National

EPFO: લઘુત્તમ બેલેન્સની મર્યાદા 25% થી ઘટાડીને 10% કરાઈ, હવે 90% રકમ ઉપાડી શકાશે

EPFO બોર્ડે પ્રોવિડન્ટ ફંડ (PF) ધારકોને મોટી રાહત આપી છે. હવે PF ખાતામાં બેલેન્સના ઓછામાં ઓછા 25% રકમ જાળવી રાખવી ફરજિયાત નથી. આ મર્યાદા ઘટાડીને 10% કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે જો તમારા ખાતામાં અગાઉ ₹10 લાખ હતા, તો તમે તેમાંથી ₹2.5 લાખ ઉપાડી શકતા ન હતા. હવે તમારે માત્ર ₹1 લાખ જ ખાતામાં રાખવાના રહેશે, જેનાથી જરૂર પડ્યે તમે બાકીના ₹9 લાખ ઉપાડી શકશો.

આ ઉપરાંત ‘સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન’ (Systematic Withdrawal Plan) ને મંજૂરી આપવામાં આવી છે, જેના દ્વારા નિવૃત્ત થયેલા કર્મચારીઓ તેમની રકમ એકસાથે ઉપાડવાને બદલે હપ્તામાં મેળવી શકશે. આનાથી જરૂરિયાતના સમયે વધુ રોકડ રકમ ઉપલબ્ધ થશે, જ્યારે બાકીની રકમ પર ખાતામાં વ્યાજ મળતું રહેશે.

બચતની 90% રકમ ઉપાડી શકાશે
EPFO ની બેઠક બાદ કર્મચારીઓને તેમની કુલ જમા બચતમાંથી 90% સુધીની રકમ ઉપાડવાની છૂટ આપવામાં આવી છે. હવે જરૂરિયાતના સમયે તમારે નાણાંની વ્યવસ્થા કેવી રીતે કરવી તેની ચિંતા કરવાની જરૂર નથી; તમે તમારા PF બેલેન્સના 90% ઉપાડી શકો છો (ચોક્કસ નિયમો અને શરતોને આધીન). જ્યારે બાકીના 10% તમારા ખાતામાં જમા રહેશે.

પેન્શન અંગેના નિર્ણયો
આ EPFO ​​બેઠકમાં પેન્શનને લગતો પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિવિધ સંગઠનોએ લઘુત્તમ પેન્શન વધારીને ₹7,500 કરવાની માંગ કરી હતી. હાલમાં ‘એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ’ (EPS) હેઠળ માસિક લઘુત્તમ પેન્શન ₹1,000 છે. તેને વધારીને ₹3,000 કરવાની શક્યતા પર ચર્ચા કરવામાં આવી હતી અને આ બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે.

વેતન મર્યાદા અંગે નિર્ણય
ઉલ્લેખનીય છે કે આ વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી બેઠકમાં EPFO ​​ની વેતન મર્યાદા માસિક ₹15,000 થી વધારીને ₹25,000 કરવામાં આવી હતી. આનાથી 50 લાખથી 1 કરોડ નવા લાભાર્થીઓને ફાયદો થઈ શકે છે, કારણ કે તેનાથી વધુ કર્મચારીઓ ફરજિયાત સામાજિક સુરક્ષાના દાયરામાં આવશે.

Most Popular

To Top