Education

શિક્ષણ ક્ષેત્રે મેગા ભરતીની જાહેરાત, 3,966 શિક્ષકોની ભરતી માટે 1 જૂનથી ઓનલાઈન ફોર્મ શરૂ

TET અને મેરિટ આધારિત પસંદગીથી હજારો ઉમેદવારો માટે મોટી તક
દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ એજ્યુકેટર અને મુખ્ય શિક્ષકની અનામત જગ્યા

( પ્રતિનિધિ ) વડોદરા, તા.25
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરમાં શિક્ષકોની 3,966 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. આગામી 1 જૂન 2026થી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થશે. TET પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો માટે આ ભરતીને મોટી તક તરીકે જોવામાં આવી રહી છે.
માહિતી મુજબ ઉમેદવારોએ નિયત સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારોની પસંદગી TET પરીક્ષાના ગુણ અને મેરિટના આધારે કરવામાં આવશે. રાજ્યની શાળાઓમાં લાંબા સમયથી રહેલી શિક્ષકોની ઘટ દૂર કરવા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ ભરતી હાથ ધરવામાં આવી રહી છે.
ભરતી પ્રક્રિયામાં દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ એજ્યુકેટર તથા મુખ્ય શિક્ષકની અલગથી અનામત જગ્યાઓ પણ રાખવામાં આવી છે. દિવ્યાંગ ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો સાથે અરજી કરવાની રહેશે.
શિક્ષણ વિભાગ દ્વારા ઉમેદવારોને 1 જૂન પહેલા તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા અને સત્તાવાર વેબસાઈટ પર નિયમિત અપડેટ ચેક કરતા રહેવા અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top