Science & Technology

ટેસ્લા હવે સસ્તી ઈલેક્ટ્રીક કાર બજારમાં લોન્ચ કરશે, ટીઝરે જગાવ્યું કુતૂહલ

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં પોતાની લક્ઝરી અને મોંઘી કારોના નિર્માણ માટે પ્રખ્યાત ટેસ્લા (Tesla) કંપની હવે માસ માર્કેટ માટે સસ્તી ઈલેક્ટ્રીક કાર (Electric Car) લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ટેસ્લાએ હાલમાં જ કંપનીની લોન્ચ થનાર બે ઈલેક્ટ્રીક વાહનોનું ટીઝર પણ બહાર પાડ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટેસ્લા ઈન્ક (Tesla Inc.) એ ડોમેસ્ટીક તેમજ એકસપોર્ટ માર્કેટ માટે તૈયાર છે. ટેસ્લાએ ઈલેક્ટ્રીક કારોના નિર્માણ માટે ભારતમાં એક કારખાનો સ્થાપિત કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.

સૌથી પહેલા ટેસ્લાની લોન્ચ થનાર ઈલેક્ટ્રીક વ્હીકલની વાત કરવામાં આવે તો, ટેસ્લાનું સૌથી નાનું અને સૌથી સસ્તું મોડલ ‘મોડલ 2’ (Model 2) છે. ટીઝર અનુસાર, આ કાર એક હાઈ-રાઈડિંગ ક્રોસઓવર જેવી દેખાય છે. સંભાવના છે કે કંપની આમાં બજારમાં ઉપલબ્ધ મોડલ-Y અને મોડલ-3ની સ્ટાઈલ અને ડિઝાઈન એલિમેન્ટસનો ઉપયોગ કરી શકે છે.

કહેવામાં આવી રહ્યું છે કે, આ કાર સાઈઝમાં નાની રહેશે અને તેને માસ-માર્કેટ માટે તૈયાર કરવામાં આવી રહી છે. તે બજારમાં ઉપલબ્ધ મોડલોની તુલનામાં સસ્તી રહેશે. જેના કારણે તેનુ વેચાણ વધુ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કેટલી બેટરી પેક આપી શકે છે ટેસ્લા?
હાલમાં કંપની તરફથી કોઈ ઓફિશિયલ માહિતી શેર કરવામાં નથી આવી પણ મીડિયા રિપોર્ટસનું માનીએ તો કંપની આમાં અંદાજે 60kWh ની ક્ષમતાની બેટરી પેક આપી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, નવી ટેસ્લાને સબ 50kWh અને અંદાજે 300-350 કિલોમીટર રેન્જની સાથે બજારમાં ઉતારવામાં આવશે. શેર હોલ્ડર્સ બેઠકમાં ટેસ્લા બોસ એલન મસ્કે કહ્યું કે કંપની જલ્દી જ બે નવી ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરશે અને કંપની આ બંને વાહનોનું એક વર્ષમાં પાંચ મિલિયન યૂનિટથી વધુ ઉત્પાદન કરી શકે છે.

ગત દિવસોમાં સમાચાર મળ્યા હતા કે, કંપની ટેસ્લા ઈન્કના સીનિયર અધિકારીઓનો એક ગ્રૃપ ભારત આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ટેસ્લા ઈન્કએ કાર અને બેટરી નિર્માણ માટે ભારત દ્વારા આપવામાં આવી રહેલા પ્રોત્સાહનો વિશે અધિકારીઓ સાથે ચર્ચા કરી છે.

આ રિપોર્ટ પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે, ટેસ્લા ભારતીય બજારમાં પ્રવેશ કરવા માટે અલગ દૃશ્યથી જોઈ રહ્યો છે. કંપનીએ ઈલેક્ટ્રીક વાહન (ઈવી) બનાવવા માટે ભારતમાં એક કારખાનો સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પણ સમાચાર સામે આવ્યા છે કે, ટેસ્લાના અધિકારીઓએ ગુરુવારે ભારતના આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખર સાથે મુલાકાત કરી છે પણ આ વિશે ઓફિશિયલ માહિતી કંપની અથવા મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવી નથી.

જ્યારે એલન મસ્કે કરી હતી ટેક્સમાં છૂટની માંગ
એલન મસ્કે એક વાર સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર પર પોતાની એક પોસ્ટમાં યૂઝરને જવાબ આપતા કહ્યું હતું કે ‘તેઓ ભારતમાં પોતાની ટેસ્લાની કારોને લોન્ચ કરવા માટે સરકાર સાથે સંઘર્ષ કરી રહ્યા છે.’ યૂઝરે એલન મસ્કને ટ્વિટર પર પુછ્યું હતું કે, ‘તેઓ ભારતમાં ટેસ્લાની કારોને ક્યારે લોન્ચ કરી રહી છે.’ તેમજ સરકારે એલન મસ્કના ‘પડકાર’વાળા દાવાઓને ફગાવી દીધા હતા.

કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ‘ટેસ્લાના બોસ એલન મસ્કનું ભારતમાં સ્વાગત છે. જો તેઓ પોતાના વાહનોનું નિર્માણ આપણા દેશમાં કરશે. જો કે, તે શક્ય નથી.  જો તેઓ ચીનમાં નિર્માણ કરી રહ્યા છે અને ભારતમાં માત્ર માર્કેટ ઈચ્છશે તો. ’ ગડકરીએ વધુમાં કહ્યું હતું કે ‘જો મસ્ક કોઈ પણ ભારતીય રાજ્યમાં પોતાનો પ્રોડક્શન પ્લાન્ટ શરૂ કરશે તો જ તેઓ બધી સવલતોનો લાભ મેળવી શકશે.’

Most Popular

To Top