Charchapatra

માનવોનું મહાયુદ્ધ મહાવિનાશ

સર્વે જીવોમાં કૃપાળુ કુદરતે પરમાત્માએ સૌથી વધારી બુદ્ધિ અને શક્તિ માનવજાતને આપી છે. માનવે એ બુદ્ધિથી અનેક અવનવી શોધ કરી છે. વિવિધ વિશિષ્ટતાઓ કેળવી છે. એડવાન્સ ટેકનોલોજીના માધ્યમે દુનિયાને આંજી કાઢે, કલ્પનામાં પણ ન આવે એવી એવી અદ્દભુત આઈટમોની શોધ કરી છે.  વિશ્વની વિવિધ અને અનેક જાતની સુવિધાની શોધથી માનવીને એની બુદ્ધિના વિકાસને દાદ આપવી પડે એવી સ્થિતિ છે. ધન્ય માનવ-ધન્ય માનવ. પણ પણ જરા થોભો- તલવારની જેમ બે ધાર હોય છે. તેમ એ જ માનવની વિકાસની બુદ્ધિના સિક્કાની બીજી બાજુ વિનાશ છે.

ઓહો ભયંકર વિનાશ-દુનિયાને ભેંકાર બનાવી દે એવો વિનાશ. અત્યારે જયારે જગત જમાદાર અમેરિકા અને સહયોગી ઇઝરાયેલી ઇરાન દેશ ઉપર એક મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. ઇરાને પણ વળતો પ્રહાર એટલી જ તાકાતથી ઇઝરાયલ ઉપર અને વિવિધ અમેરિકન ઠાણા ધરાવતાં આજીવનબાજીના દુબઇ, કતાર, અબુધાબી, આદિ ઉપર કર્યો છે અને તેને લીધે બંને દેશોનો જે ભયંકર ભીષણ કરચરઘાણ થયો છે.

અબજોના અબજો રૂ. ની મિલકત અને સાધનોનું નુકસાન થયું છે. આગની ઊડતી જવાળાઓએ મીસાઈલથી ઇઝરાયેલ, ઇરાન અને સાથી શહેરોને ભયંકર ધુમાડા અને સંહાર તથા વિનાશથી ઘેરી લીધું છે. અનેક સૈનિકો પુરુષો અને બાળકોના અકાળે મોત થયાં છે. જીવનલીલા સમાપ્ત થઇ છે કહો કે માણસ માણસને મારવા ભુંરાટો થયો છે, એને સત્તા જોઇએ છે, બીજા દેશમાં ખોટી રીતે દખલ કરીને એનો શાંતિભંગ કરવો છે.
સુરત  – દીપકભાઈ ટાંકવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top