National

MPના ગ્વાલિયરમાં બનશે PM મોદીનું મંદિર, મોદીના ચાહકે અહીં વાજપાઈનું પણ મંદિર બનાવ્યું છે

ગ્વાલિયર : મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ગ્વાલિયર (Gwalior) જિલ્લાના વકીલ અને અખિલ ભારતીય યુવા અભિષેક મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજય સિંહ ચૌહાણ (Vijay Singh Chauhan) દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીનું (Narendra Modi) મંદિર બનાવવા જઈ રહ્યા છે. આ મંદિર સત્યનારાયણની ટેકરીઓ (Satyanarayana Hill) પર બનાવવામાં આવશે. આ 10 ફુટ ઉંચા મંદિરમાં પીએમ મોદીની દોઢ ફુટની મૂર્તિ સ્થાપીત કરવામાં આવશે. તેમજ તેમની દરરોજ આરતી પણ કરવામાં આવશે.

વિશ્વના અનેક દેશોમાં ભારતના વડાપ્રધાન મોદીના ચાહકો છે. તેમના ચાહકોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે આવા જ એક ચાહક વિજય સિંહ ચૌહાણે પીએમ મોદીનું મંદિર બનાવાની જાહેરાત કરી છે. તેમના આ મંદિર બનાવવા પાછળનું કારણ જણાવતા કહ્યું કે, પીએમ મોદીએ હિન્દુત્વને આગળ વધારવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તેમણે સમગ્ર વિશ્વમાં હિન્દુત્વને આગવી ઓળખ આપી છે. મોદીનું નામ સદીઓ સુધી જીવંત રહે તે માટે અમે આ મંદિર બનાવવા જઈ રહ્યા છે. મંદિર બન્યા પછી પીએમ મોદીની દોઢ ફુટની મૃર્તિની સ્થાપના કરવામાં આવશે અને તેમની દરરોજ આરતી પણ કરવામાં આવશે.

આ ઉપરાંત વિજય સિંહ ચૌહાણે હિન્દ માતા, જટાયુ તથા ભારતના ભૂતપુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીનું પણ મંદિર બનાવ્યું છે. આ તમામ મંદિરો સત્યનારાયણની ટેકરીઓ પર બનાવવામાં આવ્યા છે. અહીં ભૂતપુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીના મંદિરમાં તેમના જન્મ દિવસ પર ખાસ કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. હિન્દ માતાનું જ્યાં મંદિર છે ત્યાં હિન્દી દિવસે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

લગભગ 76 ટકા લોકોએ સર્વેમાં કહ્યું કે પીએમ મોદી દેશને સાચી દિશામાં લઈ જઈ રહ્યા છે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશ વિદેશમાં ચાહકોની સંખ્યા બોહળા પ્રમાણમાં છે. ગુગલ પર સૌથી વધારે નામ ચર્ચ કરનાર વિશ્વના વડાપ્રધાનોમાં નરેન્દ્ર મોદી પહેલા નંબરે છે. જાણકારી મળી આવી છે કે લગભગ 76 ટકા લોકોએ કહ્યું કે પીએમ મોદી દેશને સાચી દિશામાં લઈ જઈ રહ્યા છે. તેમના પ્રયાસોના કારણે ભારતને જી-20 સમીટમાં સ્થાન મળ્યુ છે. જે આપણા માટે અને આપણા દેશ માટે ગર્વની વાત છે. અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે પીએમ મોદીએ કહ્યું હતુ કે, શ્રીરામનું મંદિર આપણી સંસ્કૃતિનું આધુનિક પ્રતીક બનશે. રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક બનશે અને આ મંદિર કરોડ કરોડો લોકોની સામુહિક શક્તિનું પણ પ્રતીક બનશે.

Most Popular

To Top