Dakshin Gujarat

વાપીના છરવાડામાં યુવતીની મશ્કરી બાબતે બે પક્ષો વચ્ચે લાકડા-ચપ્પુ ઉછળ્યા

વાપી: (Vapi) વાપીના છરવાડામાં યુવતીની મશ્કરી (Eve Teasing) બાબતે પાંડે પરિવાર અને આર્યા પરિવાર વચ્ચે સમાધાન થયું હતું. ત્યારબાદ યુવક યુવતીના ઘર તરફ ચાલવા જતા મામલો બિચક્યો હતો અને બંને પક્ષો વચ્ચે લાકડા-ચપ્પુ ઉછળતા ડુંગરા પોલીસ (Police) મથકમાં સામસામી ફરિયાદ નોંધાવા પામી હતી.

  • છરવાડામાં યુવતીની મશ્કરી બાબતે બે પક્ષો વચ્ચે લાકડા-ચપ્પુ ઉછળ્યા
  • પાંડે અને આર્યા પરિવાર વચ્ચે સમાધાન બાદ યુવક યુવતીના ઘર તરફ ચાલવા જતા મામલો બિચક્યો

વાપી છરવાડા ગામ, સી ટાઈપ મસ્જીદ પાછળ ગૌરવ ઈમ્પેરીયલ રો હાઉસમાં રહેતા ગીરીશ ચેકુરીકેદાર પાંડેની સોસાયટીમાં રહેતા મનિષ રવિન્દ્ર આર્યાએ યુવતીની મશ્કરી કરેલી હતી અને તે બાબતે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. ત્યારબાદ રવિન્દ્રએ ગીરીશના દિકરા નીતિન સાથે બોલાચાલી કરી હતી. જે અંગે નીતિનની માતાએ સમાધાન થયાની વાત કરી ઝઘડો કેમ કરે છે, કહ્યું હતું. યુવતીના ઘરની સામે રવિન્દ્ર આર્યા દેખાતા ગીરીશે ગાળો કેમ આપી કહેતા રવિન્દ્રએ ઝઘડો કર્યો હતો અને બંને વચ્ચે મારામારી થઈ હતી.

જેને છોડાવવા માટે ગીરીશના બંને પુત્ર આવી જતા મનિષ ત્યાંથી તેના ઘર તરફ ભાગી જતા તેઓ ત્યાં પહોંચ્યા હતા. મનિષ આર્યા, તેના પિતા રવિન્દ્ર આર્યા તથા માતા ભારતી આર્યા ભેગા મળી તેની સાથે ઝપાઝપી કરી હતી. મનિષે ચપ્પુ વડે નિખિલને મારતા ઈજા પહોંચી હતી. તેને સારવાર માટે વાપી હોસ્પિટલ ખસેડ્યો હતો. જે બનાવ અંગેની ફરિયાદ ગીરીશે વાપી ડુંગરા પોલીસ મથકમાં કરી હતી.

જ્યારે સામા પક્ષે રમાબેન રવિન્દ્રરામ પ્રસાદ આર્યા (રહે. સી ટાઈપ, છરવાડા)એ પણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો દિકરો મનિષ ચાલવા માટે નીકળ્યો, ત્યારે ગીરીશે અમારા ઘર તરફ શું કામ ચાલવા માટે આવે છે, કહી ગીરીશ તથા તેના દિકરા નિતિન અને નિખિલે લાકડા વડે મારામારી કરી હતી. પુત્રને બચાવવા જતાં પતિ રવિન્દ્ર, પુત્રી ભારતીને પણ માર માર્યા હતાં અને ઘરનો સામાન તથા કારના કાચ વગેરેની તોડફોડ કરી હતી. આ બનાવ સંદર્ભે પોલીસે બંને પરિવારની ફરિયાદ લઇ બંને પરિવારના 3 સભ્ય વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top