National

સુપ્રીમ કોર્ટની આગામી સુનાવણી સુધી જ્ઞાનવાપીમાં કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ પર સ્ટે

નવી દિલ્હી: (New Delhi) સુપ્રીમ કોર્ટે (Supreme Court) વારાણસીના જ્ઞાનવાપી કેમ્પસમાં મળી આવેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ (Carbon Dating) અને સમગ્ર કેમ્પસના વૈજ્ઞાનિક સર્વે પર આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે. આ અંગેની સુનાવણી 7 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી છે અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપીમાં શિવલિંગની આકૃતિની કાર્બન ડેટિંગ કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

  • સુપ્રીમ કોર્ટની આગામી સુનાવણી સુધી જ્ઞાનવાપીમાં કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ પર સ્ટે
  • અલ્હાબાદ હાઈકોર્ટે 12 મેના રોજ જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા કથિત શિવલિંગની ઉંમર નક્કી કરવા માટે અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો
  • જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો

શુક્રવારે અરજીની સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે કહ્યું કે અલાહાબાદ હાઈકોર્ટના આદેશમાં સંબંધિત નિર્દેશોનો અમલ આગામી સુનાવણી સુધી સ્થગિત રહેશે. આ સાથે સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી કેસની સુનાવણી 7 ઓગસ્ટ સુધી ટાળી દીધી છે. ત્યાં સુધી કાર્બન ડેટિંગ પર પ્રતિબંધ ચાલુ રહેશે. અહમદીએ કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ સામે દાખલ કરવામાં આવેલી અપીલ પેન્ડિંગ છે. અલ્હાબાદ હાઈકોર્ટે 12 મેના રોજ જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા કથિત શિવલિંગની ઉંમર નક્કી કરવા માટે અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચ સમક્ષ જ્ઞાનવાપી મસ્જિદ મેનેજમેન્ટ કમિટીના વકીલ હુઝેફા અહમદીએ જણાવ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટે પેન્ડિંગ અપીલનો આદેશ આપ્યો છે. હુઝેફાની રજૂઆતો સાંભળ્યા બાદ બેન્ચે અરજી પર સુનાવણી કરવા સંમતિ દર્શાવી હતી. અગાઉ સુનાવણીમાં, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બનેલી બેંચે જ્ઞાનવાપી મસ્જિદ મેનેજમેન્ટ કમિટિ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હુઝૈફા અહમદીની રજૂઆતોની નોંધ લીધી હતી અને અરજીને શુક્રવારે સુનાવણી માટે સંમત થયા હતા.

હાઇકોર્ટે વારાણસી જિલ્લા અદાલતના એ આદેશને રદ કરી દીધો હતો જે હેઠળ મે 2022 માં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં હાથ ધરાયેલા સર્વેક્ષણ દરમિયાન મળી આવેલા બંધારણના કાર્બન ડેટિંગ સહિત અન્ય વૈજ્ઞાનિક પરીક્ષણો કરવાની માંગ કરતી અરજીને ફગાવી દેવામાં આવી હતી. હાઈકોર્ટે વારાણસીના જિલ્લા ન્યાયાધીશને ‘શિવલિંગ’નું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાની હિંદુ પક્ષની વિનંતી પર કાયદા મુજબ આગળ વધવાનો નિર્દેશ આપ્યો હતો.

Most Popular

To Top