Sports

IPL ફેઝ-2 આજથી દુબઈમાં શરૂ: ચેન્નાઈ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે પહેલી મેચ રમાશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ ફેઝ -2 (IPL PHASE-2) આજથી યુએઈમાં (UAE) શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે દુબઈમાં છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ યુએઈમાં આયોજિત આઈપીએલ ફેઝ -2 માં અમુક શરતો સાથે ચાહકો માટે સ્ટેડિયમના દરવાજા ખોલ્યા છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)અને મુંબઈ ઇન્ડીયન્સ (MUMBAI INDIANS) વચ્ચે છે. દુબઈમાં આજે ધમાસાણ છે. બંને IPLની સૌથી મજબૂત અને સફળ ટીમો છે, તેથી જંગ ખૂબ જ જબરદસ્ત છે.

ટીમના બંને કેપ્ટન બનાવી શકે છે આ રેકોર્ડ
IPL 2021ના ​​બીજા તબક્કાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પરંતુ, આ જંગમાં બીજું મેદાન-એ-જંગ હશે, જે રોહિત શર્મા અને સુરેશ રૈના વચ્ચે છે. દાવ પર એક મોટી સિદ્ધિ હશે, જેને હાંસલ કરવા માટે આ બે ખેલાડીઓ ચેન્નાઈ અને મુંબઈની ટક્કરમાં ટકરાશે. હવે તમે વિચારતા હશો કે કઈ સિદ્ધિ છે જેના માટે બંને સામસામે આવશે. તેથી તે તેમના દ્વારા બનાવેલા રન સાથે સંબંધિત છે. IPL 2021 માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં સુરેશ રૈના હાલમાં ત્રીજા નંબરે અને રોહિત શર્મા ચોથા નંબરે છે. આજની મેચમાં આ બે બેટ્સમેનો વચ્ચે પહેલા સાડા પાંચ હજાર રન પૂરા કરવાની સ્પર્ધા થશે. બંને આ સિદ્ધિ હાંસલ કરવાની નજીક છે.

સુરેશ રૈના 5491 રન સાથે IPLમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

મુંબઈ ઇન્ડીયન્સના કેપ્ટન રોહિત શર્માએ 207 મેચમાં 31.49 ની સરેરાશથી 5480 રન બનાવ્યા છે. બીજી બાજુ ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન સુરેશ રૈનાએ 200 મેચમાં 33.07 ની સરેરાશથી 5491 રન બનાવ્યા છે. એટલે કે, જ્યાં રૈના સાડા પાંચ હજાર રન પૂરા કરવાથી માત્ર 9 રન દૂર છે, ત્યાં રોહિત શર્માને આ માટે 20 રનની જરૂર છે. તે સ્પષ્ટ છે કે રૈનાનુ લક્ષ્ય નજીક છે. પરંતુ બંને બેટ્સમેનોનો પ્રથમ સાડા પાંચ હજાર રન પૂરો કરવાનો ઈરાદો, તેમની ટીમ ટોસ જીતવા અને હારવા પર નિર્ભર કરે છે.

રસી મુકાવી હોય તેને જ સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે

મેચ જોવા માટે અબુ ધાબી ના શેખ ઝાયેદ સ્ટેડિયમ જઈ રહેલા લોકોએ રસીકરણના પુરાવા સાથે 48 કલાકમાં કરવામાં આવેલ RT-PCR ટેસ્ટનો રિપોર્ટ પણ સાથે રાખવો જરૂરી છે. જ્યારે, 12 થી 15 વર્ષની વયના બાળકોને રસીકરણ પુરાવાની જરૂર નથી, પરંતુ તેમના માટે 48 કલાકમાં કરવામાં આવેલા RT-PCR ટેસ્ટનો રિપોર્ટ જરૂરી છે. આઈપીએલ રૂબરુ જોવા માગતા ચાહકોએ સ્ટેડિયમમાં માસ્ક પહેરવાની જરૂર પડશે, સાથે સાથે તેઓએ સોશિયલ ડિસ્ટનનું પણ ધ્યાન રાખવું પડશે.

શારજાહ અને અબુધાબીમાં RT-PCR રિપોર્ટ ફરજિયાત

શારજાહ અને અબુ-ધાબીમાં 48 કલાક પહેલાના RT-PCR રિપોર્ટ બાદ જ પ્રવેશ આપવામાં આવશે, જ્યારે દુબઈમાં RT-PCR જરૂરી નથી. રસીના બે ડોઝ લેનારાઓને જ મેચ જોવા માટે સ્ટેડિયમમાં પ્રવેશ મળશે. દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લેતા ચાહકોને રસીના બંને ડોઝ લીધાના પ્રમાણપત્ર સાથે સ્ટેડિયમમાં પ્રવેશ મળશે. ચાહકોએ કોરોનાના તમામ નિયમોનું પણ પાલન કરવું પડશે અને દરેક સમયે માસ્ક પહેરવા પડશે. માત્ર 12 વર્ષથી ઓછી ઉંમરના લોકોને રસીકરણના પુરાવા સાથે મુક્તિ આપવામાં આવી છે.

Most Popular

To Top