National

ઓમિક્રોનના ડરથી ડોક્ટરે કરી પોતાના પરિવારની હત્યા, 10 પાનાની નોટમાં લખ્યું ઓમિક્રોન બધાને મારી નાંખશે

કાનપુર: ઉત્તરપ્રદેશ(Uttar pradesh)ના કાનપુર(Kanpur)માં ઓમિક્રોન (Omicron)ના ભયના કારણે બનેલી એક ઘટના સામે આવી છે. કોરોના અને ઓમિક્રોન વાયરસ(virus)ના ભયથી એક ડોક્ટરે જ પોતાના પરિવારને રહેંસી નાખ્યો. ડિપ્રેશન (Depression) નો શિકાર બનેલા ડોક્ટરે પોતાની પત્ની, 18 વર્ષનો પુત્ર અને 16 વર્ષની પુત્રીની નિર્દયતાથી હત્યા કરી પોતે ફરાર થઈ ગયો છે. કાનપુરના ડો.સુશિલ કુમારે શુક્રવારે પત્ની અને બાળકોની હત્યા બાદ 10 પાંનાની નોટ લખી હતી અને ત્યાર બાદ તેના ભાઈને ટેક્સ કરીને જાણ કરી હતી. તેમાં ડોકટરે લખ્યું હતું કે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રન આવ્યા બાદ હવે લાશો ગણવી નથી, આ ઓમિક્રોન બધાને મારી નાખશે. તેણે એમ પણ લખ્યું હતું કે તે કોરોનાથી ડિપ્રેશનમાં છે.

ડો.સુશિલ કુમારે શુક્રવારે સાંજે 5.32 કલાકે તેના ભાઈ સુનિલને છેલ્લો મેસેજ કર્યો હતો. તેમાં લખ્યું હતું કે પોલીસને જણાવવામાં આવે કે ડિપ્રેશનનાં લીધે હત્યા કરી છે. ત્યાર બાદ સુનિલ તેના ઘરે પહોંચ્યો હતો, દરવાજો અંદરથી બંધ હોવાથી દરવાજો તોડવાની ફરજ પડી હતી. સુનિલે ઘરમાં જોયું તેના ભાભી ચંદ્રપ્રભા, શુખર અને ખુશીના મૃતદેહ પડ્યા હતા. ઘટનાાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભાઈ સુનીલના જણાવ્યા મુજબ, ડો. સુશિલ ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો. તે આ હત્યા કર્યા બાદ ક્યાં છે તે કોઈને પણ ખબર નથી. હાલમાં પોલીસ તેને શોધી રહી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

કાનપુરમાં ઇન્દ્રાનગરમાં ડિવિનિટી એપાર્ટમેંટમાં ડો. સુશિલ કુમાર પોતાની પત્ની 48 વર્ષીય ચંદ્રપ્રભાની સાથે રહેતો હતો. ડોકટરે પહેલા પત્નીના માથામાં હથોડો મારી હત્યા કરી અને ત્યાર બાદ બંને બાળકોની હત્યા કરી હોવાનું જાણવા મળ્યુ છે. ડો.સુશિલ કુમારે કાનપુર મેડિકલ કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો. તેણે 15 વર્ષ પહેલાં GSVMથી MBBS કર્યું હતું. રામા મેડિકલ કોલેજમાં ફોરેન્સિક વિભાગમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ (HOD) તરીકે કાર્ય કરતો હતો. મેડિકલ કોલેજના આચાર્ય ડીએન ત્રિપાઠીએ જણાવ્યું હતું કે 2 દિવસ પહેલાં જ તેમની સુશિલ સાથે મુલાકાત થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન તો એવું લાગી રહ્યું ન હતું કે તે માનસિક તણાવમાં છે.

કાનપુર ડો.સુશિલના ઘરેથી 10 પેજની નોટ મળી આવી છે. જેમાં તેણે લખ્યું છે કે આ કોરોના બધાને મારી નાખશે, ઓમિક્રોન કોઈને પણ છોડશે નહીં. વધુમાં તેણે લખ્યું કે કોરોનાની બંને લહેર દરમિયાન કોવિડ હોસ્પિટલમાં મારી ડ્યૂટી લગાવવામાં આવી હતી. આ દરમિયાન મેં ઘણા લોકોને મરતા જોયા હતા. ડો. સુશીલ કુમારે વધુમાં લખ્યું હતું કે હું મારા પરિવારને મુશ્કેલીઓમાં નહીં છોડી શકું. બધાને મુક્તિના માર્ગ પર છોડીને જઇ રહ્યો છું. મારો આત્મા મને ક્યારેય માફ નહીં કરે. હું મારી પાછળ કોઈને પણ મુશ્કેલીમાં નહીં જોઈ શકું. અલવિદા.. આ મામલે હાલ કાનપુર પોલીસ બીજા એંગલથી પણ તપાસ કરી રહી છે.

Most Popular

To Top