Gujarat

રાષ્ટ્રીય કક્ષાના IDE બૂટકેમ્પમાં ગાંધીનગર પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ ‘બેસ્ટ આઈડિયા પિચિંગ’ એવોર્ડ જીત્યો

ગાંધીનગર,

ગાંધીનગર સ્થિત સરકારી પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે આયોજિત ઇનોવેશન, ડિઝાઇન અને એન્ટરપ્રિન્યોરશીપ (IDE) બૂટકેમ્પમાં શાનદાર પ્રદર્શન કરી બાયોમેડિકલ એન્જિનિયરિંગ વિભાગની ટીમે પોતાની નવીન સોચ અને રજૂઆત દ્વારા ‘Best Idea Pitching Award’ પોતાના નામે કર્યો છે.

કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત આ બૂટકેમ્પની ત્રીજી આવૃત્તિનો પ્રથમ તબક્કો 6 થી 10 એપ્રિલ 2026 દરમિયાન અમદાવાદની એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) ખાતે યોજાયો હતો. પાંચ દિવસીય આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ માત્ર થીયરી જ નહીં પરંતુ પ્રેક્ટિકલ કૌશલ્યો પણ કેળવ્યા હતા. વિવિધ કૌશલ્યો: ડિઝાઇન થિંકિંગ, સ્ટાર્ટઅપ આઈડિયા ડેવલપમેન્ટ, બિઝનેસ મોડલ અને પ્રેઝન્ટેશન સ્કિલ્સની સઘન તાલીમ. ઇકોસિસ્ટમની મુલાકાત, વિદ્યાર્થીઓએ i-Hub ગુજરાતની મુલાકાત લઈ સ્ટાર્ટઅપ જગતની વાસ્તવિક સમજ મેળવી હતી.

આ વિજેતા ટીમને i-Hub ના CEO, EDIIના ડિરેક્ટર તથા રોજગાર અને તાલીમ નિયામકના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top