Charchapatra

ઓટોમેશન જરૂરી પણ તેનું નુકશાન પણ વિચારી લો

ડીજિટલ ટેકનોલોજી, ઈન્ફર્મેશન ટેકનોલોજી, ઓટોમેશન આપણા માટે સુવિધા યુક્ત છે. મશીન માણસની જેમ વર્તે તો સુવિધા છે, પણ માણસ મશીનની જેમ વર્તે તો દુવીધા છે. આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ આવિષ્કારે દુનિયાને વિચારતી કરી નાંખી છે. આજે ઓનલાઈન ઓફીસ ચાલે છે, ઓનલાઈન શિક્ષણ અને ઘરમાં બેસીને ખેતરમાં પાણીનો પંપ પણ ચાલુ કરી શકાય છે અને ઘરની બહાર ચીને ઘરનું એસી પણ ચાલુ કરી શકાય છે. પણ આ ડીઝીટલ ટેકનોલોજીમાં સાયબર ક્રાઈમ અને ડીઝીટલ ડેટાની ચોરી અને ફ્રોડ જે થાય છે તેનાથી ઘણીવાર બેન્ક બેલેન્સ ખાલી કરી નાખે છે. સંપૂર્ણ માહિતી વગર કોઈપણ એપનો ઉપયોગ નહીં કરો. સોસીયલ મિડીયાનો વપરાશ અતિરેક ઊપયોગ માણસને ભારે નુકશાન કરી રહ્યું છે. સમજદારીમાં સાવધાની છે.
તુષાર શાહ  સુરત– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સહાનુભૂતિ નહીં, સાથ જોઇએ
છેલ્લાં  કેટલાં  સમય થી સ્ત્રીઓ ની સામે  થયેલાં જાતીય શોષણ  અને  અત્યાચાર  ની  ફરિયાદ  જુદાં જુદાં ક્ષેત્રમાં થી ઊઠી  અને  એનાં  તથ્યો અને  સત્યો  બહાર  આવે એ  પહેલાં  ઝડપભેર  શમી ગઈ. જ્યાં  અને ત્યાં મૌખિક  ચર્ચાઓ  અને સહાનુભૂતિ  નો વરસાદ  થાય છે. નક્કર કામ આ દિશામાં કોઈ થતાં નથી. લોકો સત્ય જાણવાં માંગે છે, જીવવાં  નથી માંગતા.  ‘ જેની ગોદડી  જાય  એને  ટાઢ વાગે ‘ એવી પરિસ્થિતિ  નું સર્જન થાય છે. “We live  in male dominated  society “  કેટલાંક  અપવાદ રૂપ  અને સુજ્ઞ પુરુષો ને  બાદ  કરતાં. સમાજ , દેશ નાં કોઈ પણ  ખૂણે સ્ત્રીઓ ની સાથે થતાં  અન્યાય માટે જ્યાં સુધી એ અંદર થી ન જાગે ત્યાં સુધી કશું જ થવાનું નથી. સ્ત્રીએ બિચારી બનવું છે કે ક્રાન્તિકારી? અને આવાં સંજોગો માં  એને સહાનુભૂતિ નહીં , સાથ જોઇએ. અને કેટલીક જગ્યાએ  વાડ ચીભડાં ગળી  જતી હોય  તેવી પરિસ્થિતિ  ઉદ્ભવે !.
સુરત      – વૈશાલી શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top