Gujarat

અમદાવાદ-પટણા વચ્ચે ‘અમૃત ભારત એક્સપ્રેસ’ દોડશે

અમદાવાદ,

ભારતીય રેલવે દ્વારા મુસાફરોને વધુ સારી અને કિફાયતી સુવિધા પૂરી પાડવા માટે અમદાવાદ અને પટણા વચ્ચે હાલમાં ચાલી રહેલી વિશેષ ટ્રેનને હવે નિયમિત કરી 21905/21906 અમદાવાદ-પટણા અમૃત ભારત એક્સપ્રેસ તરીકે દોડાવવામાં આવશે. અમદાવાદથી ઉપડનારી આ પ્રથમ ‘અમૃત ભારત એક્સપ્રેસ’ ટ્રેન હશે.

રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ટ્રેન સાપ્તાહિક ધોરણે સંચાલિત થશે:

ટ્રેન નંબર 21905 (અમદાવાદ-પટણા) દર બુધવારે સાંજે 18:30 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને શુક્રવારે મધ્યરાત્રિએ 00:30 વાગ્યે પટણા પહોંચશે.

ટ્રેન નંબર 21906 (પટણા-અમદાવાદ): દર શુક્રવારે રાત્રે 22:30 વાગ્યે પટણાથી પ્રસ્થાન કરશે અને રવિવારે સવારે 05:25 વાગ્યે અમદાવાદ પરત ફરશે.

આ ટ્રેન રૂટમાં બંને દિશામાં ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના મહત્વના શહેરોને જોડશે. જેના મુખ્ય સ્ટોપેજમાં આણંદ, છાયાપુરી (વડોદરા), ગોધરા, દાહોદ, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, આગ્રા, ટૂંડલા અને પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંકશન.

Most Popular

To Top