Top News

More Posts

   The Latest

Most Popular

મુંબઈ: ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી અને સાઉથ સુપરસ્ટાર પ્રભાસ (Prabhas), કૃતિ સેનન (Kriti Sanon) અને સૈફ અલી ખાન (Saif Ali Khan) સ્ટારર ફિલ્મ ‘આદિપુરૂષ’ (Adipurush)ને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. થોડા દિવસો પહેલા જ રિલીઝ કરવામાં આવેલા મોસ્ટ અવેઈટેડ ફિલ્મના ટ્રેલરને લોકોએ ખૂબ જ પસંદ ર્ક્યુ છે. તેમજ, હવે આ ફિલ્મનું પ્રથમ સોંગ ‘જય શ્રી રામ’ રિલીઝ કરવામાં આવ્યું છે, તે રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર વાઈરલ થવા લાગ્યું છે.

‘જય શ્રી રામ’ સોંગ રિલીઝ
શનિવારે ફિલ્મ ‘આદિપુરૂષ’ના નિર્માતાએ અંતે મોસ્ટ અવેઈટેડ વીડિયો સોંગ ‘જય શ્રી રામ’ને રિલીઝ કરી દીધું છે. મનોજ મુંતશિર શુક્લાના માધ્યમથી લખવામાં આવેલા આ સોંગના લિરિક્સ રૂંવાટા ઉભા કરી દે છે તેવા છે અને દૃશ્યોની સાથે એકદમ પરફેક્ટ લાગે છે. સોંગ માટે સંગીત અજય-અતુલે આપ્યું છે, જે રિલીઝ થતાં જ યૂટ્યુબ પર હિટ થઈ રહ્યું છે.

સોંગ જોઈ નાચવા લાગ્યા ફેન્સ
સોંગના દૃશ્ય દિલને સ્પર્શી જાય તેવા છે. જ્યાં પ્રભાસ શ્રીરામના રોલમાં પરફેક્ટ લાગે છે. તો બીજી બાજુ કૃતિ સેનન સીતાના રોલમાં પોતાની સુંદરતાથી ફેન્સનું દિલ જીતી રહી છે. સોંગના લિરિક્સ સાંભળ્યા પછી અને વીડિયો જોયા પછી ફેન્સ આના પર રિએક્શન આપી રહ્યા છે. એક યૂઝરે કમેન્ટ કરીને લખ્યું કે ‘મનોજ મુંતશિર સરના ડિવાઈન લિરિક્સનને સલામ!’ બીજા એક યૂઝરે લખ્યું કે ‘આદિપુરૂષના મેકર્સ દરેક દિવસે રૂંવાટા ઉભા કરી રહ્યા છે.’ તેમજ અન્ય એક યૂઝરે લખ્યું કે ‘આ ગીતને પેઢીઓ સુધી યાદ રાખવામાં આવશે.’

‘આદિપુરૂષ’ની રિલીઝ ડેટ
ફિલ્મ ‘આદિપુરૂષ’ની વાત કરવામાં આવે તો, ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ મહાકાવ્ય રામાયણ પર આધારિત છે. ફિલ્મમાં રામના રોલમાં પ્રભાસ, સીતાના રોલમાં કૃતિ સેનન અને લક્ષ્મણના રોલમાં સની સિંહ છે તો સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળશે. કૃષ્ણ કુમાર, રાજેશ નાયર, ભૂષણ કુમાર, પ્રસાદ સુતાર અને ઓમ રાઉતના માધ્યમથી નિર્મિત આ ફિલ્મ 16 જૂન 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. 9 મે 2023ના રોજ રિલીઝ કરવામાં આવેલા ટ્રેલરે ફેન્સના ઉત્સાહને વધાર્યો છે. અનેક વિવાદ અને ટ્રોલિંગ થયા બાદ ફિલ્મ ‘આદિપુરૂષ’ ફેન્સની વચ્ચે પોતાની જગ્યા બનાવવામાં સફળ થતી જોવા મળી રહી છે.

To Top