વડોદરા : વડોદરા મહાનગર પાલિકામાં સમાવિષ્ટ ઉંડેરા ગામના તળાવથી ગોત્રી તરફ ખુલ્લી વરસાદી કાંસ આવેલી છે.હાલ આ કાંસ લોકો માટે જીવના જોખમરૂપ...
વડોદરા : આજવા રોડને અકબર રોડ બનાવવાનો કારસો રચતા કટ્ટરવાદી બિલ્ડરોએ (Builder) હિંદુ (Hindu) વિસ્તારની મિલકત (Property) ખરીદીને બનાવેલા એપાર્ટમેન્ટ (Apartment) લઘુમતિ...
વડોદરા : નેવી ડે 2021 નિમિત્તે વડોદરા નેવલ એનસીસી યુનિટ 2-ગુજરાત નેવલ એનસીસી બરોડાએ ટીંબી તળાવ ખાતે ખાસ નૌકાયાત્રા હાથ ધરી છે. ...
આણંદ : વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિ બાદ પર્યાવરણને માઠી અસર પડી છે. જળ, જમીન અને હવા પ્રદૂષણના કારણે સમગ્ર ઇક્કો સીસ્ટમ જ ખોરવાઇ...
સુરત: શહેરના ગોડાદરા વિસ્તારમાં બર્થ-ડે (Birthday) માં ડીજેની પાર્ટી (Party) કરતા અને હાથમાં ખંજર લઈને ડાન્સ (Dance) કરતા યુવકોનો વિડીયો વાયરલ (Viral...
કાલોલ: કાલોલ શહેર પાસે આવેલા ડેરોલ સ્ટેશન સ્થિત પાછલા ચાર વર્ષોથી બંધ પડી રહેલા રેલવે ઓવરબ્રિજને પગલે બંધ પડેલા ફાટક પાસે શનિવારે...
દાહોદ : દાહોદમાં કોરોનાના ત્રણ પોઝીટીવ દર્દી કેટલાયે સમય પછી નોંધાયા છે.બીજી તરફ ઓમિક્રોનનુ જોખમ પણ ઝળુંબી રહ્યુ છે ત્યારે દાહોદની ઝાયડસ...
સંખેડા: સંખેડા બહાદરપુર વચ્ચે ઓરસંગ નદીના પટમાં પાણી આવી જતા તરબૂચ શક્કરટેટી કાકડી ટામેટા સહિતના પાકને નુકસાનની શક્યતા જોજવા પાસે આવેલ...
સુરત: (Surat) અમદાવાદ અને સુરત આવકવેરા વિભાગની (Income Tax Department) જુદી જુદી ટીમોના ૧૦૦ જેટલા અધિકારી – કર્મચારીઓએ ગત શુક્રવારે સુરતના સંગીની,...
સુરત: (Surat) અમરોલી વિસ્તારમાં રહેતા રત્નકલાકાર (Diamond Worker) પિતાને (Father) તેના પુત્રના (Son) નાણા લેવાના બાકી નીકળતા હોવાને કારણે ફટકાર્યા હતા. પુત્ર...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વારંવાર વાયુ પ્રદૂષણની (Air Pollution) બૂમ ઉઠી રહી છે ત્યારે ફરી એક વાર રવિવાર 5 ડિસેમ્બરના રોજ...
સુરત: (Surat) વિખ્યાત ભારતીય ટેલિવિઝન પત્રકાર (TV Journalist) અને ઇલેકશન વિશ્લેષક વિનોદ દુઆનું (Vinod Dua) ૬૭ વર્ષની વયે નવી દિલ્હીમાં નિધન થયું...
સુરત: (Surat) ધો.6ના વિદ્યાર્થીએ બાયજુસ (Byjus) કોચિંગ ક્લાસિસમાં એડમિશન લીધા બાદ શિક્ષણ (Education) યોગ્ય નહીં લાગતા દોઢ વર્ષે જ એડમિશન રદ્દ કરાવીને...
સુરત: એલ.પી.સવાણી (L P Savani) સંકુલની પાલનપુર કેનાલ રોડ ખાતે આવેલી ગુજરાતી માધ્યમની શાળામાં (School) અભ્યાસ કરી રહેલા ધોરણ-7ના એક વિદ્યાર્થીને (Student)...
