Dakshin Gujarat

પીપોદરામાં દારૂના ધંધાની હરીફાઈમાં માથા ફૂટ્યા, આદિવાસી ફળિયામાં બે પક્ષ વચ્ચે પથ્થરમારો

હથોડા: (Hathoda) પાલોદ આઉટ ઓપીમાં સમાવેશ પીપોદરા જીઆઇડીસી (GIDC) વિસ્તારમાં બુટલેગરો જાણે બેફામ બની ગયા છે. ધંધાની હરીફાઈમાં કાયદાને હાથમાં લેતા પણ અચકાતા નથી. બીજી તરફ વિવાદથી ઘેરાયેલા આ વિસ્તારમાં પોલીસ પણ અંકુશ લાવી શકતી નથી. ત્યારે મોડી રાતે આદિવાસી ફળિયામાં બે પક્ષ સામસામે આવી ગયા હતા. પહેલાં બોલાચાલી બાદ વાત એનાથી પણ આગળ વણસી હતી. અને એક તબક્કે પથ્થરમારો થયો હતો, જેમાં છ જણાંનાં માથાં ફૂટ્યાં હતાં. આ બનાવમાં લોહીથી લથબથ હાલતમાં ઘાયલોને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પથ્થરમારાની આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. અને માંડ મામલો થાળે પડ્યો હતો.

ગાંધીના ગુજરાતમાં એકતરફ દારૂબંધીની ખોખલી વાતો થઈ રહી છે અને બીજી તરફ ગુજરાત સરકાર પણ લઠ્ઠાકાંડને બચાવવા દેશી દારૂનો વેપલો ડામી દેવા માટે મરણિયા પ્રયાસો કરે છે. ત્યારે સુરત જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનના વિસ્તારની પાલોદ આઉટ ઓપીમાં સમાવેશ પીપોદરા જીઆઇડીસી વિસ્તારમાં દારૂ વેચવાની હરીફાઈમાં મોડી રાત્રે બોલાચાલી થયા બાદ આદિવાસી ફળિયામાં બે પક્ષ સામસામે આવી ગયા હતા. અને વાત વણસતાં પથ્થરમારો થતાં ઘર્ષણ સર્જાયું હતું, જેમાં છ જણાનાં માથાં ફૂટ્યાં હતાં અને એકને 30થી વધુ ટાંકા લેવા પડ્યા હતા. કેટલાકને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે નજીકમાં આવેલી પોલીસને જાણ કરવામાં આવતાં દોડતી થયેલી પોલીસ આદિવાસી ફળિયામાં પહોંચી ગઈ હતી. જ્યાં બાખડી રહેલા આદિવાસીઓને માંડ માંડ શાંત પાડ્યા હતા. ઘટના સ્થળેથી પોલીસે કોસાડના ચાર અને પીપોદરાના બે જણાને ઊંચકી લાવી પૂછપરછ શરૂ કરી હતી. મોડી રાત્રે સર્જાયેલા ઘર્ષણમાં સંજય અને અજય સહિત છ જણાને ઇજા થઈ હતી.

પીપોદરા જીઆઈડીસી અને ડાભડિયા ફળિયામાં ધમધમતી દારૂની હાટડીઓ જોખમી
પીપોદરા વિસ્તારમાં ખુદ પોલીસની રહેમનજર હેઠળ દારૂનો ચાલતો વેપલો બંધ કરવા માટે અગાઉ પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કહે છે કે, સ્થાનિક પોલીસને દર મહિને મોટી મલાઈ મળતી હોવાથી જીઆઈડીસી વિસ્તારમાં શ્રમજીવીઓ દારૂના રવાડે બરબાદ થવા છતાં કોઈ ધ્યાન અપાતું નથી. કહેવાય છે કે, પીપોદરા જીઆઈડીસી અને ડાભડિયા ફળિયામાં રોજ સાંજે છ વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી દેશી દારૂની રીતસરની હાટડીઓ ચાલે છે. અને સામાન્ય બનાવો તો રોજ બને છે. પરંતુ પોલીસની ઢીલી નીતિને કારણે ગત રાત્રે મોટું ઘર્ષણ થયું હતું.

