Gujarat

પુર, ધરતીકંપ, વાવાઝોડા ટાણે સંદેશાવ્યવહાર જાળવી રાખવા મોબાઈલ કમ્યુનિકેશન ઓફિસ વ્હીકલ વસાવાયું

ગાંધીનગર: ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા VVIP બંદોબસ્ત માટે એસેસ કંટ્રોલ, એન્ટી સેબોજેટ ચેકિંગ, બેગેજ સ્ક્રીનિંગ સહિતની વિવિધ ટેકનોલોજી આધારિત સાધન સામગ્રી વસાવવામાં આવેલ છે એ જ રીતે આપાતકાલીન પરિસ્થિતિઓમાં બચાવ અને રાહત કામગીરી માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ઉભા કરવામાં આવેલ છે તેઓને જુદી જુદી પરિસ્થિતિમાં કામ કરવા સ્પેશિયલ પર્પઝ વ્હીકલ, બોટ્સ અને અન્ય સાધન સામગ્રી સુનિશ્ચિત કરાવવામાં આવેલ છે.

VVIP સુરક્ષા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે શહેર અને જિલ્લા પોલીસના સંદેશા વ્યવહારની જરૂરિયાતોને ધ્યાને લઈને મોડર્નાઈઝેશન ઓફ પોલીસ ફોર્સીસ સ્કીમ હેઠળ અત્યાધુનિક મોબાઈલ કમ્યુનિકેશન ઓફિસ વ્હીકલ વસાવવામાં આવ્યું છે MISTRAL SOLUTIONS PVT LTD બેંગલુરૂ દ્વારા તૈયાર કરવામાં આવેલ મોબાઈલ કમ્યુનિકેશન ઓફીસ વ્હીકલમાં HF,VHF અને સેટેલાઈટ સાથેની ઇન્ટેગ્રેટેડ કમ્યુનિકેશન સીસ્ટમ માટેના સાધનો ઉપલબ્ધ છે અને વાહન સંદેશાવ્યવહાર ઉપલબ્ધ ના હોય તેવા અંતરીયાલ વિસ્તારોમાં કમ્યુનિકેશન નેટવર્ક સ્થાપિત કરી શકે છે.

પોલીસ દ્વારા આ વાહનને VVIP સુરક્ષા, તહેવારો અને મેળા દરમિયાન તેમજ અન્ય કાર્યક્રમોમાં સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે વાહનમાં LED સ્ક્રીન, વર્ક સ્ટેશન, પ્રિન્ટર, સ્કેનર, સીસીટીવી કેમેરા, વિડીયો મેનેજમેન્ટ સીસ્ટમ, પબ્લિક એડ્રસ સીસ્ટમ સાથેનું કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે જેની મદદથી સ્ટેટ કંટ્રોલ રૂમ ગાંધીનગર સાથે વિડીયો કોન્ફરન્સ કરી શકાશે. તે ઉપરાંત પુર, ધરતીકંપ, વાવાઝોડું જેવી આપાતકાલીન પરિસ્થિતિઓમાં કમ્યુનિકેશન બ્રેકડાઉન થાય ત્યારે પોલીસ દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે વાહન તૈનાત કરવામાં આવશે આમ ટૂંક સમયમાં તૈનાત થનાર મોબાઈલ કમ્યુનિકેશન ઓફીસ વ્હીકલ વાહન ગુજરાત પોલીસની ક્ષમતા વધારશે અને VVIP સુરક્ષા તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ માટે આ પ્રકારની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરનાર ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ રાજ્ય બનશે.

Most Popular

To Top