ગાંધીનગર: ગુજરાતમાં મોટી સંખ્યામાં પીએસઆઈ (PSI) અને એલઆરડી (LRD)ની ભરતી યોજોઈ રહી છે. કમોસમી વરસાદને કારણે 3 અને 4 ડિસેમ્બરની પરીક્ષાઓ મોકૂફ...
દિલ્હી: ભારત (India)ની રાજધાની દિલ્હી (Delhi)માં ઓમિક્રોન (Omicron)નો પ્રથમ પોઝિટિવ (Positive) કેસ મળી આવ્યો છે. તાન્ઝાનિયા (Tanzania)થી દિલ્હી (Delhi) આવેલા મુસાફરમાં ઓમિક્રોનના...
દિલ્હી: ભારત (India)ના પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડ(Nagaland)માં હિંસા (Violence)ની ઘટના સામે આવી છે. આ હિંસાની ઘટનામાં 13 લોકો મૃત્યુ પામ્યાં છે. આ ઘટના...
જામનગરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવતા હવે સમગ્ર ગુજરાતમા આરોગ્ય વિભાગ દ્વ્રારા એલર્ટ જારી કરાયુંછે.કોરોનાનોખતરનાક મનાતો ઓમિક્રોન વાઈરસ હવે...
ગાંધીનગર: ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં વધુ એક પગલુંભરીને રાજ્યના ત્રણ શહેરોની ચાર ટાઉન પ્લાનિંગ સ્કીમને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે.મુખ્યમંત્રીએ...
ગાંધીનગર: અમદાવાદ સૌથી વધુ 12 અને ભાવનગર મનપામાં 11 કેસ સહિત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44 નવા કેસ નોધાયા છે. રાજ્યમાં...
સુરત: (Surat) અડાજણ વિસ્તારની સોસાયટીમાં શંકાસ્પદ રીતે ફરતી મહિલા (Woman) અને બાળકીને સોસાયટીના રહીશોએ જોઈ જતા મહિલા અને બાળકી રીક્ષામાં બેસીને ભાગી...
આઝાદીના અમૃત પર્વે આયોજીત યુથ પાર્લામેન્ટ યુવાનો માટે અવિસ્મરણિય અનુભૂતિનું પર્વ બન્યું છે. યુથ પાર્લામેન્ટથી જનહિત સેવા માટે, રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત યુવા...
નવી દિલ્હી: (Delhi) ઝાયકાની વાત હોય કે નિર્ભિક પત્રકારીતાની વાત હોય, જેઓનું નામ સૌથી ઉપર લેવાતું તેવે વરિષ્ઠ પત્રકાર (Journalist) વિનોદ દુઆનું...
સુરત: (Surat) અમદાવાદ અને સુરત આવકવેરા વિભાગની (Income Tax Department) જુદી જુદી ટીમોના ૧૦૦ જેટલા અધિકારી – કર્મચારીઓએ ગઇકાલે શુક્રવારે સુરતના સંગીની,...
ગાંધીનગર: રાજયમાં (Gujarat) વેસ્ટર્ન ડિસ્ટબન્સ તથા લો પ્રેશર સિસ્ટમ ખસી ગયા પછી આજે ઉઘાડ નીકળ્યો હતો. છતાં દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું...
નવી દિલ્હી: (Delhi) દેશમાં ઓમિક્રોનનો (Omicron) ચોથો કેસ નોંધાયો છે. મુંબઈમાં (Mumbai) કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. વિદેશથી મુંબઈની...
કીમ: (Kim) ઓલપાડ (Olpad) તાલુકાની બોલાવ ગ્રામ પંચાયતની ચૂંટણીનો (Election) ગ્રામજનોએ બહિષ્કાર (Boycott) કર્યો હતો. અનુસૂચિત જાતિનો કેટેગરીના વોર્ડમાં એકપણ મતદાર ન...
માંડવી-કીમ રોડ (Mandvi Kim Road) ઉપર આવેલું ગોડસંબા ગામ (Godsamba Village) પહેલાં ઘોડા ચરાવવાનું ગામ તરીકે જાણીતું હતું. જ્યાં રાજા રજવાડાના (King...
કાનપુર: ઉત્તરપ્રદેશ(Uttar pradesh)ના કાનપુર(Kanpur)માં ઓમિક્રોન (Omicron)ના ભયના કારણે બનેલી એક ઘટના સામે આવી છે. કોરોના અને ઓમિક્રોન વાયરસ(virus)ના ભયથી એક ડોક્ટરે જ...
