Business

સુપ્રીમ તરફથી ક્લીનચીટ મળતા જ અદાણીના શેર્સની કિંમતમાં જબરદસ્ત ઉછાળો

નવી દિલ્હી : અદાણી ગ્રુપ (Adani Group) અને હિન્ડનબર્ગ (Hindenburg) વિવાદ મામલે સુપ્રીમ કોર્ટની (Supreme Court) કમિટી દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટની કમિટી દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં અદાણી ગ્રુપે વર્તમાન નિયમો અને કાયદાઓનું ઉલ્લંધન કર્યુ નથી એમ કહેવામાં આવ્યું છે. આ રિપોર્ટ બહાર પડતાની સાથે જ અદાણી ગ્રુપના શેર્સની કિંમતમાં એકાએક ઉછાળો આવ્યો છે.

પાંચ ટકાની તેજી સાથે માર્કેટમાં ઉપરની સર્કિટ પર જોવા મળ્યા
શુક્રવારની સવારે અદાણી ગ્રુપના શેર માર્કેટમાં તળિયે હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે દ્વારા ક્લીનચીટ આપવામાં આવતા જ અદાણી ગ્રુપના શેરની કિંમતમાં તેજી આવી હતી. અદાણી ગ્રુપના અદાણી પાવર અને અદાણી ગ્રીનમાં 5 ટકાની તેજી સાથે માર્કેટમાં ઉપરની સર્કિટ લાગી હતી.

અદાણી પાવર અને અદાણી ગ્રીનમાં વધારો
અદાણી પાવર અને અદાણી ગ્રીન માર્કેટની શરૂઆતમાં નીચે હતા પરંતુ 1 વાગ્યે તેમાં તેજી જોવા મળી હતી. જેમાં અદાણી પાવર 236.30 રૂપિયા સુધી પહોંચ્યો હતો. જ્યારે અદાણી ગ્રીન 903.55 પર ટ્રેન્ડ થતો જોવા મળ્યો છે. આ સાથે અદાણી ગ્રુપના અન્ય શેર્સમાં પણ તેજી જોવા મળી છે. અદાણી ગ્રુપના અન્ય શેર્સ જેવા કે અદાણી વિલ્મરમાં 7.54 ટકાની તેજી આવી છે. અદાણી વિલ્મર 7.54 ટકા વધીને 406.50 રૂપિયા પર જોવા મળ્યો છે.

અદાણી એન્ટરપ્રાઈઝ 4.27 ટકાના વધારા સાથે 1970.70 પર પહોંચ્યો
અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝમાં 4.27 ટકાનો વધારો થયો છે. જે 1970.70 પર પહોંચ્યો છે. આ સાથે અદાણી પોર્ટ 3.36 ટાકાના વધારા સાથે 687.30 રૂપીયા પર જોવા મળ્યો હતો. અદાણી ટ્રાન્સમિશનના શેરમાં પણ તેજી જોવા મળી રહી છે અને તે પાંચ ટકાના વધારા સાથે અપર સર્કિટ પર અથડાયું છે.

ટોટલ ગેસમાં 1.33 ટકાનો વધારો
જો વાત કરીએ તો ACCમાં 1.56 ટકાના વધારા થયો છે. જે વધારો થતાની સાથે 1739.10 રૂપિયા પર જોવા મળ્યો છે. જ્યારે અંબુજા સિમેન્ટમાં 1.68 ટકાના વધારો જોવા મળ્યો છે. અદાણી ગ્રુપના ટોટલ ગેસના શેરમાં 1.33 ટકાનો વધારો થયો છે.

Most Popular

To Top