SURAT

સુરતના આ વિસ્તારમાં દર વર્ષે થાઈલેન્ડ, જાપાનના ગણપતિની સ્થાપના કરાય છે, જાણો કેમ?

સુરત: (Surat) દેવોના અસંખ્ય સ્વરૂપ હોય છે. દુંદાળા દેવ ગણેશજીને કોઈપણ શુભકામમાં સૌપ્રથમ પૂજવામાં આવે છે. ગણેશજીને વિશ્વના ઘણા દેશના લોકો પૂજે છે. અને વિવિધ દેશોમાં ગણેશજીનાં (Ganesh) જુદાં જુદાં સ્વરૂપ છે. સુરત શહેરમાં સગરામપુરા વિસ્તારના બાળ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા છેલ્લાં ઘણાં વર્ષોથી વિવિધ દેશના ગણેશજીના સ્વરૂપની પ્રતિમાઓની (Statue) સ્થાપના કરવામાં આવી રહી છે. આ વર્ષે સગરાપુરામાં થાઈલેન્ડના (Thailand) મુઆંગ સુખોઈ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. દેશોમાં ગણેશજીનાં જે સ્વરૂપ હોય છે તે સ્વરૂપના ફોટા તેઓ મૂર્તિકારને બતાવે છે. અને મૂર્તિકાર તેવી જ પ્રતિમા બનાવી આપે છે.

બાળ ગણેશ ઉત્સવ સમિતિ ગ્રુપના પીયૂષ પટેલે જણાવ્યું હતું કે, તેઓ દ્વારા ઘણાં વર્ષોથી આવી અનેક દેશોની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી રહી છે. સૌપ્રથમ તેમના મંડળ દ્વારા વર્ષ-2013માં થાઈલેન્ડના ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ નેપાળ, ફીલીપાઈન્સ, જાકાર્તા જેવા વિવિધ દેશોના ગણેશજીની સ્થાપના તેઓ દ્વારા કરવામાં આવી છે. આ દેશોમાં ગણેશજીનાં જે સ્વરૂપ હોય છે તે સ્વરૂપના ફોટા તેઓ મૂર્તિકારને બતાવે છે. અને મૂર્તિકાર તેવી જ પ્રતિમા બનાવી આપે છે. ગણપતિની ખ્યાતિ ફક્ત ભારત પુરતી જ સિમિત નથી પરંતુ વિદેશોમાં પણ તેમનું સર્વોચ્ચ સ્થાન છે. અન્ય દેશોના ગણપતિના દર્શન સુરતીઓને ઘરબેઠા કરાવવા માટેનો ખાસ ઉદ્દેશ્ય છે.

કયા વર્ષે કયા દેશના ગણેશજીની સ્થાપના કરાઈ
વર્ષ દેશ
2013 થાઈલેન્ડ
2014 નેપાળ (બાગોદા ગામ)
2015 ફીલીપાઈન્સ
2016 સુમાત્રા
2017 કમ્બોડિયા
2019 જાકાત્રા
2020 જાપાન

પોતેજ ગણેશજીનું સ્વરૂપ ધારણ કરી ભજન કરાવે છે

સુરત: વરાછાના એકે રોડ પર એક ગણેશભક્ત દ્વારા ગોપાલ ભજન નામનું મંડળ ચલાવીને કંઇક અનોખીરૂપમાં સેવા કાર્ય કરી રહ્યા છે. ગણેશોત્સવ દરમિયાન ગૃપના એક વ્યકિત ગણેશજીનું સ્વરૂપ ધારણ કરીને ભક્તોને ભજન કીર્તન કરીને ભક્તિ સાથે જોડી રહ્યા છે. મંડળના સભ્ય રાજેશભાઇ પટેલ અને દિનેશભાઇએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી અમારી ગોપાલ ભજન નામની મંડળ ચલાવીને ધાર્મિક કાર્યક્રમ કરી રહ્યા છે. જેમાં 35 જેટલા સભ્યો સાથે આ મંડળ ચલાવી રહ્યા છીએ. અમારી મંડળી પોતાના ખર્ચે,પોતાના વાહનોમાં ભજનના સાધનો સરંજામ સાથે ગણેશોત્સવમાં આયોજન સ્થળે પહોંચી જઇએ છીએ. ન્યાત જાતના ભેદભાવ વિના વધુ લોકો ભક્તિમય બને અને સેવાના કાર્યમાં જોડાઇ તે હેતુથી અમે આ ભંજન મંડળી ચલાવી રહ્યા છીએ.

દર વર્ષે સાર્વજનિક ગણેશોત્સવમાં પંડાલમાં જઇને ગણેશજીનું સ્વરૂપ ધારણ કરીને ગણપતિ વિશેની માહિતી આપીએ છીએ. સાથે ભજન કીર્તન કરીને લોકોને ભક્તિમાં જોડીએ છીએ. મંડળમાં જે કઇ પણ દાન આવે છે તે સામાન્ય પરિવારના સભ્યોના ઘરે લગ્ન પ્રસંગ કે અન્ય કોઇ પ્રસંગ આવે ત્યારે તેમને સહાયરૂપ તેમજ અનાથ આશ્રમમાં મદદરૂપ થવા માટે વપરાય છે. અમારી મંડળમાં કોઇ આર્થિક રીતે સક્ષમ નથી પણ સેવાના ભાવથી જોડાયા છે જેમાં કોઇ સભ્ય નોકરીયાત છે તો કોઇ ટેમ્પો કે રીક્ષા ચલાવીને ગુજરાણ ચલાવી રહ્યા છે.

Most Popular

To Top