World

G7 ની બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન મોદીને ભેટી પડ્યાં, મોદી ઝેલેન્સ્કીને પણ મળ્યા

નવી દિલ્હી: જાપાનના હિરોશીમા ખાતે આજથી જી-7ની બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવા પહોંચ્યા છે, ત્યારે આજે સવારે આ બેઠકના પ્રારંભમાં અનોખી ઘટના બની હતી. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા અમેરિકાન રાષ્ટ્રપતિ જો બાઈડન સામે ચાલીને આવ્યા હતા અને જૂના મિત્રો હોય તેમ ઉષ્માભેર મોદીને ભેંટી પડ્યા હતા.આ બેઠકમાં ચીનના પ્રતિનિધિ પણ હાજર હતા. ભારત અને અમેરિકાની મિત્રતા જોઈ ચીનના પેટમાં દુ:ખી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે યુક્રેનના પ્રમુખ વોલોદીમીર ઝૈલેન્સ્કી સાથે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તે પછી પ્રથમ વખત રૂબરૂ વાતચીત કરી હતી અને કહ્યું હતું કે આસંઘર્ષનો અંત લાવવ માટે ભારત શકય તમામ પ્રયાસો કરશે. હિરોશીમામાં જી-૭ સમિટની સાઇડલાઇન પર યોજાયેલી બેઠકમં વડાપ્રધાને જણાવ્યું હતું કે યુક્રેનમાંનુ યુદ્ધ એ ઘણો મોટો મુદ્દો છે અને તેની દુનિયા પર ઘણી જુદી જુદી અસરો છે. મોદીએ ઝેલેન્સ્કીને કહ્યું હતું કે તેઓ યુક્રેનની સ્થિતિને રાજકીય કે અર્થિક મુદ્દા તરીકે જોતા નથી અને તેથી તેમના માટે આ મુદ્દો માનવતાનો છે અને માનવ મૂલ્યોનો છે. તમે યુદ્ધની કરૂણતા વધુ જાણો છો પરંતુ જ્યારે અમારા નેતાઓ યુક્રેનથી ગયા વર્ષે પરત ફર્યા ત્યારે તેમની વાતો પરથી મને યુક્રેનના લોકોની દારૂણ સ્થિતિનો ખયાલ આવ્યો હતો એમ મોદીએ કહ્યું હતું. પોતાના પક્ષે ઝેલેન્સ્કીએ ભારતીય બાજુને પોતાની શાંતિની ફોર્મ્યુલાની માહિતી આપી હતી અને નવી દિલ્હીને નેના અમલીકરણમાં જોડવા વિનંતી કરી હતી.

હિરોશીમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું
આ G7 બેઠકમાં ભાગ લેતા પહેલા PM મોદી શનિવારે જાપાનના હિરોશીમા શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પછી PM મોદીએ કહ્યું હતું કે, હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમા બનવાથી અહિંસાના વિચારોને વેગ મળશે.

PM મોદી દ્વારા આપવામાં આવેલુ બોધિ વૃક્ષ હિરોશીમાં રોપ્યું
PM મોદીએ વધારે કહ્યું કે, હું એ જાણીને ખુબ જ ગર્વ અનુભવુ છે કે મેં જાપાનના PMને જે બોધિ વૃક્ષ ભેટમાં આપ્યું હતું તે અહીં હિરોશીમામાં રોપવામાં આવ્યું છે જેથી લોકો ત્યાં આવે ત્યારે તે શાંતિ અનુભવે છે.

PM મોદિએે પ્રોફેસર તોમિયો મિજાકામી સાથે મુલાકાત કરી હતી
આ સાથે PM મોદીએ પજ્ઞ પુરસ્કાર મેળવનાર પ્રોફેસર તોમિયો મિજાકામી સાથે પણ મુલાકાત કરી હતી. તોમિયો મિજાકામી એક હિન્દી તથા પંજાબી ભાષાવાદી છે. તોમિયોની તારીફ કરતા PM મોદીએ કહ્યુ કે, તોમિયોએ જાપાનમાં ભારતિય સંસ્ક્રુતી અને સાહિત્યની લોકપ્રિયતા બનાવી રાખવા પ્રયાસો કર્યા છે. તેમના પ્રયાસોથી હું ખુશ છું.

G7 બેઠકમાં મહત્વાના મુદા પર ચર્ચા થશે
આ G7 બેઠકમાં જાપાન અમેરિકાની સાથે બ્રિટેન, ફ્રાંસ, જર્મની, કેનેડા, ઈટલી અને યુરોપના પ્રતિનિધિઓ પણ હાજરી આપી હતી. વિદેશ સચિવ વિનય ક્વાત્રાના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં કનેક્ટિવિટી, સુરક્ષા, પરમાણુ નિઃશસ્ત્રીકરણ, આર્થિક સુરક્ષા, પ્રાદેશિક મુદ્દાઓ, જળવાયુ પરિવર્તન, ખોરાક, આરોગ્ય અને વિકાસ તથા ડિજિટલાઈઝેશન, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

Most Popular

To Top