Gujarat

વે-બ્રીજ વજન કાંટામાં રિમોટ ચીપ ફિટ કરી કરોડોની છેતરપિંડી આચરતી આંતરરાજ્ય ગેંગના ૭ સાગરીતોની ધરપકડ

અમદાવાદ : અમદાવાદમાં વે-બ્રીજ (વજન કાંટા) સાથે ટેક્નિકલ ચેડાં કરીને કરોડો રૂપિયાની ઠગાઈ કરતી એક ગેંગનો શહેર ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કરી ૭ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ દેશના અનેક રાજ્યોમાં સક્રિય હોવાનું સામે આવ્યું છે,

અમદાવાદમાં વે-બ્રીજ (વજન કાંટા) સાથે ટેક્નિકલ ચેડાં કરીને કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવતી હોવાથી ફરિયાદના પગલે શહેર ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરતાં ઇલેક્ટ્રોનિક વજન મશીનમાં ગેરકાયદેસર ચીપ ફિટ કરીને, રિમોટ કંટ્રોલ દ્વારા ટ્રકનું વજન વાસ્તવિકતા કરતા ઓછું બતાવીને ખોટી કાંટા ચીઠ્ઠી બનાવતા હોવાનું બહાર આવ્યું હતું.

જેના પગલે ક્રાઈમ બ્રાંચએ આરોપી ગંગેના ૭ આરોપીને શહેરના વટવા GIDC ફેઝ-૩માં દરોડો પાડી ઝડપી લીધી છે, પ્રાથમિક તપાસમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સ્ક્રેપ વેપારીઓ સાથે પણ ઠગાઈ થઈ હોવાનું બહાર આવ્યુ છે.

આરોપીની સઘન પુછપરછ કરતાં આરોપીઓ ઇલેક્ટ્રોનિક વજન મશીનમાં ગેરકાયદેસર ચીપ ફિટ કરીને વજનમાં ગોટાળો કરતા હતા અને રિમોટ કંટ્રોલ દ્વારા ટ્રકનું વજન વાસ્તવિકતા કરતા ઓછું બતાવીને ખોટી કાંટા ચીઠ્ઠી બનાવતા હતા. ખાસ કરીને બિલ્ડિંગ સાઇટ અને સ્ક્રેપયાર્ડને નિશાન બનાવી આ ગેંગ છેલ્લા ચારથી પાંચ વર્ષથી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી હતી. હરાજીમાં ટેન્ડર મેળવ્યા બાદ આરોપીઓ એક ટ્રકમાંથી ૫ થી ૧૦ ટન જેટલો માલ ઓછો બતાવી દેતા હતા, જેના કારણે વેપારીઓને મોટું આર્થિક નુકસાન થતું હતું.

આ ગેંગમાં રજનીશ નામનો આરોપી ૪૦ થી ૫૦ હજારની કિંમતની રિમોટ ચીપ સપ્લાય કરતો હતો, જ્યારે સંકેત નામનો આરોપી અગાઉ વે-બ્રીજ રિપેરિંગનું કામ કરતો હોવાથી તેને આ ટેક્નિકલ જાણકારી હતી. આ ગેંગ અત્યંત સુનિયોજિત રીતે ટેક્નોલોજીનો દુરુપયોગ કરતી હતી અને હાલ આ મામલે ગુનો નોંધી અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top