SURAT

પલસાણા ઓવરબ્રિજ પર અજાણ્યા વાહનની અડફેટે સુરતના યુવકનું મોત

પલસાણા: (Palsana) કનકપુર કનસાડ સુરત ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહેતો અને પલસાણાની મિલમાં નોકરી કરતો ૨૬ વર્ષીય યુવક, ગત રોજ તેની બાઇક લઈ પલસાણા ગામની સીમમાં નેશનલ હાઇવે (National Highway) નં. ૪૮ ૫૨ના ઓવરબ્રીજ (Over Bridge) પરથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે કોઇ અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટમાં લેતાં તેનું મોત નીપજ્યું હતું.

  • પલસાણા ઓવરબ્રિજ પર અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત
  • સુરત સ્થાયી થયેલો યુપીવાસી યુવકને પલસાણા મિલમાંથી કામ માટે નીકળ્યા બાદ પરત ફરતી વેળા અકસ્માત

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર કનકપુર કનસાડ ઉમીયા નગર ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહેતાં અને મુળ યુપીના વતની સુજીત રૂષીકેશ ઉપાધ્યાય (ઉ.વ ૨૬), તેમના મોટાભાઇ સાથે પલસાણાની ટી.એમ. પટેલ મિલમાં નોકરી કરી પરીવારનું ગુજરાન ચલાવતા હતાં. ગત રોજ બન્ને ભાઇ તેમની બાઇક નંબર જીજે ૦૫ એમજે ૯૪૩૩ને લઇ મિલમાં નોકરી કરવા આવ્યા હતાં. ત્યારબાદ સુજીતને કામ આવી જતાં તે તેના ભાઇને જાણ કરીને વેસ્મા ગયો હતો.

ત્યાંથી પરત ફરતી વખતે પલસાણા ગામની સીમમાં નેશનલ હાઇવે નં. ૪૮ પર આવેલ ઓવરબ્રીજ પરથી બાઇક લઇ પસાર થઇ રહ્યો હતાો, ત્યારે પાછળથી પુરઝડપે આવી રહેલ કોઇ અજાણ્યા વાહને ચાલકે તેને અડફેટમાં લેતાં સુજીત ઉપાધ્યાયના શરીરે ગંભીર ઇજાઓ થવા પામી હતી. ૧૦૮ મારફતે તેને પલસાણા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતાો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સુજીતના ભાઇએ અજાણ્યા વાહન ચાલકની સામે પલસાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

ઝઘડિયામાં રેલ્વે ફાટક પાસે બાઈક ચાલકને એક હાઇવા ટ્રક ચાલકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો
ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના ઉમલ્લા દુ.વાઘપુરા ગામના મુખ્ય બજારમાં થઇને બેરોકટોક અવનજવન કરતી રેતીની ટ્રકોનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. બજાર આવા બેફામ દોડતા વાહનોને લઈને અકસ્માત ઝોન બની રહ્યો છે. ત્યારે રેલ્વે ફાટક પાસે બાઈક ચાલકને એક હાઇવા ટ્રક ચાલકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જોકે યુવકનો આબાદ બચાવ થયો હતો.

સોમવારે ઉમલ્લા દુવાઘપુરા મેઇન બજારમાં રેલ્વે ફાટક પાસે એક બાઈક ચાલકને એક હાઇવા ટ્રક ચાલકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે બાઈક ચાલકનો આબાદ બચાવ તો થયો પણ ભારેખમ વાહનો જતા કોઈ અટકાવી શકતા નથી. આ વાહનોને લઈને ટ્રાફિક સમસ્યા પણ સર્જાતી હોય છે. જો કે સોમવારે થયેલા અકસ્માત બાદ વેપારીઓ તેમજ ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને રેતીના વાહનો બંધ કરાવવાની માંગ કરી હતી.

Most Popular

To Top