SURAT

3 મહિનાની દીકરીને પિતા ઉછાળી ઉછાળી રમાડતા હતા ત્યારે ચાલુ પંખો બાળકીના માથામાં વાગતા મોત

સુરત: સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં પિતા તેમની ત્રણ મહિનાની દીકરીને ઉછાળી-ઉછાળી રમાડી રહ્યાં હતા ત્યારે છત પરના ચાલુ પંખાની પાંખ લાગી જતા દીકરીને ગંભીર ઇજા પહોંચી હતી. દીકરીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન આજરોજ રવિવારે બાળકીનું મોત નિપજ્યું હતું.

  • મૂળ મહારાષ્ટ્રનો હાલ લિંબાયતમાં રહેતા નસરૂદ્દીન શાહ દીકરી ઝોયાને લાડ કરાવી રહ્યો હતો ત્યારે પંખાની પાંખ વાગી જતાં ઝોયા ગંભીર રીતે ઘાયલ થઈ હતી

નવી સિવિલ હોસ્પિટલ અને પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ મહારાષ્ટ્રના ભુસાવલ પાસેના વરણગાંવના વતની નસરૂદ્દીન શાહ વર્ષોથી સુરતમાં લિંબાયત ખાનપુરામાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની નાઝીયા ઉપરાંત ચાર સંતાન છે. નસરૂદ્દીન શાહ મિસ્ત્રીના હાથ નીચે કામ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. તેમની સૌથી નાની દીકરી ઝોયા( 3 વર્ષ)ની હતી.

નસરૂદ્દીન ગતરોજ સવારે ઝોયાને રમાડતો હતો. તે તેને હાથમાંથી ઉપર ઉછાળીને રમાડવા ગયો ત્યારે ઝોયાને માથામાં ચાલુ પંખાની પાંખ વાગી હતી. ઝોયાને ગંભીર ઇજા થઈ હતી. તેને પરિવારજનો તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. હોસ્પિટલમાં ઝોયાને આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન આજરોજ ઝોયાનું મોત નિપજ્યું હતું. લિંબાયત પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

સચીનમાં ભાટિયા ગામ પાસે ટ્રક અડફેટે આવી જતા 69 વર્ષની વૃદ્ધાનું મોત
સુરત: સચીન વિસ્તારમાં ભાટિયા ગામ પાસે ટ્રકના ડ્રાઇવરે બેદરકારીથી ટ્રક ચલાવતા 69 વર્ષના વૃદ્ધાને અડફેટે લીધી હતી. વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત મિપજ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભાટિયા ગામમાં નવા હળપતિવાસમાં વિશાલ રાઠોડ પરિવાર સાથે રહે છે. પરિવારમાં નાનો ભાઈ અને નાની શાંતાબેન( 69 વર્ષ) હતા. ગતરોજ બપોરે શાંતાબેન છાસ લેવા માટે ઘરેથી થોડા અંતરે આવેલ દુકાને ગયા હતા. તેઓ છાસ લઈને આવતા હતા ત્યારે ટ્રક નંબર જીજે-21-વાય-1503 ના ડ્રાઇવરે શાંતાબેનને અડફેટે લેતા શાંતાબેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સચીન પોલીસે ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કરીને આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી છે.

Most Popular

To Top