SURAT

મોડલ આપઘાત કેસ: તાનિયા ડિપ્રેશનમાં ન હોવાનું પરિવારના નિવેદનથી પોલીસની મુંઝવણ વધી

સુરત: (Surat) વેસુની મોડલ તાનિયાના આપઘાત (Suicide) કેસમાં પરિવારે તે ડિપ્રેશનમાં ન હોવાનું નિવેદન આપતા પોલીસની મુંઝવણ વધી છે. પોલીસની (Police) તપાસ હવે કોલ ડિટેઇલ અને આડીપીઆર ઉપર કેન્દ્રિત થઈ છે.

  • તાનિયા ડિપ્રેશનમાં ન હોવાનું પરિવારના નિવેદનથી પોલીસની મુંઝવણ વધી
  • પોલીસની તપાસ હવે મોબાઈલ કોલ ડિટેઈલ અને આઈડીપીઆર ઉપર કેન્દ્રિત થઈ

વેસુ ખાતે હેપ્પી એલિગન્સમાં રહેતી મોડલ તાનિયાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાના પાંચ દિવસ પછી પણ પોલીસ આપઘાત પાછળનું કારણ જાણી શકી નથી. પોલીસે તેના પરિવારના સભ્યોથી લઈને તેની છેલ્લે વાત થઈ તે મિત્ર તમામના નિવેદન લીધા છે. પરિવારના નિવેદનમાં તાનિયા ડિપ્રેશનમાં ન હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈને પોલીસની મુંઝવણ વધી ગઈ છે. કારણકે અત્યારસુધી પોલીસ તેણી ડિપ્રેશનમાં હોવાનું સમજીને તપાસ કરતી હતી. પોલીસની તપાસમાં હાલ તાનિયાનો મોબાઈલ સૌથી મહત્વનો છે. મોબાઈલમાં કોલ ડિટેઈલ અને આઈડીપીઆરની વિગતો આવે પછી જ વધારે હકીકત જાણી શકાશે. જો તેમા કોઈ વિગત મળશે તો ક્રિકેટર અભિષેક શર્માને પુછપરછ માટે બોલાવશે તેમ પોલીસે જણાવ્યું હતું. હાલ તપાસ મોબાઈલ પર કેન્દ્રિત છે. કારણકે મોબાઈલમાં ક્રિકેટર સાથેના અનેક ફોટો અને સ્નેપચેટ તથા ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મળી આવ્યા છે.

તમને જણાવી દઈએ કે અભિષેક શર્મા ઓલરાઉન્ડર છે અને આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ તરફથી રમે છે. બીજી તરફ લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તાનિયા સિંહને ફોલો કરે છે. આ અંગે વેસુ પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તાનિયા સિંહ 19 ફેબ્રુઆરીના રોજ સુરતના વેસુ વિસ્તારમાં તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. તે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરતી હતી અને 18 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે ઘરે પરત ફરી હતી.

Most Popular

To Top