અમદાવાદ,
નડિયાદ મનપાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના ઉમેદવારો અને તેમના ટેકેદારોને હેરાનગતિ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ વચ્ચે કોંગ્રેસના નેતા હાર્દિક ભટ્ટે દ્વાર લગાવવામાં આવ્યો છે.
આ મામલે હાર્દિક ભટ્ટે જણાવ્યું હતું કે નડિયાદના વોર્ડ નંબર 10ના કોંગ્રેસ ઉમેદવાર અલ્પાબેન લખમાણીના ટેકેદારને સત્તાપક્ષના સભ્યો દ્વારા ગતરાત્રે દબાણ હેઠળ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારનું ફોર્મ રદ કરવા માટે વાંધો રજૂ કરવામાં આવ્યો હતો.
નિયમ મુજબ ઉમેદવાર ફોર્મ ભરતી વખતે અધિકારીઓની હાજરીમાં વિડીયોગ્રાફી કરવામાં આવે છે અને દરખાસ્તદારો તથા ટેકેદારોની સહી બાદ ફોર્મ નંબર-8 આપવામાં આવે છે. આ દસ્તાવેજના આધારે કોંગ્રેસે ચૂંટણી અધિકારી સમક્ષ વાંધો રજૂ કર્યો હતો કે ફોર્મ સત્તાવાર રીતે જમા કરાયું છે.
આ મામલે ચૂંટણી અધિકારીઓએ તમામ દસ્તાવેજોની તપાસ કર્યા બાદ સામા પક્ષ દ્વારા કરવામાં આવેલી અરજીઓને રદ કરી દીધી હતી, જેના કારણે કોંગ્રેસ પક્ષને રાહત મળી છે.
કોંગ્રેસએ આક્ષેપ કર્યો હતો કે તેમના ચારથી પાંચ ઉમેદવારોને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. “લોકશાહીનો આ પર્વ છે. છેલ્લા 30 વર્ષથી તમે સત્તામાં છો, તો પણ અમારા ઉમેદવારોને ચૂંટણી લડવા દો. પ્રજા કોને મત આપશે તે નિર્ણય પ્રજાનો છે.” આ સમગ્ર ઘટનાએ નડિયાદમાં રાજકીય ગરમાવો વધારી દીધો છે.