે ત્યારે આ દાહોદના વ્હોરા પરિવારમાં સદસ્યનું મૃત્યુ થયું હોય અને પરિવારની મુલાકાતે આવ્યાં હોવાનું સામે આવતાં લુંટારૂઓને કેવી રીતે ખબર પડી  હશે કે, આ વ્હોરા પરિવારમાં સદસ્યનું મૃત્યું થયું હતું અને તેઓને કેવી રીતે ખબર પડી તે પણ એક પોલીસ તપાસનો વિષય બની રહ્યો છે પરંતુ જે કંઈપણ હોય આ ઘટના હાલ સમગ્ર દાહોદ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન રહેવા પામી છે અને પોલીસે પણ તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કરી ગુન્હાનો મુળ હેતુ શોધી કાઢવા ચક્રોગતિમાન કર્યાં છે.

Most Popular

To Top