Dakshin Gujarat

ઝઘડિયામાં ચિકન શોપ પર ચિકન ખરીદવા જેવી નજીવી બાબતે થઈ મોટી બબાલ

ઝઘડિયા: (Jhagadia) ઝઘડિયા ખાતે એક ચિકન શોપ (Chicken Shop) પર થોડા દિવસ ચિકન ખરીદીના મુદ્દે ધિંગાણું થતાં ક્રોસ કમ્પ્લેઇનમાં ૯ જણા સામે ગુનો નોંધાયો હતો. સમગ્ર તકરારમાં ચાર દિવસમાં બીજી સામી ફરિયાદ નોંધાતાં નવો વળાંક આવ્યો છે.

ઝઘડિયા ખાતે મહંમદ સુફિયાન મહંમદ ઇકબાલ કુરેશી ચિકનનો ધંધો કરે છે. ગત તા.૧૪મીના રોજ સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં તલોદરા ગામનો અનિલ ઉક્કડભાઈ વસાવા દુકાને આવીને દુકાનદારને એક કિલો ચિકન બાબતે રકઝક થઇ હતી. જે તકરારમાં અનીલ વસાવાને દુકાનદાર મહંમદ સફયાન મહંમદ ઇકલ કુરેશી, તેનો ભાઈ અને અન્ય ચાર જણાએ બેટ વડે માથામાં અને ગાલ ઉપર ફટકા મારતાં ગંભીર ઈજા (હેમરેજ) થવા સાથે આવેલા મહેન્દ્ર શિવાભાઈ વસાવાને કપાળના ભાગે ફટકો માર્યો હતો. આ બાબતે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જે બાબતે ચિકન શોપના દુકાનદાર, તેના ભાઈ સહિત ૬ જણા સામે મારામારી અને એટ્રોસિટી એક્ટનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

જ્યારે આ ઘટનામાં બીજી ફરિયાદ ચિકન શોપના દુકાનદાર મહંમદ કુરેશીએ ચિકન લેવા આવેલા અનિલ વસાવાએ ચિકન લેવા આવતાં તેનાં પીસ અલગ અલગની માંગણી કરતાં તેના ભાવ અલગ અલગમાં વાત કરતાં રમખાણ થયું હતું. આ વાત સાંભળી અનિલ વસાવા ગુસ્સે થઇને દુકાનદાર અને તેના ભાઇ નૂરમહંમદને ગાળો બોલીને કહેવા લાગ્યો હતો કે, તું મને ઓળખતો નથી. હું તારી દુકાન બંધ કરાવી દઇશ એવી ધમકી આપીને ત્યાંથી જતો રહ્યો હતો. બાદ રાતના સાડા આઠ વાગ્યાના અરસામાં અનિલ વસાવા, તેની સાથે મહેન્દ્ર શીવાભાઈ વસાવા નામના ઇસમ સહિત અન્ય એક ઇસમને લઈને ફરી આવ્યા હતા. આ લોકો કંઇ સમજે એ પહેલા અનિલ અને તેની સાથેના માણસોએ દુકાનદાર મહંમદ સુફિયાન કુરેશી અને તેના ભાઇ નૂરમહંમદને દંડા અને બેટના સપાટા માર્યા હતા.

ઝઘડો થતાં લોકો ભેગા થતાં અનિલ અને તેની સાથેના ઇસમો તેમની ગાડી લઇને જતા રહ્યા હતા. ઇજાગ્રસ્ત મહંમદ સુફિયાનને ઝઘડિયા સેવા રૂરલ ખાતે સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. આ અંગે મહંમદ સુફિયાન કુરેશીની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે અનિલ ઉક્કડ વસાવા, મહેન્દ્ર શિવા વસાવા (બંને રહે.,તલોદરા, તા.ઝઘડિયા) તેમજ તેમની સાથેના અન્ય એક અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top