Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: સુરત (surat) શહેરના અમરોલી (Amroli) ખાતે હોટેલમાં યુટ્યુબ (You Tube) પર વિડીયો (Video) બનાવી રહેલી યુવતી સાથે શુટીંગ (Shooting) કરી રહેલા યુવકે રૂમમાં યુવતી કપડા બદલતી હતી ત્યારે લાઈટ ચાલુ કરી શારિરીક અડપલા કર્યા હતા. અમરોલી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

  • યુવતી સ્કુલમાં ડાન્સ ટીચર છે, સાથે યુ ટયુબર પણ છે તે સોશિયલ મીડિયા થકી પુણાના હાર્દિક સાવલિયાના સંપર્કમાં આવી હતી, બંને સાથે વિડીયો બનાવવાનું નક્કી કરેલું તેથી ભેગા થયા હતા
  • વિડીયોશુટ માટે કપડાં બદલવા એક જ રૂમ હોવાથી યુવતીએ યુવાનને રૂમની લાઈટ બંધ રાખી મોઢું ફેરવી ઊભુ રહેવા કીધું હતું

અમરોલી વિસ્તારમાં રહેતી 18 વર્ષીય યુવતી સ્કુલમાં ડાન્સ ટીચર છે. સાથે સાથે યુવતી યુટ્યુબર પણ છે. યુવતી સોશિયલ મિડીયા થકી હાર્દિક અશ્વિનભાઇ સાવલીયા (ઉ.વ.૨૨, ધંધો- હિરાકામ, રહેવાસી- ઘર નં ૧૩૭ અશોક વાટીકા, કારગીલ ચોક પાસે, પુણા ગામ, સુરત શહેર(મુળ વતન- ગામ- મોલડી, તા- સાવરકુંડલા, જી- અમરેલી) ના સંપર્કંમાં આવી હતી.

હાર્દિક પણ યુટ્યુબર છે. જેથી બંનેએ સાથે મળીને બે વિડીયો બનાવવાનું નક્કી કર્યું હતું. આ માટે તેઓ ગઈકાલે ભેગા થયા હતા. અમરોલી વિસ્તારમાં આવેલી એક હોટેલમાં એક વિડીયો બનાવ્યા બાદ બીજા વિડીયોનું શુટીંગ કરવાના હતા. તે પહેલા યુવતીને કપડા બદલવાના હતા.

હાર્દિક અને યુવતીને એક જ રૂમમાં કપડા બદલવાના હોવાથી યુવતીએ ના પાડી હતી. પરંતુ બીજી જગ્યા ન હોવાથી યુવતીએ લાઈટ બંધ કરી હાર્દિકને તેને મોઢું ફેરવીને ઉભા રહેવા કહ્યું હતું. પરંતુ હાર્દિકે યુવતી કપડાં બદલતી હતી તે સમયે અચાનક લાઇટ ચાલુ કરી દીધી હતી. અને યુવતી સાથે શારીરીક અડપલાં કરી જાતીય સતામણી કરી હતી. જેથી અમરોલી પોલીસમાં એટ્રોસીટી અને છેડતીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

To Top