Madhya Gujarat

ચરોતરમાં ગ્લોબલ વોર્નિંગની અસર, કમોસમી વરસાદ દર વર્ષે થવાની શક્યતાં

આણંદ : વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિ બાદ પર્યાવરણને માઠી અસર પડી છે. જળ, જમીન અને હવા પ્રદૂષણના કારણે સમગ્ર ઇક્કો સીસ્ટમ જ ખોરવાઇ ગઇ છે. જે વારંવાર આવતા વાવાઝોડા અને કમોસમી વરસાદથી અનુભવી શકાય તેમ છે. ગ્લોબલ વોર્મિંગ નહતું તે સમયે કમોસમી વરસાદ કે માવઠાને આવતા દસકાનો સમય લાગતો હતો. પરંતુ સીસ્ટમ ખોરવતા હવે તે દર વરસે આવવા લાગ્યું છે. વિશ્વમાં 2જી ડિસેમ્બરના રોજ નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડેની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં ગ્લોબલ વોર્મિંગની પડી રહેલી માઠી અસર અંગે અનેક સંશોધનપત્રો રજુ કરવામાં આવ્યાં હતાં. આ ગ્લોબલ વોર્મિંગની અસરથી ચરોતર પણ બાકાત રહ્યું નથી. આણંદ – ખેડા જિલ્લામાં ચાલુ સપ્તાહ દરમિયાન કમોસમી વરસાદ જે રીતે પડ્યો તે લાલબત્તી સમાન છે. ઋતુ સાયકલમાં ફેરફાર થવા લાગ્યો છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, અગાઉ કમોસમી વરસાદ દસકા કે લાંબા સમય બાદ આવતો હતો. પરંતુ હવે દર વરસે આવવા લાગ્યું છે.

ચરોતરમાં છેલ્લા બે દિવસથી આવેલા કમોસમી વરસાદના કારણે જનજીવનને અનેક પ્રકારનું નુકશાન થયું છે. જેમ કે, પાક ખરાબ થવો, રોગચાળો વધવો. ભરશિયાળે વરસાદ 1987માં થયા બાદ આવી સ્થિતિ 20 વર્ષ બાદ 2017માં જોવા મળી હતી. પરંતુ વધતા જતા ગ્લોબલ વોર્નિગના કારણે અને પ્રકૃતિને પહોંચતા નુકશાનના કારણે આ સમય ગાળો ઘટીને 4 વર્ષ એટલે કે 2020માં ભરશિયાળે વરસાદ આવ્યો હતો અને હવે તે પણ ઘટીને વર્ષનો થઇ ગયો છે. આ ચાલું વર્ષ 2021માં પણ આ સ્થિતી જોવા મળી હતી. જે જોતા લાગે છે કે કમોસમી વરસાદ હવેથી દર વર્ષે આવે તેવી સંભાવના છે.

મલેકપુર પંથકમાં કમોસમી વરસાદથી શિયાળું પાકને નુકશાન

મહિસાગર જિલ્લાના મલેકપુર પંથકમાં બે દિવસથી કમોસમી વરસાદથી ખેડૂતો થયા ચિંતાતુર હતા. ખેતરોમાં શિયોળા ચાલુ થતા ખેડુતોએ ઘઉં, ચણા, કપાસ, જીરૂ જેવા શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું.આથી કમોસમી વરસાદ પડતા ખેડુતોમાં પાકોને ભારે નુકશાન થવાની ભીતી છવાય હતી. મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ ખેડૂતોએ વાવણી કરેલ શિયાળુ પાકને ભારે નુકસાન થવાની ભીતી ખેડૂતોને સતાવી રહી હતી.જયારે ભર શિયાળે વાદળછાયુ વાતાવરણ સર્જાતા ખેડુતો અને પશુ પાલકો ચિંતાતુર થયા હતા. લુણાવાડા, સંતરામપુર. કડાણા, બાલાસિનોર પંથકના ગ્રામ્ય  વિસ્તાપરમાં શિયાળુ પાક ઘઉં, ચણા, કપાસ, જીરૂ, સહિતની વાવણી કરવામાં આવી હતી. આ પાકોને બદલાયેલા વાતાવરણના લીધે ભારે નુકસાન થવાની ભીતિથી ખેડૂતોના ચહેરા પર ચિંતાની લકીરો જોવા મળતી હતી.

Most Popular

To Top