Top News

More Posts

   The Latest

Most Popular

પાકિસ્તાન દુનિયાને શાંતિનો સંદેશ આપવા માટે મધ્યસ્થી બન્યું, પરંતુ એ જ પ્રયાસ હવે તેના પોતાના અર્થતંત્ર માટે ભારે પડી ગયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિમાં પાકિસ્તાન દ્વારા કરાવવામાં આવેલા વાટાઘાટો કોઈ નિષ્કર્ષ પર નહીં પહોંચતા, દેશના શેરબજારમાં ભયાનક અસર જોવા મળી

પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જનો મુખ્ય KSE-100 ઈન્ડેક્સ એક જ દિવસે આશરે 6600 પોઈન્ટ તૂટી પડ્યો, જે છેલ્લા સમયમાં સૌથી મોટો ઝાટકો ગણાય છે. આ ગાબડું માત્ર આંકડાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ રોકાણકારોના વિશ્વાસ પર સીધી અસર દર્શાવે છે. બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી, જ્યાં ઈન્ડેક્સ સતત નીચે સરકતો રહ્યો અને અંતે ભારે નુકસાન સાથે બંધ થયો.આ ઘટાડાનો મુખ્ય કારણ અમેરિકાની તરફથી ઈરાન સામે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર સંભવિત નાકાબંધીની ચેતવણી અને નિષ્ફળ થયેલી શાંતિ વાટાઘાટો છે. જેના કારણે વૈશ્વિક તેલના ભાવ 100 ડોલર પાર પહોંચ્યા અને રોકાણકારોમાં ભય ફેલાયો.

વિશ્વભરના બજારોમાં પણ આ તણાવનો પ્રભાવ જોવા મળ્યો, પરંતુ પાકિસ્તાનમાં અસર સૌથી વધારે રહી. નિષ્ણાતો માને છે કે દેશનું બજાર વૈશ્વિક રાજકીય પરિસ્થિતિઓ પર વધુ નિર્ભર હોવાથી આવી અચાનક ગિરાવટ વધુ જોખમી બની જાય છે.
એક તરફ શાંતિ લાવવાનો પ્રયાસ, બીજી તરફ અર્થતંત્રમાં ભૂકંપ ,પાકિસ્તાન માટે આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે આંતરરાષ્ટ્રીય રાજનીતિના જોખમો સીધા બજાર પર અસર કરે છે. હવે તમામની નજર આગામી વાટાઘાટો અને વૈશ્વિક પરિસ્થિતિ પર ટકેલી છે.

To Top