ગાંધીનગર સહિત ગુજરાતમાં દેશી દારૂ નો વેપલો નાથવા અધિકારીઓ મરણિયા પ્રયાસો કરે છે ત્યારે
પીપોદરા માં દારૂ વેચવાની બબાલ બાદ આદિવાસી બાખડી પડતા છ ના માથાકૂટ્યા. સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા સ્થાનિક પોલીસ દોડતી થઈ,, કોસાડના ચાર સહિત છ જણાને પોલીસે દબોચી લીધા

પીપોદરામાં દારૂ વેચવા ની હરીફાઈ માં માથાકૂટ થયા બાદ આદિવાસીઓમાં પથરાવ સાથે ઘર્ષણ,, છ ના માથા કૂટ્યા સુરત સિવિલ હોસ્પિટલ ખસેડ્યા,, સ્થાનિક પોલીસ દોડતી થઈ,
હથોડા: ગાંધીના ગુજરાતમાં એકતરફ દારૂબંધીની ખોખલી વાતો થઈ રહી છે અને બીજી તરફ ગુજરાત સરકાર પણ લઠ્ઠાકાંડને બચાવવા દેશી દારૂનો વેપલો ડામી દેવા માટે મરણિયા પ્રયાસો કરે છે. ત્યારે સુરત જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનના વિસ્તારની પાલોદ આઉટ ઓપીમાં સમાવેશ પીપોદરા જીઆઇડીસી વિસ્તારમાં દારૂ વેચવાની હરીફાઈમાં મોડી રાત્રે બોલાચાલી થયા બાદ આદિવાસી ફળિયામાં બે પક્ષ સામસામે આવી ગયા હતા. અને વાત વણસતાં પથ્થરમારો થતાં ઘર્ષણ સર્જાયું હતું. જેમાં છ જણાનાં માથાં ફૂટ્યાં હતાં અને એકને 30થી વધુ ટાંકા લેવા પડ્યા હતા. કેટલાકને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે નજીકમાં આવેલી પોલીસને જાણ કરવામાં આવતાં દોડતી થયેલી પોલીસ આદિવાસી ફળિયામાં પહોંચી ગઈ હતી. જ્યાં બાખડી રહેલા આદિવાસીઓને માંડ માંડ શાંત પાડ્યા હતા. ઘટના સ્થળેથી પોલીસે કોસાડના ચાર અને પીપોદરાના બે જણાને ઊંચકી લાવી પૂછપરછ શરૂ કરી હતી. મોડી રાત્રે સર્જાયેલા ઘર્ષણમાં સંજય અને અજય સહિત છ જણાને ઇજા થઈ હતી.
પીપોદરા વિસ્તારમાં ખુદ પોલીસની રહેમનજર હેઠળ દારૂનો ચાલતો વેપલો બંધ કરવા માટે અગાઉ પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કહે છે કે, સ્થાનિક પોલીસને દર મહિને મોટી મલાઈ મળતી હોવાથી જીઆઇડીસી વિસ્તારમાં શ્રમજીવીઓ દારૂના રવાડામાં બરબાદ થવા છતાં કોઈ ધ્યાન અપાતું નથી. કહેવાય છે કે, પીપોદરા જીઆઇડીસી અને ડાભડિયા ફળિયામાં રોજ સાંજે છ વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી દેશી દારૂની રીતસરની હાટડીઓ ચાલે છે. અને સામાન્ય બનાવો તો રોજ બને છે. પરંતુ પોલીસની ઢીલી નીતિને કારણે ગત રાત્રે મોટું ઘર્ષણ થયું હતું.

Most Popular

To Top