National

પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટો ફટકો, ‘રાજકારણ છોડ્યા બાદ’ બાબુલ સુપ્રિયો TMCમાં જોડાયા

ભારતીય જનતા પાર્ટી (BJP)ને પશ્ચિમ બંગાળમાં મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ સાંસદ બાબુલ સુપ્રિયો (babul supriyo) આજે ઔપચારિક રીતે તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં જોડાયા. 

કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ બાદ સુપ્રિયોએ તાજેતરમાં જ ભાજપ છોડી દીધું હતું. તેમણે રાજકારણ (Politics)માંથી નિવૃત્તિની જાહેરાત પણ કરી હતી. તેમને પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અને મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamta benarjee)ના ભત્રીજા અભિષેક બેનર્જી (Abhishek banerjee)એ ટીએમસીનું સભ્યપદ આપ્યું હતું. આ દરમિયાન સાંસદ ડેરેક ઓ’બ્રાયન પણ હાજર હતા. ફેસબુક (FB) પર રાજકારણ છોડી દેવાની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કર્યાના બીજા દિવસે, બાબુલ સુપ્રિયોએ કહ્યું હતું કે તેઓ ભાજપના ટોચના નેતાઓને મળ્યા છે, પરંતુ તેમણે આગળની કાર્યવાહી અંગે હજુ કોઈ નિર્ણય લીધો નથી. 

આસનસોલના સાંસદે એક ટીવી ચેનલને કહ્યું કે હું ભવિષ્યમાં શું કરું છું, તે તો સમય જ કહેશે. સુપ્રિયોએ સંકેત આપ્યો હતો કે રાજીનામું આપવાનો નિર્ણય અંશત તેમના મંત્રીપદની ખોટ અને ભાજપના પશ્ચિમ બંગાળ એકમના નેતૃત્વ સાથેના મતભેદોને કારણે થયો હતો. આસનસોલથી બે વખતના સાંસદ 50 વર્ષીય સુપ્રિયો એવા ઘણા પ્રધાનોમાં સામેલ હતા, જેમને 7 મી જુલાઈના રોજ કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં તેમણે તૃણમૂલ કોંગ્રેસના અરૂપ બિસ્વાસ સામે વિધાનસભાની ચૂંટણી લડી હતી અને હારનો સામનો કરવો પડ્યો હતો.

બાબુલ સુપ્રિયોએ કહ્યું હતું કે, રામદેવના ઈશારે ભાજપમાં શા માટે જોડાયા હતા
ગાયનથી કરોડો હૃદય જીત્યા બાદ, રાજકારણમાં પોતાની સાત વર્ષની ઈનિંગ સમાપ્ત કરવાની જાહેરાત કરતી વખતે, આસનસોલના ભાજપના સાંસદ અને પૂર્વ મંત્રી બાબુલ સુપ્રિયોએ ખુલાસો કર્યો કે શા માટે અને કેવી રીતે તેઓ કેસરી પાર્ટીમાં જોડાયા હતા. બાબુલ સુપ્રિયોએ કહ્યું હતું કે તેઓ યોગ ગુરુ બાબા રામદેવના કહેવા પર ભાજપમાં જોડાયા હતા અને તે સમયે પાર્ટીને બંગાળમાં એક પણ બેઠકની અપેક્ષા નહોતી. બાબુલ સુપ્રિયોએ લખ્યું, “સ્વામી રામદેવ સાથે સંક્ષિપ્ત વાતચીત થઈ. મને નથી ગમ્યું કે ભાજપ બંગાળને આટલી ગંભીરતાથી લઈ રહ્યું છે, પરંતુ તેને એક પણ બેઠક મળવાની અપેક્ષા નહોતી. 

ખાસ કરીને જ્યારે સમગ્ર ભારતે ચૂંટણી પહેલા નક્કી કર્યું હતું કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનશે, તો બંગાળ કેમ અલગ વિચારશે. પછી મેં એક બંગાળી તરીકે પડકાર સ્વીકાર્યો. દરેકની વાત સાંભળી, પણ મારા દિલની વાત પ્રમાણે કર્યું, કાલની ચિંતા કર્યા વગર. 

Most Popular

To Top