National

દલિત નેતા ચરણજીત ચન્ની પંજાબના નવા CM બન્યા

શીખ નેતા સુખજિંદર રંધાવાનું નામ છેલ્લે સુધી ચર્ચામાં રહ્યા બાદ આખરે ચરણજીત,સિંઘ ચન્નીને (#CharanjitSinghChanni) પંજાબના મુખ્યમંત્રી (PUNJAB CM) બનાવાયા છે. પંજાબના પ્રભારી હરીશ રાવતે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે. સુખજિંદર રધાવાના નામ પાર્ટીમાં જ આંતરિક વિરોધ હોય હાઈકમાન્ડે અંતે દલિત નેતા નામ પર મ્હોરમારી છે. સાંજે 6.30 કલાકે રાજભવન જઈને ચન્ની રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવાનો દાવો રજૂ કરશે. ચન્ની સોમવારે સવારે 11 કલાકે મુખ્યમંત્રી પદના શપથ લેશે.

આ અગાઉ કેપ્ટન અમરિંદર સિંઘે રાજીનામા આપ્યા બાદ પંજાબમાં (PUNJAB) કોણ મુખ્યમંત્રી બનશે તેનો 24 કલાકથી હાઈપ્રોફાઈલ ડ્રામાનો અંત આવ્યો નથી. હિન્દુ, જાટ કે દલિત કોને મુખ્યમંત્રીની કમાન સોંપવી તે મુદ્દે સવારથી જ કોંગ્રેસના નેતાઓની બેઠક ચાલી રહી હતી. સોનિયા ગાંધીએ અંબિકા સોનીને ઓફર આપી હતી, પરંતુ અંબિકા સોનીએ ઠુકરાવી દેતાં કોંગ્રેસ હાઈકમાન્ડની મૂંઝવણ વધી હતી. આખરે કોંગ્રેસે તમામ સમુદાયને સાચવી લેવા માટે 1 CM 2 Dy. CM ની ફોર્મ્યુલા અપનાવી છે. તેમ છતાં CM તરીકે કોને પસંદ કરવા તે મૂંઝવણ દૂર થઈ નહોતી. ધારાસભ્યો શીખ રાજ્યમાં શીખ નેતા CM બને તે માટે માંગ કરી રહ્યાં હોય શીખ નેતા સુખજિંદર રંધાવાનું નામ આગળ ચાલી રહ્યું હતું. બીજી તરફ હિન્દુ નેતા સુનીલ જાખડ પણ જોર કરી રહ્યાં હતા. આ તરફ દલિતોની માંગ પણ પ્રબળ બની હતી. આખરે દલિતોએ બાજી મારી હતી. નવજોતસિંહ સિદ્ધુના નિકટના મનાતા ચરણજીતસિંહ ચિન્નીનું નામ જાહેર થયું હતું.

કોંગ્રેસની ટોચની નેતાગીરી ટૂંક સમયમાં મુખ્યમંત્રી તરીકે રંધાવાનું નામ જાહેર કરે તે લગભગ નિશ્ચિત બન્યું હતું. રંધાવાએ પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત પાસે મુલાકાતનો સમય પણ માંગી લીધો હતો. આવતીકાલથી શ્રાદ્ધપક્ષ શરૂ થતાં હોય રંધાવા આજે જ શપથ લઈ લે તેવી પણ શક્યતાઓ ચર્ચાઈ હતી. આ પહેલાં સિદ્ધુ અને બાજવાના નામ ચાલી રહ્યાં હતાં. સિદ્ધુ વિરુદ્ધ તત્કાલીન મુખ્યમંત્રી અમરિંદર સિંહે ગંભીર આક્ષેપો કર્યા હતા. તો હિન્દુ નેતા બાજવાનું નામ કોંગ્રેસે કોરાણે મુકી દીધું હતું. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ અંબિકા સોનીને ઓફર કરી હતી પરંતુ તેઓએ સવારે જ ઈનકાર કરી દેતાં રંધાવાનું નામ આગળ આવ્યું હતું.

હાલની સ્થિતિને જોતા કોંગ્રેસના ઓબ્ઝર્વર અજય માકન, હરીશ ચૌધરી અને પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવત ધારાસભ્યો પાસેથી ફીડબેક લઈ રહ્યાં હતા. તેઓને જ્યારે પૂછવામાં આવ્યું કે કોને મુખ્યમંત્રી પદે જોવા માગો છો? આ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય પરમિંદર પિંકીએ કહ્યું કે પંજાબ શીખ સ્ટેટ છે, તેથી અહીં કોઈ શીખ ચહેરાને જ CM બનાવવા જોઈએ. આ સમગ્ર ઘટનાક્રમ પછી સુખવિંદર સિંહ રંધાવાની ઘરે ધારાસભ્યો ભેગા થવા લાગ્યા હતા એટલે કે તેમની દાવેદારી મજબૂત માનવામાં આવતી હતી.

આ અગાઉ આ નિર્ણય શનિવારે રાતે જ ધારાસભ્ય દળની બેઠકમાં થવાનો હતો. આ કારણે નવો ચહેરો પસંદ કરવાનો અધિકાર સોનિયા ગાંધીને આપીને પ્રસ્તાવનો તાત્કાલિક ઈમેલ કરવામાં આવ્યો. જોકે પછીથી કોંગ્રેસના પૂર્વ પ્રધાન સુનીલ જાખડનું CM બનવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું હતું. જોકે અચાનક પંજાબ શીખ સ્ટેટ હોવાના કારણે શીખ ચહેરાની માંગ ઉઠી હતી. જોકે બાદમાં કોંગ્રેસ હિન્દુ અને શીખ ચહેરાના ચક્કરમાં ફસાઈ ગઈ.

એક CM બે Dy. CMની ફોર્મ્યુલા અપનાવાય તેવી શક્યતા
પંજાબમાં એક CM અને બે ડેપ્યુટી સીએમ ફોર્મ્યુલા પર વિચાર કરવામાં આવ્યો છે. દલિત નેતાને CM બનાવ્યા હોય હવે એક હિન્દુ અને એક શીખ નેતાને ડેપ્યુટી સીએમ પદ ફાળવવામાં આવે તેવી શક્યતા છે. હજુ સુધી આ અંગે કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ચન્ની રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો કરે ત્યાર બાદ કોંગ્રેસ જાહેરાત કરે તેવી શક્યતા જોવાઈ રહી છે.

Most Popular

To Top