Gujarat

રાજકોટ 42 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

અમદાવાદ : ગુજરાતમાં ઉનાળો હવે તેના આકરા મિજાજમાં જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના તાજા અહેવાલ મુજબ, રાજ્યમાં રાજકોટ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. તેની સાથે જ ભુજ, કંડલા પોર્ટ, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પણ પારો 41 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જેના કારણે બપોરના સમયે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં રાજકોટ 42 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર છે. જ્યારે ભુજ, કંડલા પોર્ટ, સુરેન્દ્રનગર, અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
•ગાંધીનગર, વડોદરા, ડીસા, કેશોદ, કંડલા એરપોર્ટ, વલ્લભ વિદ્યાનગરમાં 40 ડિગ્રી ઉપરાંત સુરત, ભાવનગર, નલિયામાં • 39 ડિગ્રી તાપમાન રહ્યું હતું

  • 35 થી 38 ડિગ્રી વચ્ચેનું તાપમાન પોરબંદર, દમણ અને મહુવા નોંધાયું હતું

હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસના રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે. જેના કારણે આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ગરમીનું જોર યથાવત રહેશે. આગામી 5 દિવસ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં પારો 40 ડિગ્રીથી ઉપર જવાની પૂરેપૂરી સંભાવના છે.

Most Popular

To Top