National

રાહુલ ગાંધીએ વાયનાડથી ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કરી મોટી વાત, કહ્યું.. ‘અમારી સરકાર બનશે ત્યારે…

વાયનાડ(Wayanad) : કોંગ્રેસના (Congress) સાંસદ રાહુલ ગાંધીએ (RahulGandhi) વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા પહેલા તેમણે વાયનાડમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રોડ શોમાં લગભગ હજારો લોકોએ ભાગ લીધો હતો.

રાહુલ ગાંધીની આ રેલીમાં તેમની બહેન પ્રિયંકા ગાંધી (PriyankaGandhi) ઉપરાંત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના મહાસચિવ કેસી વેણુગોપાલ અને દીપા દાસ, AICCની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના પ્રભારી કન્હૈયા કુમાર, રાજ્યમાં વિપક્ષ એસેમ્બલી વીડી સતીસન અને કેપીસીસી (કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટી)ના કાર્યકારી પ્રમુખ એમએમ હસન પણ હાજર હતા.

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી વાયનાડ લોકસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે, બીજેપી રાજ્ય એકમના અધ્યક્ષ કે. સુરેન્દ્રન અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI)ના નેતા એની રાજા સામે ચૂંટણી લડશે. કેરળમાં લોકસભા ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન થશે. ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વાયનાડથી ચાર લાખથી વધુ મતોના જંગી અંતરથી જીત્યા હતા.

ઉમેદવારી નોંધાવતા પહેલા રાહુલ ગાંધીએ કર્યો રોડ શો
રાહુલ ગાંધીનો રોડ શો સવારે 11 વાગે શરૂ થયો હતો. તેમણે લોકોને સંબોધિત પણ કર્યા હતા. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, “તમારો સંસદ સભ્ય બનવું એ મારા માટે સન્માનની વાત છે. હું તમને એક મતદાર તરીકે જોતો નથી. હું તમારા માટે એવું જ વિચારું છું અને એવો જ વ્યવહાર કરું છું જેવો વિચાર અને વ્યવહાર હું મારી બહેન સાથે કરું છું. કારણ કે વાયનાડના ઘરોમાં મારી માતા, બહેન, ભાઈ અને પિતા રહે છે.” તેમણે વધુમાં કહ્યું કે, “અમે ન્યાયના નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ. હું સંપૂર્ણ નિષ્ઠા સાથે જનતાની સેવા કરવા માંગુ છું.”

માનવ-પ્રાણી સંઘર્ષ પર રાહુલે આપી પ્રતિક્રિયા
માનવ-પ્રાણી સંઘર્ષ મુદ્દે રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, “રાજ્યમાં માનવ-પ્રાણી સંઘર્ષ અને મેડિકલ કોલેજ બનાવવા જેવા મુદ્દાઓ છે. હું આ લડાઈમાં વાયનાડના લોકોની સાથે ઉભો છું. અમે મેડિકલ કોલેજ બનાવવા માટે સરકાર પર દબાણ લાવવાનો પણ પ્રયાસ કર્યો. મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો પરંતુ કમનસીબે પ્રક્રિયા આગળ વધી શકી નથી. મને વિશ્વાસ છે કે દિલ્હીમાં અમારી સરકાર બનશે અને જ્યારે કેરળમાં પણ અમારી સરકાર બનશે ત્યારે અમે આ મુદ્દાઓને ઉકેલીશું.”

Most Popular

To Top