Top News

More Posts

   The Latest

Most Popular

હજુ કચ્છના મુંદ્રા પોર્ટ પરથી 3500 કરોડના હેરોઈન સાથે બે કન્ટેનર રેવન્યુ ઈન્ટેલીજન્સ (ડીઆરઆઈ) દ્વારા જપ્ત કરાયા છે. તેની પણ તપાસમાં એટીએસ જોડાઈ છે, તે દરમ્યાન શનિવારે મોડી રાત્રે સૌરાષ્ટ્રના મધ્ય દરિયે ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં અંદાજિત 150 કરોડના હેરોઈન સાથે સાત જેટલા ઈરાનના નાગરિકની ધરપકડ કરી લેવામાં આવી છે.
હજુ આ બોટને નજીકના દરિયા કાંઠાના પોલીસ મથકે લાવવામાં આવી રહી છે.

આ બોટમાં હેરોઈન હોવાની બાતમીના આધારે તેને દરિયામાં આંતરીને ઝડપી લેવાઈ હતી. જેમાં કોસ્ટ ગાર્ડ ઉપરાંત ઈરાની 7 ક્રુ મેમ્બરને પણ ઝડપી લેવાયા છે. તાજેતરમાં મુંદ્રા પોર્ટ પરથી રેવન્યુ ઈન્ટેલીજન્સે મૂળ અફઘાનિસ્તાનથી પરંતુ વાયા ઈરાનથી આવેલા બે કન્ટેનરને ઝડપી લઈને તેમાં તપાસ કરતાં અત્યાર સુધીમાં 3500 કરોડનું હેરોઈન જપ્ત કરી લીધું છે. દક્ષિણ ભારતની આયાતકાર કંપની દ્વારા ટેલ્કમ પાવડર આવી રહ્યો હોવાની બિલ ઓફ એન્ટ્રી ફાઈલ કરી હતી. જો કે કન્ટેનરમાં ટેલ્કમ પાવડરના સ્થાને હેરોઈન મળી આવ્યું છે.

To Top