સુરત: (Surat) સુરત શહેરમાં મહાપાલિકા દ્વારા અત્યાર સુધીમાં ઇડબ્લ્યૂએસ અને મુખ્યમંત્રી-પ્રધાનમંત્રી આવાસ યોજના (Mukhyamantri-Pradhan Mantri Awas Yojana) હેઠળ 1 લાખ જેટલાં આવાસો...
CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ ફરી તીવ્ર, 73 વિપક્ષી સાંસદોએ આપી નવી નોટિસ
રાઘવ ચઢ્ઢાએ કેવી રીતે પક્ષ બદલ્યો? શું છે 7 સાંસદો અને બે-તૃતીયાંશ ગણિત, ભાજપમાં વિલયની વાર્તા
ઇઝરાયલી PMને પ્રોસ્ટેટ કેન્સર થયું, ગુપ્ત રીતે સારવાર કરાવી, બે મહિના સુધી બીમારી છુપાવી
સંસ્કારી નગરીમાં ચૂંટણી માહોલ ચરમસીમા પર: જાહેર પ્રચાર પૂર્ણ, હવે ડોર-ટુ-ડોર જંગ
વડોદરા ચૂંટણી પ્રચારમાં ધમકીનો સૂર: ‘કમળ સિવાય કોઈની તરફેણ કરી તો સીધો કરી નાખીશ’, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન
વડોદરા : ચૂંટણીને લઈ PCBનો સપાટો, દારૂ વેચાણ કરતા બુટલેગર મહિલા-પુરુષ ઝડપાયા
પકડેલી ગાય ગૌપાલકો છોડાવી જતા 3 પશુપાલક સામે ગુનો નોંધાયો
ચૂંટણી કામગીરીના કારણે વડોદરા RTO કચેરી 27મી એપ્રિલે બંધ રહેશે
“વુમન ઇન આઈપી” થીમ સાથે જીટીયુમાં વિચારવિમર્શ- મહિલાઓ માટે નવા અવસર
મતદાર યાદીમાં મોટાપાયે બોગસ મતદારો હોવાનો કોગ્રેસનો આક્ષેપ
ગુજરાત પંચાયતી રાજમાં 18માં ક્રમે ધકેલાયું
રાઘવ ચઢ્ઢાની જાહેરાત પર અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: ‘ભાજપે ફરી એકવાર…’
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આજે સાંજે છ વાગ્યે પ્રચાર બંધ થશે 26,196 ઉમેદવારો વચ્ચે જંગ – ભાજપે બિનહરીફ જીતથી મજબૂત સ્થિતિ બનાવી
બંગાળ ચૂંટણીમાં ગોટાળો? 65 ચૂંટણી અધિકારીઓના નામ યાદીમાંથી બહાર, સુપ્રીમ કોર્ટથી રાહત નહીં
બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસે પ્રજાનેગરીબીમાં રાખી, ભાજપે વિકાસના રાજકારણનો નવો યુગ શરૂ કર્યો”
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ તંત્ર ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું હોવાનો કોગ્રેસનો ગંભીર આક્ષેપ
રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ‘બ્લડ ડોનેશન કેપિટલ’ તરીકે ઓળખ
અમદાવાદના નિકોલમાં ઘરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર દરોડા- ૧.૬૦ લાખનો જથ્થો જપ્ત
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી : શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૩% મતદાન, 4થી મેના રોજ મતગણતરી હાથ ધરાશે
AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ પાર્ટી છોડી, ભાજપમાં વિલય કરશે
સુરતમાં ‘બેનર વોર’: AAPના બેનરો હટાવવાના આરોપે રાજકીય ગરમાવો, CCTV ફૂટેજથી ઉઠ્યા સવાલ
યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં પારો 44°C વટાવી ગયો, આગામી બે દિવસ હિટવેવનું એલર્ટ
ગુજરાતમાં ગરમીનો કહેર: 29 એપ્રિલ સુધી યલો એલર્ટ, પારો 42°C પાર, 26 એપ્રિલે મતદારો માટે ડબલ પડકાર
વડોદરા : મકરપુરામાં બે યુવકોના અપહરણનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા, બે ફરાર
કુરાલીના વૃદ્ધની હત્યા કરીને થેલામાં બાંધી દીધી હોવાનો ઘટસ્ફોટ, હત્યાનું કારણ અકબંધ
પગ કપાયો, ચહેરો દાઝ્યો? મોજતબા ખામેનેઈ કેમ નથી દેખાતા જાહેરમાં, શું છે એની પાછળનું કારણ?
હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી યુવક–યુવતીના બંધાયેલી હાલતમાં મૃતદેહો મળતા ચકચાર
TCS ઓફિસમાં જાતીય સતામણીનો નવો ખુલાસો, બોયફ્રેન્ડ છે? જેવા અશ્લીલ પ્રશ્નો પૂછાતા
સંવેદના હણાઈ! વડોદરામાં ભાજપની રેલીના શક્તિ પ્રદર્શનમાં માનવતા શરમાઈ, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ‘શબવાહિની’
ચાબહાર પોર્ટ મુદ્દે ભારતનું મોટું પગલું, 12 કરોડ ડોલર દાવ પર, સ્થાનિક કંપનીને સોંપાઈ શકે સંચાલન
વડોદરા : વડોદરા મહાનગર પાલિકામાં સમાવિષ્ટ ઉંડેરા ગામના તળાવથી ગોત્રી તરફ ખુલ્લી વરસાદી કાંસ આવેલી છે.હાલ આ કાંસ લોકો માટે જીવના જોખમરૂપ પુરવાર થઇ રહી છે.વધુ એક વાહન ચાલક ખાબકતા તેને ઈજાઓ પહોંચી હતી તત્કાલ સ્થાનિક ગ્રામજનો દોડી આવી મહામુસીબતે ઈજાગ્રસ્તને કાંસમાંથી બહાર કાઢી પ્રાથમિક સારવાર આપી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવેલ ઉંડેરા ગામમાં તળાવથી ગોત્રી તરફ જતી ખુલ્લી કાંસમાં એક સ્કુટી ચાલક પડી જતા ગામ લોકોએ તેને મહામુસીબતે બહાર કાઢ્યો હતો.

આ કાંસ વર્ષોથી આ રીતે ખુલ્લી છે.અને વારંવારની રજૂઆત છતાં આની ઉપર કોઈપણ જાતની સ્વરક્ષણ દિવાલ કે આડસ બનાવવામાં આવી નથી.આ ખુલ્લી કાંસ બંધ કરવા માટે સામાજિક કાર્યકર જોગેશ્વરી મહારાઉલ દ્વારા અગાઉ પણ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ સત્તાધીશો દ્વારા કોઈજ કામગીરી કરવામાં નહીં આવતા અહીં વારંવાર અકસ્માતો થાય છે.અને ગામના રહીશોને નાની મોટી ઈજાઓ પણ થઈ છે.
આ ખુલ્લી કાંસ માં પડી જવાથી કોઈ નાગરિકનો જીવ જશે તો તેની જવાબદારી કોની રહેશે તેવા સવાલો સાથે સામાજીક કાર્યકર જોગેશ્વરી મહારાઉલજીએ જણાવ્યું હતું કે આ ખુલ્લી કેનાલમાં ગંદા પાણી સાથે ઉકરડાની જેમ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોય, મચ્છરોનો પણ ખૂબ જ ઉપદ્રવ થતા સમગ્ર ઉંડેરા ગામમાં રોગચાળાની દહેશત રહે છે.તેમજ બારે માસ ભયંકર દુર્ગંધ મારે છે.ઉંડેરા ગામ ને કોર્પોરેશનની હદમાં સમાવેશ કરાયો છે.એ વાતને પણ ઘણો સમય થઈ ગયો હોવા છતાં તમામ સત્તાધિશોને આ મામલે વારંવારની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
જોકે આજદિન સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. માટે આ સત્તાધીશો પોતાના પેટનું પાણી હલાવે. ઉંડેરાના ગ્રામજનોની માંગણી છે એ ટૂંક સમયની અંદર કામગીરી પુરી કરવામાં આવે. ઉંડેરાથી ગોત્રી તરફ વરસાદી કાંસની ફરતે ફેન્સીંગ કરવામાં આવે કાંતો એક દિવાલ કરવામાં આવે.જેથી વારંવાર જે ગંભીર અકસ્માતનો ભોગ સ્થાનિક લોકો બની રહ્યા છે તે ન બને. શું સત્તાધીશો કોઈનો ભોગ લેવાની રાહ જોઈ રહ્યા છે.જો આગામી દિવસની અંદર અને તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનના મંડાણ કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા સત્તાધિશો અને અધિકારીઓ ની રહેશે તેમ જોગેશ્વરી મહારાઉલજી એ જણાવ્યું હતું.