આજે ૧૮ નવેમ્બરે સોના અને ચાંદીના ભાવમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ‘ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન’ (IBJA) અનુસાર, ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામના ભાવમાં ₹૨,૬૯૬નો ઘટાડો થતાં તે ₹૧.૩૨ લાખ પર આવી ગયા છે. બીજી તરફ એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં ₹૪,૬૬૫નો ઘટાડો થયો છે અને તે ₹૧.૬૫ લાખ પર પહોંચી છે.
સોનું ૧૧ મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. અગાઉ ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ભાવ ₹૧,૩૧,૭૭૯ હતો, અને ત્યારબાદ ૨૨ ડિસેમ્બરે તે ₹૧,૩૩,૯૭૦ હતો. ત્યારથી લઈને અત્યાર સુધી ભાવ ક્યારેય ₹૧,૩૧,૭૭૯ની નીચે ગયા ન હતા.
આંતરરાષ્ટ્રીય બજારમાં યુએસ ડોલર મજબૂત થવાને કારણે અને મોટા રોકાણકારો દ્વારા ઊંચા ભાવે મોટા પાયે વેચવાલી કરવામાં આવતા સોના અને ચાંદીના ભાવમાં આ ઘટાડો જોવા મળ્યો છે.
ચાંદી તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરથી ₹૨.૧૫ લાખ સસ્તી થઈ
આ વર્ષે સોના અને ચાંદીના ભાવમાં ભારે અસ્થિરતા જોવા મળી છે. ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ચાંદીનો ભાવ ₹૨.૩૦ લાખ હતો, જે ૨૯ જાન્યુઆરીએ વધીને ₹૩,૮૦ લાખના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. ત્યારથી ચાંદી ₹૨.૧૫ લાખ સસ્તી થઈ છે જે લગભગ ૧૨૫%નો ઘટાડો દર્શાવે છે.
તેવી જ રીતે ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ ₹૧.૩૩ લાખ હતો, જે ૨૯ જાન્યુઆરીએ વધીને ₹૧.૭૬ લાખની ટોચ પર પહોંચ્યો હતો. ત્યારથી સોનું ₹૪૪,૦૦૦ સસ્તું થયું છે. જે લગભગ ૩૨%નો ઘટાડો છે.
શું ભાવમાં જોવા મળતો આ ઘટાડો લાંબા સમય સુધી ચાલુ રહેશે?
કોમોડિટી નિષ્ણાતોં સોનું અને ચાંદી હપ્તાવાર ખરીદવાની સલાહ આપે છે. થોડું અત્યારે ખરીદો અને ત્યારબાદ દર ૧૫-૨૦ દિવસના અંતરે વધુ ખરીદી કરતા રહો. રોકાણ કરતી વખતે માત્ર એક કે બે મહિનાને બદલે છ મહિનાથી એક વર્ષના સમયગાળાને ધ્યાનમાં રાખીને આયોજન કરો.